Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
મિત્રાદષ્ટિ : યોગાચક, દિયાવંચક, ફલાવંચક
(૧૫૯) અવિસંવાદી હોય અને પછી પુરુષને તેવા સપુરુષવરૂપે ઓળખી, તેના પ્રત્યે જે વંદન, નમસ્કાર, વૈયાવચ્ચ વગેરે ક્રિયા કરવામાં આવે તે દિયાવંચક કહેવાય; તે ક્રિયા કદી વચે નહિં-ફોગટ જાય નહિ, અચૂકપણે અવશ્ય ધર્મલાભદાયી થાય જ. અને આમ સપુરુષ સદ્ગુરુને તથારૂપે ઓળખી, તેના પ્રત્યે જે વંદનાદિ ક્રિયા કરવામાં આવી, તેનું ફલ પણ કદી વંચે નહિં, અમેઘ હોય, અચૂકપણે પ્રાપ્ત થાય, તે ફેલાવંચક જાણવું. આ ત્રણ અવંચક અહીં આ દષ્ટિમાં દ્રવ્યથી હોય છે.
“સદ્ગુરુ વેગે વંદન ક્રિયા, તેહથી ફલ હોય જેહે રે; વેગ ક્રિયા ફલ ભેદથી, વિવિધ અવંચક એહ રે...વીર”—શ્રી એગ સક્ઝાય ૨-૧૨
આ અવંચક ત્રિપુટીને બાણુની લક્ષ્યકિયાની ઉપમા બરાબર ઘટે છે. જેમ લક્ષ્યને–નિશાનને બરાબર તાકીને છોડેલું બાણ લક્ષ્યને અવશ્ય વિધે, ચૂકે નહિ, ખાલી
જાય નહિં–અફળ થાય નહિં, નિજ કાર્યની સિદ્ધિ કરે; તેમ શુદ્ધ બાણની લક્ષ્યને આત્મસિદ્ધિરૂપ લક્ષ્યને અનુલક્ષીને–તાકીને કરવામાં આવેલા ગ, ક્રિયા યિાની ઉપમા ને ફળ અવંચક હોય, અવશ્ય પોતાના સાધ્યરૂપ લક્ષ્યને સાધે, અમેઘ
અચૂક હોય, અવિસંવાદીપણે સ્વકાર્યની ચોક્કસ સિદ્ધિ કરે. આમાં નિશાનને બરાબર તાકીને બાણને ધનુષ્ય સાથે ચેગ-જોડાણ થવું, અનુસંધાન થવું, તેની બરાબર યેગાવંચક છે. આમ બરાબર તાકેલા બાણની નિશાન પ્રત્યે ગમન કરવાની જે કિયા, તેની બરાબર કિયાવંચક છે. અને નિશાનને વિધવારૂપ જે કાર્યસિદ્ધિ થવી, તેની બરાબર ફલાવંચક છે. આ દષ્ટાંત ઘણું અર્થ રહસ્ય ભરેલું છે, ને તેના પરથી નીચેના મુદ્દા તારવી શકાય છે –
(૧) બાણને વેગ-અનુસંધાને બરાબર નિશાન તાકીને ન હોય, તે નિશાન પ્રત્યેની ગમનક્રિયા પણ આડીઅવળી–વાંકીચૂકી હોય, ને નિશાન ચૂકી જવાય; તેમ આત્મસિદ્ધિનો લક્ષ્ય બરાબર તાક્યા વિના જે યોગ વંચક હેય, તે તેની સાધક ક્રિયા પણ વંચક હોય અને ફલ પણ વંચક હોય. (૨) બાણને વેગ-જોડાણ બરાબર નિશાનને તાકીને કરવામાં આવેલ હોય, તે જ નિશાન પ્રત્યેની તેની ગમનક્રિયા સીધી સડસડાટ હોય, ને નિશાન વિધાય, ચૂકે નહિ તેમ આત્મસિદ્ધિને લક્ષ્ય બરાબર તાકીને જે વેગ અવંચક કરવામાં આવે, તે પછી તેની સાધક ક્રિયા પણ અવંચક હોય, અને સિદ્ધિરૂપ ફળ પણ અવંચક જ હોય આમ આ ઉપરથી ભંગી ફલિત થાય છે:-(૧) વેગ અવંચક હોય, તે ક્રિયા-ફલ અવંચક હોય. (૨) વેગ અવંચક હોય, તે પછીના કિયા-ફલ વંચક ન હોય. (૩) યોગ વંચક હોય, તે ક્રિયા-ફલ પણ વંચક હોય. (૪) ગ વંચક હય, તે ક્રિયા-ફલ અવંચક ન હેય. આ સર્વને નીચેની આકૃતિ પરથી બરાબર ખ્યાલ આવી શકશે –