Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૧૦૦)
ગદષ્ટિસમુચ્ચય આમ ગૃહસ્થાદિને કારણવિશેષે કંઈક ઉપયોગિતા છતાં બાહ્ય શૌચનો આગ્રહ સર્વથા મિથ્યા છે. આત્માને પરપરિણતિરૂપ અંદરને મેલ જેમ બને તેમ સાફ કરે, અને આત્માને શુચિ-નિર્મલ-પવિત્ર શુદ્ધ સ્વભાવરૂપ સ્વધર્મ પ્રગટ કરે –એ જ સાચું ભાવ શૌચ સર્વ સંતજનેને સંમત છે.
અથવા શૌચ એટલે નિર્લોભતા, નિર્લોભીપણું. આ પણ અંતરશુદ્ધિરૂપ છે; કારણ કે લેભ સર્વ પાપનું મૂળ કહેવાય છે. લાભ વધે તેમ લેભ વધે એમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે.
“ચા તા રોહો.” માટે જેમ બને તેમ લેભને મર્યાદિત કર, શૌચ=નિર્લોભતા અમુક ચોક્કસ નિયમમાં આણ તે શૌચ છે. પરપદાર્થને ઈચ્છ,
પર પરિણતિમાં લેભાગું, પરવસ્તુની લાલચ રાખવી તે લેભના લક્ષણ છે. પરપરિણતિને રંગ જેમ જેમ દેવા જાય, તેમ તેમ નિર્લોભપણારૂપ શૌચ પ્રગટતું જાય છે. આ પરવસ્તુને લેભ-લાલસા ભાવ જેમ જેમ ઘટે તેમ તેમ શૌચ એટલે આત્માનું શુચિપણું-પવિત્રપણું પ્રગટે, અંત:શુદ્ધિ વધતી જાય. આમ બન્ને એકાવાચી છે.
અથવા શૌચ એટલે પ્રમાણિક્તા (Honesty) છે. જે પ્રમાણિક માણસ હોય, તે પારકી વસ્તુ રહે નહિં, સ્પશે પણ નહિં. તે આબાલવૃદ્ધ સર્વ કેઈ સમજી
શકે છે, માટે પરપદાર્થને જેમ બને તેમ હાથ પણ ન લગાડે તે શૌચ = શૌચ છે પારકી વસ્તુ ભૂલથી પણ લીધી હોય તે તે પાછી આપી પ્રમાણિકતા દેવી એ પ્રમાણિકપણારૂપ શૌચ છે. જેમ જેમ પરવસ્તુને ને પરપરિણતિને
સંસર્ગ રંગ છૂટતો જાય, તેમ તેમ શૌચ ગુણ ફુટ થતું જાય છે. આમ આ ત્રણે વ્યાખ્યાની એકવાક્યતા છે.
“હું કરતા હું કરતા પરભાવને હોજ, ભક્તા પુદ્ગલરૂપ;
કારક કારક ગ્રાહક એહને હજી, રાચ્ચે જડ ભવભૂપ...નમિપ્રભ૦–શ્રી દેવચંદ્રજી “ખાણ મૂત્ર ને મળની, રોગ જરાનું નિવાસનું ધામ;
કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ.”—શ્રીમદ્ રાજચંદ્રજી આ શૌચની ભાવનાથી આટલા ફળ આવે છે:-(૧) * સ્વાંગજુગુપ્સા–પિતાની કાયાના રૂપને વિચાર કરતાં તેનું અશુચિપણું જણાય છે, એટલે તે મલમૂત્રની ખાણ પ્રતિ જુગુપ્સા-ધૃણું ઉપજે છે, સૂગ આવે છે, અને આ કાયા અશુચિ છે. માટે એમાં લેશ માત્ર મિથ્યા મેહ-માન–આગ્રહ કર્તવ્ય નથી. (૨) અન્ય સાથે અસંગમ–બીજા કાય* “ જ્ઞોવાનું હા 7Tcણા ઘરસંસદા
સુણરવશુદ્ધિતૌબનાવ્યેનિયનથારમનત્યાન જ ”પા. . ૨, ૪૦-૪૧. " शौचभावनया स्वाङ्गजुगुप्साऽन्यैरसंगमः । सत्वशुद्धिः सौमनस्येका-याक्षजययोग्यता ॥"
-શ્રી યશોવિજયજીકૃત દ્વા દ્વા