Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
તારાદષ્ટિ : ચાર પ્રકારની ધમકથા, શુદ્ધ યોગીએ પ્રતિ બહુમાન
(૧૮૯) તે સાધક યોગ છે. તે સાધકગની પરાકાષ્ઠા-છેવટની હદ તે સિદ્ધ યોગ છે. તે સિદ્ધ યેગમાં સકલ કર્મને ક્ષય હોય છે, પૂર્ણાનંદમય સહજાન્મસ્વરૂપ પ્રગટે છે, આતમગુણની સંપૂર્ણતા નીપજે છે, ને યોગી આત્મભેગી થઈ સ્વસ્વરૂપમાં રમણ કરે છે.*
આવા એક્ષસાધક યોગ સંબંધી જે કાંઈ કથન હોય, અથવા આવા યોગને સાધનારા પુરુષની જ્યાં જ્યાં કથા-વાર્તા ચાલતી હોય, ત્યાં ત્યાં આ દષ્ટિવાળા મુમુક્ષુને
પરમ પ્રીતિ ઉલસે છે, પરમ પ્રેમ પ્રવહે છે. તેમજ સન્માગ પ્રત્યે ચાર પ્રકારની આકર્ષાનારી એવી આક્ષેપણું ધર્મકથા તેને અમૃત જેવી મીઠી લાગે . ધર્મકથા છે. અસમાગ પ્રત્યે વિક્ષેપ ઉપજાવનારી વિક્ષેપણ કથા તે રુચિથી
સાંભળે છે. કર્મવિપાકનું વિરસ પણું બતાવી સંવેગ–મેક્ષાભિલાષ જન્માવનારી સંવેજની કથા તેને ખૂબ ગમે છે. પાપકમને કડવો વિપાક દેખાડી નિર્વેદ-ભવવિરાગ્ય પેદા કરનારી નિવેજની કથા તેને રુચે છે. ટૂંકમાં, જ્યાં ક્યાંય આત્મકલ્યાણની કથા-વાર્તા ચાલતી હોય, જ્યાં ક્યાંય નિર્મલ ભક્તિ અમૃતરસનું પાન થતું હોય, જ્યાં કયાંય સદ્ગુરુના ગુણગણુનું ગૌરવ ગાન ગવાતું હોય, ત્યાં આ આત્માથી પુરુષ પરમ પ્રેમરસમાં નિમજજન કરે છે. કારણ કે આત્મહિતકર યોગકથાને તે પરમ દુર્લભ જાણે છે. તે જાણે છે કે-આ જગતમાં સર્વત્ર અર્થની કથા, કામની કથા, અત્યંત સુલભ છે. એક બીજા પ્રત્યે આચાર્ય પણુ-ગુરુ પણું કરતાં “જી કામગ-અર્થની કથા અનંતવાર સાંભળી છે, અનંતવાર પરિચિત કરી છે, અનંતવાર અનુભવેલી છે. પણ મેક્ષના સાધનરૂપ સકથા, વેગકથા, ધર્મકથા તેણે કદી સાંભળી નથી, પરિચિત કરી નથી, અનુભવી નથી. આમ તે જાણતે હેઈ, એવી ઝેર જેવી ભેગકથામાં તેને રસ કેમ પડે ? ને પરમ અમૃત જેવી પરમ દુર્લભ યોગકથા પ્રત્યે તેને પરમ પ્રેમ કેમ ન કુરે? “જિન ગુણ અમૃતપાનથી મન૦ અમૃત ક્રિયા સુપરસાય રે...ભવિ.
અમૃત ક્રિયા અનુષ્ઠાનથી મન, આતમ અમૃત થાય રે...ભવિ.”—શ્રી દેવચંદ્રજી “ગિરુઆ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિન રાયા રે,
સુણતાં શ્રવણે અમી ઝરે, મહારી નિર્મળ થાયે કાયા રે.”—શ્રી યશોવિજયજી * * ઉપશમ ભાવ હે મિશ્ર ક્ષયિકપણે, જે નિજ ગુણ પ્રાગભાવ;
પૂર્ણાવસ્થાને નીપજાવતે, સાધન ધર્મ સ્વભાવ...સ્વામી સ્વયંપ્રભને જાઉં ભામણે. સમકિત ગુણથી હે શલેશી લગે, આતમ અનગમ ભાવ:
સંવર નિર્જરા હે ઉપાદાનહેતા, સાધ્યાલંબન દાવ...સ્વામી શ્રી દેવચંદ્રજી * “ सुदपरिचिदाणुभूदा सव्वस्स वि कामभोगबंधकहा ।
પ્રચારકુવéમા નવર જ ગુરુ વિત્તરણ ”—શ્રી સમયસાર