Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
તારાષ્ટિ : અધિક ગુણી પ્રત્યે તીવ્ર જિજ્ઞાસા
અધિકના અધિક કૃત્યમાં, સલાલસા જિજ્ઞાસ તુલ્ય વિકલ નિજ કૃત્યમાં, દ્વેષ રહિત સત્રાસ. ૪૬
(૧૯૭ )
અર્થ :—ગુણથી અધિકના અધિક કૃત્ય પ્રત્યે લાલસાયુક્ત એવી જિજ્ઞાસા હાય, અને તુલ્ય એવા પેાતાના વિકલ-ખામીવાળા કૃત્ય પ્રત્યે દ્વેષ વિનાના સંત્રાસ હાય.
વિવેચન
વળી આ ષ્ટિમાં વત્તતા મુમુક્ષુ પેાતાના કરતાં અધિક ગુણવંત, ચઢીયાતી આત્મદશા વાળા એવા આચાર્યાદ્રિની પોતાના કરતાં ચઢીયાતી ક્રિયા દેખી, એમ ભાવે છે કે-અહા ! આ મહાજનેની આ ક્રિયા આવી ઉત્તમ પ્રકારની, આવી ઉચ્ચ કેટિની શી જિજ્ઞાસાઃ રીતે હોતી હશે ? એમ તેનું કારણ જાણવાની તેને તીવ્ર અભિલાષાવાળીદશાભેદ ઉત્કંઠાવાળી જિજ્ઞાસા ઉપજે છે; કારણ કે ચેાગના સ્થાન અસંખ્ય છે, અને મેહકર્મીની તરતમતાના કારણે, ન્યૂનાધિકતાના કારણે, એછાવત્તાપણાને લીધે, જીવની દશાના અસ`ખ્ય ભેદ પડે છે. આમ ક્ષયાપશમની ભિન્નતાના કારણે, કેટલાક જીવા પેાતાનાથી હીન–ઉતરતી પંક્તિના હાય, કેટલાક પેાતાની સમાન પૉંક્તિના હાય, ને કેટલાક પેાતાનાથી ચઢીયાતી પંક્તિના હેય. આમ સન્માગે પ્રયાણ કરતા, આગળ વધતા, આત્મવિકાસ સાધતા જીવેાની દશાના ભેદ હાય છે.એટલે તેએની ધર્મક્રિયા પણ તેવા પ્રકારની તરતમતાવાળી હોય છે, ઊંચી-નીચી કક્ષાની હાય છે.
તેમાં આ દૃષ્ટિમાં સ્થિતિ કરતા યાગી જ્યારે પેાતાનાથી ચઢીયાતી આત્મદશાવાળા મહાનુભાવ મહાત્માઓને દેખે છે, પેાતાનાથી ગુણમાં અધિક એવા ભાવાચાર્યને, ભાવઉપાધ્યાયને, ભાવસાધુને, ભાવશ્રાવકને કે અન્ય કેાઈ મુમુક્ષુને ભાળે છે, સાન'દાશ્ચર્ય ત્યારે તે વિસ્મયમાં પડી જાય છે. જ્યારે તે તેનું પેાતાના કરતાં વધારે ધન્ય ! અન્ય ! વિશુદ્ધિવાળુ ધર્મધ્યાન જુએ છે, જ્યારે પેાતાના કરતાં વધારે મળવાળે! દઢ ધરગ નીરખે છે, જ્યારે પેાતાના કરતાં વધારે ભક્તિ ઉલ્લાસવાળી ભગવ’તની ભાવભક્તિ ભાળે છે, જ્યારે પેાતાના કરતાં વધારે આત્મવીચેાલ્લાસવાળી તપ–સ્વાધ્યાય-પ્રતિક્રમણ-વંદનાદિ સક્રિયા નીહાળે છે, જ્યારે પેાતાના કરતાં અધિક વિકાસ પામેલા તેએના અહિં’સા-સત્ય આદિ સાક્ષાત્ દેખે છે, અને જ્યારે પેાતાના કરતાં અધિક આત્મપરિણતિ પામેલા તેઓના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ ગુણ પ્રત્યક્ષ કરે છે,-ત્યારે આ યોગદૃષ્ટિવાળા ચેાગી સાન દાશ્ચર્ય અનુભવી વિચારમાં પડી જાય છે કે-અહા! આ મહાત્માઓનું ધર્મધ્યાન ! અહે। ભાવભક્તિ ! અહે। ધર્ગ! અહે। તપ-સ્વાધ્યાય ! અહે। મહિ'સા-સત્ય ! અહા દશન જ્ઞાન–ચારિત્ર ! અહા એમની બ્રાહ્ની સ્થિતિ ! અહા એમની અપૂર્વ આત્મપરિણતિ ! આ અદ્ભુત બ્રહ્મનિષ્ઠ મહાત્માએ આવી અદ્ભુત આત્મદશા કેમ પામ્યા હશે ? આવી. આશ્ચર્યકારક