________________
(૨૧૦)
યોગદષ્ટિસમુચ્ચય દઢતાથી અંતરાયનો વિજય થાય છે. * દ્વન્દ્રોને અભિઘાત થતું નથી, અને દષ્ટ દેષને પ્રણિધાનપૂર્વક પરિત્યાગ થાય છે.
આ “સુખાસન” શબ્દ સમજવા જેવો છે. “ સ્થિસુત્વનાતનમ્' (પા. થો૨-૪૬). સુખાસન એટલે જ્યાં સુખેથી-આરામથી–લહેરથી બેસી શકાય એવું સ્થિર હોય તે
આસન. ઉદ્વેગ ન પમાડે એવું સ્થિર આસન તે સુખાસન. જે આસન સુખાસન ડગમગતું હોય, અસ્થિર હોય, જ્યાં સુખેથી-આરામથી બેસી શકાય
એવું ન હોય, તે સુખાસન ન કહેવાય. જેમ ડગમગતા પાયાવાળી કે ભાંગી તૂટી કે ખૂચે એવી ખુરશી સુખાસન ન કહેવાય, પણ સ્થિર પાયાવાળી, અખંડ સુંદર ગાદીવાળી હોય તે સુખાસન કહેવાય; તેમ પરમાર્થમાં, અધ્યાત્મ પરિભાષામાં પણ, પર વસ્તુનું જે આસન તે અસ્થિર, ડગમગતું, બેસતાં ખૂચે એવું દુઃખદાયક છે, માટે તે સુખાસન નહિં, પણ દુખાસન છે ! સાચું “સુખાસન’ તે એક નિજ સહજ આત્મસ્વરૂપ પદ છે. કારણ કે તે જ અત્યંત સ્થિર, નહિં ડગમગતું, ને બેસતાં સુખદાયક પરમ આનંદ ઉપજાવનારૂં છે, માટે તે જ પારમાર્થિક સુખાસન છે. જેમ જેમ તેવા ભાવ સુખાસનમાં જીવ બેસે છે, તેમ તેમ તેને સુખની–પરમાનંદની એર લહરીઓ છૂટતી જાય છે. આમ જેમ બને તેમ દેહાધ્યાસ છોડતા જઈ, આત્મારામી બનતા જવું, તે આસન નામના ત્રીજા વેગ અંગની સિદ્ધિ છે.
છૂટે દેહાધ્યાસ તે, તું કર્તા નહિં કર્મ; તું ભક્તા નહિ તેહને, એજ ધર્મને મમ.”_શ્રી આત્મસિદ્ધિ આતમબુદ્ધ હે કાયાદિકે રહ્યો, બહિરાતમ અઘરૂપ... સુગ્યાની કાયાદિકે હે સાખીધર થઈ રહ્યો, અંતર આતમરૂપસુ”-શ્રી આનંદઘનજી
૩. અક્ષેપ ત્રીજે જે “ક્ષેપ” નામનો ચિત્તદેષ કહ્યો હતો, તેને અહીં ત્યાગ હોય છે, કારણ કે આગલી બે દષ્ટિમાં ખેદ અને ઉદ્વેગ નામના બે દોષ દૂર થયા પછી આ દેષ પણ દૂર થાય છે. પ્રથમ ખેદ એટલે યોગક્રિયા પ્રત્યે મનનું અદઢપણું-થાકી જવું તે દૂર થાય છે. એટલે પછી તે યોગક્રિયા પ્રત્યેના દ્વેષરૂપ—અણગમારૂપ ઉદ્વેગ દેષ ટળે છે, વેડિયાપણું દૂર થાય છે. અને પછી સ્વાભાવિક ક્રમે “ક્ષેપ” દેષ પણ ટળે છે. ક્ષેપ એટલે ફેકાવું તે (ક્ષિધાતુ પરથી). ચિત્તનું જ્યાં ત્યાં ફેંકાવું-દોડવું તેનું નામ ક્ષેપ. કઈ પણ કિયા કરતાં કરતાં વચ્ચે વચ્ચે ત્યાંથી ઉખડી ઉખડીને ચિત્ત બીજે બીજે સ્થળે આડુંઅવળું
x" अतोऽन्तरायविजयों द्वन्द्वानभिहतिस्तथा । દોષપરિચાયઃ કણિધાનપુર:સર: || ”—શ્રી ય કૃત દ્વા દ્વા
તો તાનમિઘાત: - શ્રી પાતંજલ . સુ ૨-૪૮