Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
બહાષ્ટિઃ કાષ્ઠઅગ્નિ સમ બે, ત્રીજું ગાંગ આસન
(૨૦૯) ૧. દર્શન : કાષ્ઠઅગ્નિ સમ બોધ બલવાળી તે બલા. આ દષ્ટિમાં દર્શન એટલે કે સતશ્રદ્ધાવાળે બંધ પણ આગલી બે દષ્ટિ કરતાં વધારે બળવાન દૃઢ હોય છે, કંઈક વિશિષ્ટ પ્રકારના હોય છે, અને તેને કાષ્ઠ અગ્નિકણુના પ્રકાશની ઉપમા છાજે છે. કાછનો-લાકડાને અગ્નિ, તૃણ ને છાણાના અગ્નિ કરતાં વધારે પ્રકાશવાળ, વધારે સ્થિતિવાળે ને વધારે વયવાળ હોય છે, તેમ આ દષ્ટિને બોધ પણ મિત્રો ને તારા દષ્ટિ કરતાં અધિક દઢતાવાળે, અધિક સ્થિતિવાળે ને અધિક બલ-સામર્થ્યવાળા હોય છે. એથી કરીને તેને જીવનમાં આચરણરૂપ પ્રગ કરતી વેળાએ ૫ટુ-નિપુણ જેવી સ્મૃતિ રહે છે, કારણ કે તેને સંસ્કાર લાંબે વખત ટકે છે, અને તેથી કરીને પ્રજનભૂત પ્રયોગની એટલે કે અર્થ પ્રગની માત્ર પ્રીતિથી કંઈક યત્નને સંભવ હોય છે. આમ અપેક્ષાએ અત્રે દઢ-બળવાન દર્શન હોય છે. એટલે આગળ કહેલા દૃષ્ટિદર્શન શબ્દના લક્ષણ પ્રમાણે, અહીં પુરુષની ને સપુરુષના વચનામૃતજીની –સશાસ્ત્રની બળવત્તર શ્રદ્ધા હોય છે, અને એવી શ્રદ્ધાથી સંયુક્ત બેધ પણ વધારે બળવાળો હોય છે. એટલે આ દષ્ટિવાળે મુમુક્ષુ સપુરુષ સદ્ગુરુને પરમ ભક્ત હોય છે, સતુશાસ્ત્રની આજ્ઞાને દઢ આરાધક હોય છે. એથી કરીને તે સત્શાસ્ત્રને અનુકૂળ પ્રવૃત્તિ કરે છે, અસતુપ્રવૃત્તિથી વિરામ પામે છે, અને સત્પ્રવૃત્તિપદને પાસે ને પાસે ખેંચતે જાય છે.
૨. ત્રીજું યોગાંગ આસન અત્રે યોગનું ત્રીજું અંગ આસન પ્રાપ્ત થાય છે; સુખાસન, સ્થિર આસન હોય છે, આસનની દઢતા હોય છે; આગલી બે દષ્ટિમાં યમ, નિયમ એ બે ગાંગની પ્રાપ્તિ પછી સ્વભાવિક કમે અહીં દઢ આસનની પ્રાપ્તિ હોય છે, કારણ કે જેમ જેમ યમ-નિયમની દઢતા થતી જાય છે, જેમ જેમ યમ-નિયમ આત્મામાં પરિણામ પામતા જાય છે, તેમ તેમ જીવ એગમાર્ગમાં દઢ સુખાસન જમાવતે જાય છે, દઢ બેઠક કરતે જાય છે, સ્થિર થતો જાય છે.
અહીં પદ્માસન, પર્યકાસન આદિ બાહ્ય આસન ઉપરાંત મુખ્યપણે અત્યંતર આસનની વાત સમજવાની છે. આ જીવ અનાદિ કાળથી પરવસ્તુમાં અધ્યાસ-આસન કરી બેઠો છે, પરવસ્તુને પોતાની માની તે ઉપર ચઢી બેઠો છે ! એવી અનાદિની પરવસ્તુની બેઠક ઉઠાવી લઈ, પિતાના આત્મસ્વરૂપમાં આસન કરવું–બેઠક લેવી તે પરમાર્થથી સુખાસન છે. તેની સાથે મનની ને શરીરની ચપળતા દૂર કરવા માટે બાહ્ય દઢ આસનની સાધના પણ સહકારીપણે–આલંબનપણે ઉપકારી થાય છે, કારણ કે જીવ એક સ્થળે સ્થિર થઈ બેસે તો તેને મને યોગ અચપળ થાય છે, ને તેને ધર્મધ્યાનની અનુકૂળતા મળે છે. આસન