Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
મિત્રાદષ્ટિ : ‘કારણ જોગે હો કારજ નીપજે
(૧૫૫)
મેાક્ષના અમેઘ સાધનરૂપ થઇ પડે છે. જેમ ચકેર કુદરતી રીતે જ ચંદ્રને ચાહે છે, જેમ ભમરા સ્વભાવથી જ માલતીને ભાગી બને છે, તેમ ભવ્ય-યેાગ્ય સુપાત્ર જીવ પણુ સહજ ગુણે કરીને ઉત્તમ નિમિત્તના સચેગ પામે છે.
“ વ્યસન ઉદય જે જલધિ અનુહરે, શશિને તેજ સંબધે;
અણુસ'ખ'ધે કુમુદ અનુહરે, શુદ્ધ સ્વભાવ પ્રખધે....થાશુ”—શ્રી યશોવિજયજી “ ઉત્તમ સંગે રે. ઉત્તમતા વધે, સધે આનંદ અનાજી ”શ્રી દેવચ`દ્રજી
અને આ ઉત્તમ નિમિત્તને ચેગ પણ શા કારણથી થાય છે? તે પણુ અહી સ્પષ્ટ કર્યું'' છે. ત્રણ અવ'ચકેતા ઉદયથી આ નિમિત્ત મળી આવે છે. આ અવંચક એક પ્રકારને ચેાગવિશેષ છે. તેનું સ્વરૂપ હવે પછી કહે છે. આ અવચકરૂપ કારણને યાગ અને તે તેવા નિમિત્તને યાગ બને છે.
નિમિત્ત અને ઉપાદાન
66 કારણ જોગે હા કારજ નીપજે, એમાં કોઇ ન વાદ;
પણ કારણ વિણ કારજ સાધિયે, એ નિજ મત ઉનમાદ, સભવ૦”શ્રી આનદઘનજી “ કારણથે કારજ સધે હા, એહ અનાદિકી ચાલ....લલના૰
દેવચંદ્ર પદ પાઇયે હા, કરત નિજ ભાવ સંભાલ....લલના.”—શ્રી દેવચ’દ્રજી
કારણ વિના કાર્ય થાય જ નહિ, આ સનાતન નિયમ છે, પણ એ કારણ વિના કાર્યં સાધવાની જે વાત કરે છે, તે તેા કેવળ પેાતાના મતનેા ઉન્માદ જ છે. છતાં કેટલાક લોકે। અસમજસ ભાવે ઉપાદાન અને નિમિત્તના યથાયેાગ્ય વિભાગ–સંબધની મર્યાદાનુ ભાન નહિ હેાવાથી, અથવા બાંધી લીધેલા ભ્રામક ખ્યાલને લીધે ઊંધું વિપસ્ત સમજતા હેાવાથી, એકાંતિક પક્ષ ગ્રહીને, ઉપાદાન ને નિમિત્ત જાણે એક બીજાના વિરાધી પ્રતિસ્પર્ધી હાય, એમ અર્થહીન શુષ્કજ્ઞાનરૂપ વાતાથી પરમ ઉપકારી નિમિત્તના અપલાપ કરતા રહીં, ‘ઉપાદાન ઉપાદાન ’એમ શબ્દ માત્ર કહેતા ફરે છે, તે શ્રી આનદઘનજીના શબ્દોમાં નિજ મત ઉન્માદ’ જ છે. કારણ કે એક્લા ઉપાદાનનેા કે એકલા નિમિત્તને એકાંતિક પક્ષ-આગ્રહ કરવા તે કેવલ વિપર્યાસરૂપ–ભ્રાંતિરૂપ પ્રગટ મિથ્યાત્વ જ છે. જે એવા એકાંતિક પક્ષ ગ્રહે છે, તે ઉપાદાન ને નિમિત્તને પરસ્પર સાપેક્ષ પૂર્ણ અવિધ સહુકારરૂપ સબધ જાણુતા જ નથી, અને એકાંતિક મિથ્યા અસત્ ઉત્સૂત્ર પ્રરૂપણા કરી જ્ઞાનીના સનાતન માનેા લાપ કરે છેતીના ઉચ્છેદ કરે છે. કારણ કે ઉપાદાનને ભૂકી એકલા નિમિત્તને પકડયાથી જેમ કાંઇ વળતુ નથી, તેમ નિમિત્તને છેડી એકલા ઉપાદાનથી પણ કાંઈ વળતું નથી.
.
ܕ