________________
(૧૮૬)
ગદષ્ટિસમુચ્ચય નિયમ ન હોય, કારણ કે તેવા ક્ષપશમને અભાવ છે. એટલે કે પાછલી દૃષ્ટિમાં આગલી દષ્ટિને ગુણ હોય જ, પણ આગલીમાં પાછલીને ગુણ ન હોય.
૨. અનુદ્વેગ નહિં કિરિયા ઉદવેગ રે....મનમોહન મેરે.”—ગ દ૦ સઝાય–૨
તેમ જ અત્રે ઉદ્વેગ નામને બીજે ચિત્તદોષ ટળે છે, અનુદ્વેગ હોય છે. એટલે આત્મહિતના કાર્યમાં, પરક સંબંધી હિતસાધનના કાર્યમાં ઉદ્વેગ, કંટાળો, અણગમો ઉપજતું નથી. બેઠા બેઠા પણ કિયા પ્રત્યે જે અણગમો-અભાવ થવો તેનું નામ ઉદ્વેગ છે. (જુઓ પૃ. ૮૫) એટલે ઉદ્વેગવાળે પુરુષ તે યોગક્રિયાથી ઉભગે છે–દૂર ભાગે છે, અને કદાચ પરાણે કરવી પડે છે તે ક્રિયા રાજવેઠની જેમ ઉતાવળે ઉતાવળે આટોપી લે છે, ઝટપટ પતાવી દે છે ! એથી ઊલટું, આ દૃષ્ટિવાળા પુરૂષને અનુક્રેગ હોય છે. ધર્મક્રિયા પ્રત્યે ઉદ્વેગ-અણગમો હેતે નથી, ગસાધન પ્રત્યે દ્વેષ હોતો નથી, એટલે તે ધર્મકાર્યમાં વેઠ કાઢતે નથી, રાજાના હુકમથી મન ન હોય છતાં પરાણે કરવું પડતું હોય એવું તે કરતો નથી, ઝટઝટ ઉતાવળે ઉતાવળે ધર્મક્રિયા પતાવી દેતે નથી ! ભગવાનને બે હાથ જોડયા-ન જોડ્યા, ચોખાની બે-ત્રણ ઢગલી મૂકીન મૂકી, ને તે ભાગ નથી ! . પરંતુ એને તે યોગક્રિયા-ધર્મક્રિયા પ્રત્યે પરમ પ્રેમ હોય છે. તે જાણે છે કે આ હું જે ધર્મકૃત્ય કરવા ઈચ્છું છું, તે હારા પોતાના જ આત્મકલ્યાણ માટે છે, આ યોગ
સાધનથી હારે હારું પરિભ્રમણ દુ:ખ ટાળવું છે. આમ હોવાથી યોગક્રિયા પ્રીતિ તે આત્માથી મુમુક્ષુ પુરુષ પ્રત્યેક ધર્મક્રિયા પરમ ઉલ્લાસ ભાવથી કરે
છે, અદમ્ય ઉત્સાહથી ને શાંતિથી કરે છે. તે પ્રભુભક્તિ કરતે હોય તે ભક્તિતન્મયપણે પરમ પ્રેમથી કરે છે. તે સદ્ગુરુ-સપુરુષની સેવાશુશ્રષા કરતો હોય, તે પરમ આદરથી વિનયપૂર્વક કરે છે. તે સક્શાસ્ત્રનું શ્રવણ કરતે હેય તે ધ્યાન દઈને કરે છે. તે સામાયિક, પ્રતિક્રમણ આદિ કરતે હોય તે યથાવિધિ શુદ્ધભાવે કરે છે. અને આવા આ મુમુક્ષુ જોગીજનને આ અનુગ પણ અખેદ સહિત હોય છે. કારણ કે અખેદ હોય તે જ પછી અનુદ્વેગ આવે, એટલે પ્રથમ દૃષ્ટિમાં જે ખેદ દોષ દૂર થે, તે પણ અહીં તેમ જ છે. આમ આ યોગી પુરુષ ધર્મપ્રવૃત્તિ કરતાં ખેદ પામતે નથીથાકતા નથી.
૩. તત્ત્વજિજ્ઞાસા જિજ્ઞાસા નામને બીજો ગુણ અહીં પ્રગટે છે. જિજ્ઞાસા એટલે તત્વ જાણવાની ઈચ્છા, ઉત્કંઠા, ઇંતેજારી. તત્ત્વનું સ્વરૂપ જાણવાની તમન્ના ઉપજવી, તાલાવેલી લાગવી તે ખરી જિજ્ઞાસા છે. સાચી જિજ્ઞાસા વિનાનું જે જાણવું છે-જ્ઞાન છે, તે ઉપરછલું હોય છે,