________________
(૧૭૮)
યોગદષ્ટિસમુચ્ચય છાણને અગ્નિ તણખલાના અગ્નિ કરતાં કંઈક વધારે પ્રકાશવંત, વધારે સ્થિતિવાળે, વધારે સ્પષ્ટ હોય છે, તેમ આ દષ્ટિનો બોધ પણ પ્રથમ કરતાં કંઈક વધારે વિશદ-ચેક હોય છે. તોપણ તે લગભગ મિત્રા દૃષ્ટિ જેવો જ છે, માત્ર માત્રાને જ ફેર છે. એટલે જેમ છાણાના અગ્નિકણને પ્રકાશ ઇષ્ટ પદાર્થનું બરાબર દર્શન કરાવી શકતું નથી, તેમ આ દષ્ટિને બંધ તત્વથી–પરમાર્થથી ઇષ્ટ એવા આત્મતત્ત્વાદિનું દર્શન કરાવી શકતો નથી, ઝાંખે ખ્યાલ માત્ર આપે છે, કારણ કે છાણાને અગ્નિ લાંબે વખત ટકતો નથી, છેડીવારમાં બૂઝાઈ જાય છે, તેમ આ દૃષ્ટિને બોધ પણ તેને સમ્યક બરાબર પ્રયોગ કરી શકાય એટલે વખત સ્થિતિ કરતો નથી-ઝાઝીવાર ટકતું નથી. છાણાના અગ્નિનો પ્રકાશ મંદ-ઝાંખો હોય છે, તેમ આ દૃષ્ટિને બોધપ્રકાશ પણ અલ્પ–મંદ વીર્યવાળો હોય છે. છાણનો અગ્નિ જોતજોતામાં ઓલવાઈ જાય છે, તેની દઢ સ્થિતિ રહેવા પામતી નથી, તેમ અત્રે પણ અલ્પ વીર્યસ્થિતિવાળા બોધને દઢ સ્મૃતિસંસ્કાર રહેતું નથી, એટલે જીવનમાં આચરણરૂપ પ્રગ વેળાએ પટુ-નિપુણ એવી સ્મૃતિ હોતી નથી. અને આમ છાણાના અગ્નિને પ્રકાશ સાવ પાંગળો હોવાથી, તેના વડે કરીને કંઈ ખરૂં પદાર્થ દર્શનરૂપ કાર્ય બનવું સંભવતું નથી, તેમ આ દૃષ્ટિમાં બેધનું વિકલપણું–હીનપણું હોવાથી, અત્રે ભાવથી વંદનાદિ કાર્ય બનતા નથી, દ્રવ્ય વંદનાદિ હોય છે.
તેમ જ આ બીજી યોગદષ્ટિ છે, એટલે આગળ કહેલા નિયમ પ્રમાણે, તેમાં (૧) યોગનું બીજુ અંગ નિયમ, (૨) તથા બીજા દેષના ત્યાગરૂપ અનુગ, (૩) અને બીજા જિજ્ઞાસા નામના ગુણની પ્રાપ્તિ થાય છે.
૧. યોગનું બીજું અંગ : નિયમ “શૌચ સંતેષ ને તપ ભલું....મનસઝાય ઈશ્વર ધ્યાન રે...મન
નિયમ પંચ ઈંહાં સંપજે...મન”—ગ દસઝાય-૨,-૧
યમ નામનું યોગનું પ્રથમ અંગ પ્રાપ્ત થયા પછી, ક્રમ પ્રમાણે, તેનું બીજું અંગ નિયમ અહીં સાંપડે છે. અહિંસા વગેરે જે યમ છે, તે યાજજીવ-જીવે ત્યાં લગી ધારણ કરવાના હોય છે, અને જે નિયમ છે તે પરિમિત-મર્યાદિત કાલ પર્વતના, અમુક મુકરર નિયત વખત માટેના હોય છે. ‘નિયમ: પરિમિતાસો વાવઝીä ચમો પ્રિયતે |’ (રત્નકરંડ શ્રાવકાચાર). જેમકે-સ્વાધ્યાય, તપ વગેરે અમુક ચોકકસ અવધારિત સમય માટે હોય છે, ચાવજ જીવ હતા નથી, માટે તે નિયમ કહેવાય છે. તે નિયમ મુખ્ય એવા પાંચ છેઃ (૧) શૌચ. (૨) સંતેષ, (૩) તપ, (૪) સ્વાધ્યાય, (૫) ઈશ્વર પ્રણિધાન. અને તેના વળી તરતમતાના કારણે, કક્ષાદે કરીને, ઇચ્છા વગેરે ચાર પ્રકાર છે-ઈચ્છાનિયમ, પ્રવૃત્તિનિયમ, સ્થિરનિયમ, સિદ્ધિનિયમ.
૧. શૌચ–એટલે શુચિપણું, શુદ્ધિ, પવિત્રપણું; મનનો મેલ સાફ કરે છે,