Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
મિત્રાદષ્ટિઃ છેલ્લું યથાપ્રવૃત્તકરણ અપૂર્વ જ
(૧૭૧) अपूर्वासन्नभावेन व्यभिचारवियोगतः । तत्त्वतोऽपूर्वमेवेदमिति योगविदो विदुः ॥ ३९ ॥ અપૂર્વના નિકટ ભાવથી, વળી વિના વ્યભિચાર;
એહ અપૂર્વ જ તત્વથી, જાણે ગાતાર, ૩૯ અર્થ :–અપૂર્વકરણના નિકટભાવથી, તથા વ્યભિચારના અભાવને લીધે, તત્ત્વથી આ-છેલ્લું યથાપ્રવૃત્તકરણ “અપૂર્વ” જ છે, એમ યોગવેત્તાઓ જાણે છે.
વિવેચન અને આ જે છેલ્લું યથાપ્રવૃત્તકરણ કહ્યું, તે અપૂર્વકરણની નિકટમાં–પાસમાં વતે છે તેથી કરીને, તે “અપૂર્વજ છે એમ યોગના જાણકાર પુરુષ કહે છે. કારણ કે તેમાં કદી વ્યભિચાર થતું નથી, આડી-અવળો ફેરફાર થતો નથી, એટલે કે તે છેલ્લા યથાપ્રવૃત્તકરણ પછી અપૂર્વકરણ નિયમથી આવે જ છે, એટલા માટે પરમાર્થથી તે
અપૂર્વ જ એટલે કે પૂર્વે કદી પ્રાપ્ત નહિ થયેલું એવું કહેવા ગ્ય છે. કારણમાં કાર્યને ઉપચાર કરવો એ ન્યાયની રીતિ છે. આવું “અપૂર્વ” યથાપ્રવૃત્તકરણ અનાદિ કાળથી આ જીવને પૂર્વે કદી પણ પ્રાપ્ત થયું નથી, આ અપૂર્વ આત્મવીલાસ પૂર્વે કદી આવ્યા નથી, આ “અપૂર્વ અવસર’ કદી પણ સાંપડ્યો નથી, પણ હમણાં આ દષ્ટિમાં આવતાં સાંપડ્યો છે માટે આ છેલા યથાપ્રવૃત્તકરણને “અપૂર્વ” નામ આપ્યું તે સાર્થક છે.
અહીં જ ગુણસ્થાનનું જન કહે છે –
प्रथमं यद्गुणस्थानं सामान्येनोपवर्णितम् । अस्यां तु तदवस्थायां मुख्यमन्वर्ययोगतः ॥ ४० ॥ સામાન્યથકી વર્ણવ્યું, જે પ્રથમ ગુણસ્થાન;
અન્તર્થ યોગથી મુખ્ય તે, એહ અવસ્થા સ્થાન, ૪૦ વૃત્તિ-પૂર્વીસમાવેર–અપૂર્વકરણના નિકટભાવરૂપ હેતુવડે, તથા ચમિયાવિત – વ્યભિચારના વિયોગરૂપ કારણને લીધે, (વ્યભિચાર ન થતો હોવાથી), તરગતઃ-તત્વથી, પરમાર્થથી, પૂર્વઆ છેલું યથાપ્રવૃત્ત અપૂર્વે જ છે, હૃત્તિ ચાલવા વિટુ-એમ યોગવિદો જાણે છે, એ ભાવ છે.
વૃત્તિઃ–પ્રથમ-પ્રથમ, આઘ, પહેલું, ચTીસ્થાનં–જે ગુણસ્થાન, મિશ્રાદષ્ટિ નામનું ગુણસ્થાન, સામાન્યને પળતY-સામાન્યથી આગમમાં વર્ણવવામાં આવ્યું છે. “નિદરિદી સાસાયારૂ –એ વચન ઉપરથી. લક્ષ્ય તુ તવસ્થા–તે આ અવસ્થામાં જ, મુત્યે-મુખ્ય, નિરુપચરિત એવું. કયા કારણથી ? તે કે–ગવર્થાતઃ–અન્વથે યોગથકી, અર્થને અનુસરતા શબ્દના યોગથી, (શબ્દના ખરેખરા અર્થમાં). એવા ગુણના ભાવથી–હેવાપણુએ કરીને ‘ગુણસ્થાનની ઉ૫પત્તિ છે એટલા માટે, (ગુણસ્થાન નામ ઘટે છે એટલા માટ). | જીત મિત્રાદઃિ II.