________________
ચિત્રાદઃ અર્વ ચકનું નિમિત્ત સતપુરુષની ભક્તિ
(૧૫) વિવેચન ઉપરમાં જે ત્રણ અવંચક કહ્યા, તેની પ્રાપ્તિ પણ કયા નિમિત્તે કારણથી થાય? તે અહીં બતાવ્યું છે. સત્પુરુષ, સાચા સાધુગુણસંપન્ન સાચા સાધુપુરુષ પ્રત્યે વંદન, નમન, વૈયા
વચ્ચ, સેવા-સુશ્રષા વગેરે નિમિત્તથી તે અવંચકની પ્રાપ્તિ હોય છે. અવંચિકનું પ્રથમ તે સદ્દગુરુ સપુરુષને, સાચા સંતને જેગ થતાં, તેના પ્રત્યે નિમિત્ત સંત વંદનાદિ કરવામાં આવે. એમ કરતાં કરતાં પરિચયથી તે પુરુષના ભક્તિ સ્વરૂપની ઓળખાણ થાય, એટલે ચગાવંચક નીપજે. પછી તેની
તથારૂપ ઓળખાણ થયે, જે તેના પ્રત્યે વંદન-નમસ્કાર–વૈયાવચ્ચ વગેરે કિયા કરાય, તે યિાવંચકરૂપ હોય. અને પુરુષ, સાચા ભાવસાધુ પ્રત્યેની તેવી વંદનાદિ ક્રિયાનું ફળ પણ અમેઘ-અચૂક હય, એટલે ફલાવંચક હોય. આમ આ બધાનું મૂળ સાચા ભાવાચાર્યરૂપ સદ્ગુરુ સપુરુષની નિમળ ભક્તિ છે.
આ પ્રકારે જ ઉત્તમ નિમિત્તના સાગથી ઉપર કહેલા અવંચકત્રયની પ્રાપ્તિ હોય છે, એમ આપ્તપુરુષપ્રણીત સિદ્ધાંતમાં-આગમમાં દઢપણે સ્થાપવામાં આવ્યું છે. એવો સિદ્ધાંત
નિશ્ચિતપણે પ્રતિષ્ઠિત છે, એવી શાસ્ત્રમર્યાદા–સમય છે. એ સિદ્ધાંત અખંડ બિના નયન નિશ્ચયરૂપ હેઈ, કેઈ કાળે ફરે નહિં. સાક્ષાત્ સત્પરુષ સદ્દગુરુના યોગે પાવે નહિ? જ જીવને કલ્યાણમાર્ગમાં-મોક્ષમાર્ગમાં પ્રવેશ થાય, એમ ત્રણે કાળમાં
સ્થિતિ છે, એમ ત્રણે કાળમાં પરમાર્થ પામવાને માગ એક જ છે. કારણ કે “વિના નયનની વાત' એટલે કે ચર્મચક્ષુને અગમ્ય ને જ્ઞાનરૂપ દિવ્ય ચક્ષુને ગમ્ય એવી જે વાત છે, તે “વિના નયન’–સદ્ગુરુની દેરવણ વિના પ્રાપ્ત થાય નહિં; અને જે સગુરુના ચરણ સેવે, તે સાક્ષાત્ પ્રાપ્ત થાય. જે તરસ છીપાવવાની ઈચ્છા હોય, તો તે છીપાવવાની રીત પણ છે, અને તે પણ ગુરુગમ વિના કદી પ્રાપ્ત થાય નહિં,-એમ અનાદિ સ્થિતિ છે. અને તેવા પ્રકારે પરમ જ્ઞાની પુરુષએ ભાખ્યું છે –
“બિના નયન પાવે નહિં, બિના નયનકી બાત;
સેવે સદ્ગુરુ કે ચરન, સે પાવે સાક્ષાત્, બુઝી ચહત જે પ્યાસકી, હૈ બુઝની રીત;
પાવે નહિં ગુરુગમ વિના, એહી અનાદિ સ્થિત.”– શ્રીમદ્ રાજચંદ્રજી “પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન;
હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન.”—શ્રી આનંદઘનજી અને એવા ઉત્તમ સાચા સાધુ પુરુષની-ભાવગીરૂપ સાચા સદ્દગુરુની સંગતિને લાભ પણ કયારે મળે? તેવો ઉત્તમ “ગ” કયારે બને? તેનું કારણ પણ અહીં કહ્યું કે જ્યારે