________________
(૧૮૪)
ગદષ્ટિસમુચ્ચય “પપધ્યાને રવિરૂપ થાય, તે સાધીને સમ રહી સહાય; મહાન તે મંગળ પંક્તિ પામે, આવે પછી તે બુધન પ્રણામે. નિર્ચથ જ્ઞાતા ગુરુ સિદ્ધ દાતા, કાં તો સ્વયં શુક પ્રપૂર્ણ ખ્યાતા; ત્રિગ ત્યાં કેવળ મંદ પામે, સ્વરૂપ સિદ્ધ વિચરી વિરામે.”
૪. સ્વાધ્યાય-સક્ઝાય, પ્રણવપૂર્વક મંત્રોને જ; અથવા સશાસ્ત્રનું વાંચન, મનન, નિદિધ્યાસન કરવું, પરિશીલન કરવું તે સઝાય. આત્મતત્વને અભ્યાસ કરવો, ચિંતન કરવું તે સ્વાધ્યાય છે. દેહાદિ સમસ્ત પર વસ્તુથી હું સર્વથા ભિન્ન એ શુદ્ધ ચૈતન્યમૂત્તિ આત્મા છું, એવી આત્મભાવને ભાવતા રહી, દેહમાં આત્મબુદ્ધિ છોડી દેવી, દેહાધ્યાસ છોડી દેવ, અને આત્મામાં આત્મબુદ્ધિ કરવી, એ ઉત્તમ પ્રકારના સ્વાધ્યાય છે. અથવા તેવી આત્મભાવનાને પુષ્ટ કરે, એવા અધ્યાત્મ ગ્રંથ વાંચવા-વિચારવા; વૈરાગ્ય-ભક્તિવાહી પદે, ભજન, સ્તવન ગાવા, લલકારવા; શંકાસમાધાન અર્થે પૃચ્છા કરવી; નિરભિમાનપણે જાણે પિતાના આત્માને બોધ દેતા હોય એવી રીતે ધર્મકથા-વ્યાખ્યાન કરવું, વૈરાગ્ય ભાવના ભાવવી,-એ વગેરે સ્વાધ્યાયના પ્રકાર છે. સ્વાધ્યાયથી ઈષ્ટ દેવતાનું દર્શન થાય છે. સ્વાધ્યાયાદિદેવતાસં : ” (પાઇ થo ૨-૪૪).
“ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરી રે, પરિશીલન નય હેત.”–શ્રી આનંદઘનજી “આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવલજ્ઞાન છે.”
૫. ઈશ્વરપ્રણિધાન–એકાગ્ર ચિત્તે પરમાત્મા પરમેશ્વરનું ધ્યાન ધરવું, ચિંતન કરવું તે ઈશ્વરપ્રણિધાન. તેના સ્વરૂપ સાથે ચિત્તનું અનુસંધાન–જેડાણ કરવું, ચિત્તનું લીનપણું કરવું, તન્મયપણું કરવું તે ઈશ્વરપ્રણિધાન કહેવાય છે. ઈશ્વર એટલે જેનામાં જ્ઞાનાદિ અનંત એશ્વર્ય આવિર્ભત થયું છે-પ્રગટ થયું છે, જે અનંત આત્માદ્ધિના સ્વામી-પ્રભુ-ઈશ્વર બન્યા છે તે. જેણે પરમ એવા પરમાત્મપદને પ્રાપ્ત કર્યું છે, એવા શુદ્ધ સિદ્ધ આત્મા તે ઈવર.
“સે ઈશ્વર દેવ, જેણે ઈશ્વરતા હો નિજ અદભુત વરી;
તિરોભાવની શક્તિ, આવિર્ભાવે હે સકલ પ્રગટ કરી.” “જેહના ધર્મ અનંતા પ્રગટયા, જે નિજ પરિણતિ વરિયે; પરમાતમ જિનદેવ અહીં, જ્ઞાનાદિક ગુણ દરિયે રે...સ્વામી ! વિનવિયે મનરગે.”
–શ્રી દેવચંદ્રજી એવા પરમાત્મા-પરમેશ્વર પદને પ્રાપ્ત થયેલ ઈશ્વરનું પ્રણિધાન કરવું, એકાગ્ર ચિત્તે ધ્યાન-ચિંતન કરવું તે ઈશ્વરપ્રણિધાન છે. પછી તે ઈશ્વરને ભલે પ્રભુ, જિન, અહંત , શિવ, શંકર, બુદ્ધ વગેરે અનેક નામે ઓળખવામાં આવતું હોય. કારણ કે નામભેદ છતાં અર્થભેદ નથી. તથારૂપ યથાર્થ ગુણવાળું ઈશ્વરપણું હોય એટલે બસ. તે ઈશ્વરપણું જ પૂજ્ય છે, પછી ગમે તે નામે મરે. જેમકે –