________________
(૧૭૨)
ગદષ્ટિસમુચ્ચય અર્થ :–સામાન્યથી જે પ્રથમ ગુણસ્થાન વર્ણવવામાં આવ્યું છે, તે આ અવસ્થામાં તે અન્વથ યેગથી-શબ્દના બરાબર અથે પ્રમાણે, “મુખ્ય” એવું હોય છે.
વિવેચન આ મિત્રા નામની પહેલી દષ્ટિમાં કયું ગુણસ્થાનક હય, તેનું અહીં સૂચન કર્યું છે. શાસ્ત્રમાં જે “મિથ્યાષ્ટિ’ નામનું પ્રથમ “ગુણસ્થાન” કહ્યું છે, તે અહીં મુખ્યપણ ઘટે છે. એટલે આ મિત્રા દષ્ટિની દશામાં સાચેસાચું પ્રથમ “ગુણસ્થાન” તે શખના ખરેખરા અર્થમાં-નિરુપચરિતપણે ઘટે છે. કારણ કે ગુણોની ઉત્પત્તિનું પ્રાપ્તિનું સ્થાનક તે “ગુણસ્થાનક” કહેવાય. અને તેમાં પ્રાથમિક અવસ્થાના ગુણોનું જ્યાં કુરણ હોય તે પ્રથમ ગુણસ્થાન” યથાર્થ પણે કહેવાય. આવા તથારૂપ ગુણોની પ્રાપ્તિનું મંડાણપ્રારંભ પ્રથમ દષ્ટિમાં થાય છે, એગમાર્ગમાં પ્રવેશનું શુભ મુહૂર્ત આ પ્રથમ દષ્ટિ છે, સન્માર્ગ પ્રાપ્તિની યોગ્યતાનું આ મંગલાચરણ છે, મેક્ષની નીસરણીનું આ પહેલું પગથિયું છે, મહાન ગ-પ્રાસાદની આ પ્રથમ ભૂમિકા છે, ગ–પર્વત પર ચઢવાને આ પ્રથમ પ્રયાસ છે. આમ મુખ્યપણે અર્થાત્ નિરુપચરિતપણે આ દૃષ્ટિમાં પ્રથમ ગુણસ્થાનક વર્તે છે.
આ દષ્ટિ પ્રાપ્ત થયા પૂર્વે પણ સર્વ મિથ્યાદષ્ટિ જેની ગણત્રી પ્રથમ ગુણસ્થાનકમાં કરાય છે, પણ તે ઉપચરિતપણે, ગૌણપણે-મુખ્યપણે નહિં. એઓનું એ ગુણસ્થાનક નામનું હોય છે, ખરેખરૂં નહિં. કારણ કે તેમાં ગુણનું પ્રગટપણું નથી, ગુણનું સ્થાનક નથી, એટલે શબ્દના ખરા અર્થ મુજબ તે ગુણસ્થાનક નથી, કહેવા પૂરતું નામ માત્ર ગુણસ્થાન છે. આમ એ બંને પ્રકારમાં પ્રગટ ઘણો ફેર છે, આકાશ-પાતાલનું અંતર છે. જેમ કોઈ માણસ “રાજા” કહેવાતું હોય, ને કઈ ખરેખર રાજસત્તા ધરાવતે રાજા હોય, તે બેમાં જેટલું તફાવત છે, તેટલે આગલા ગુણ વગરના પ્રથમ ગુણસ્થાનમાં ને ગુણસંપન્ન એવા મિત્રાદષ્ટિવાળા પ્રથમ ગુણસ્થાનમાં છે.
અને અત્રે મિત્રાદષ્ટિમાં જે કે હજુ મિથ્યાત્વ ટળ્યું નથી ને સમ્યક્ત્વ મળ્યું નથી, છતાં પણ કેવા અદ્ભુત ઉત્તમ ગુણે અત્રે પ્રગટે છે, તે ઉપરમાં વિસ્તારથી વિવેચવામાં
આવ્યું છે. કારણ કે આપણે જોયું કે આ જગજનની આત્મમલિનતા મિત્રામાં ઘણું ઘણું દૂર થઈ હોય છે. એને સશુરુને ભેગ મળતાં, અવંચક ગુણપ્રાપ્તિ વયની પ્રાપ્તિ થાય છે. એની ચિત્તભૂમિ ચેકખી બને છે, વૈરાગ્યેજલના
સિંચનથી પિચી થાય છે, ને તેમાં ગબીજને નિક્ષેપ થાય છે. પરમાત્મા પ્રત્યે તેને શુદ્ધ ભક્તિ પ્રગટે છે, સગુરુની તે ઉત્તમ ઉપાસના કરે છે, ને સત્શાસ્ત્રની વિવિધ આરાધના કરે છે. દયા, અદ્રેષ, ગુણાનુરાગ, જનસેવા વગેરે મંગલ ગુણેનું તે ધામ બને છે. અને એટલું યથાપ્રવૃત્તિકરણ પામી, તે ગ્રથિભેદની નિકટ આવીને ઉભો છે. આમ અનેક ગુણના આવિર્ભાવથી–પ્રગટપણાથી આ જોગીજનને “સુયશ વિલાસનું ટાણું” મળ્યું છે ઉત્તમ યશ પ્રાપ્તિને “અપૂર્વ અવસર” સાંપડ્યો છે.