Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
મિત્રાદષ્ટિ : છેલું યથાપ્રવૃત્તકરણ-ભાવમલ અ૯પતા
(૧૬૯) થાઓ !* સર્વ પ્રાણીગણ પરહિત નિરત થાઓ ! સર્વ દોષ નાશ પામે! સર્વત્ર લોકે સુખી થાઓ !” ઈત્યાદિ શુભ ભાવના તે ભાવે છે. કારણ કે આ જોગીજનને ભાવગરૂપ ભાવમલ ઘણોખરો ક્ષીણ થઈ ગયો છે, લગભગ ધોવાઈ જવા આવ્યો છે, તેથી કરીને માંદગીમાંથી ઊઠેલા, લગભગ સાજા થઈ ગયેલા પુરુષને જેમ રહી સહી ઝીણી ઝીણી ફરિયાદો હરકત કરતી નથી, તેના પેદા કામની આડે આવતી નથી, તેમ આ છેડા ભાવમલવાળા જોગીજનને રદ્યાસહ્ય વિકારો ઝાઝી બાધા ઉપજાવતા નથી; ને આત્મહિતરૂપ કાર્યમાં પ્રવર્તતાં અટકાવતાં નથી, રેકતા નથી. એટલે તે અવશ્ય અહિત પ્રવૃત્તિમાંથી નિવર્તે છે, અને હિત પ્રવૃત્તિમાં પ્રવર્તે છે. આમ અન્વય-વ્યતિરેકવડે, હકાર-નકારાત્મક દલીલથી, ભાવમલની અલ્પતા થયે, અવંચકત્રયની પ્રાપ્તિ હોય છે, એ સિદ્ધાંતને અત્યંત દઢ કર્યો. આ જે હમણાં કહ્યું તે બધું ય જ્યારે ઉપજે છે, તે દર્શાવવા માટે કહે છે–
यथाप्रवृत्तिकरणे चरमेऽल्पमलत्वतः आसन्नग्रन्थिभेदस्य समस्तं जायते ह्यदः ॥३८ । ચરમ યથાપ્રવૃત્તિમાં, અલ્પમલત્વ પ્રભાવ
ગ્રંથિભેદની નિકટને, ઉપજે આ સહુ ભાવ, ૩૮ અર્થ:– છેલ્લા યથાપ્રવૃત્તિ કરણમાં, અલ્પમલપણાને લીધે, જેનો ગ્રંથિભેદ નિકટમાં છે, એવા પુરુષને આ સમસ્ત નિશ્ચયે ઉપજે છે.
વિવેચન “એહ અવંચક યોગ તે, પ્રગટે ચરમાવજો રે; સાધુને સિદ્ધદશા સમું, બીજનું ચિત્ત પ્રવે રેવર”—શ્રી ગઢ સક્ઝાય ૨-૧૪
ઉપરમાં જે આ બધું ય કહેવામાં આવ્યું તે ક્યારે ઉપજે છે ? છેલ્લા યથાપ્રવૃત્તિકરણમાં ઉપજે છે. કયા કારણથી ઉપજે છે? ભાવમલના અલ્પપણારૂપ કારણથી. કેને ઉપજે છે? ગ્રંથિભેદ નિકટ છે. પાસમાં છે, એવા સંત જેગીજનને, આમ છેલ્લા યથાપ્રવૃત્તિકરણમાં, આત્માને મેલ ઘણે ઘણે દેવાઈ ગયે હોય ત્યારે ગ્રંથિભેદ પાસે આવેલા જીવને, આ ઉપરમાં કહેલું બધું ય પ્રાપ્ત થાય છે. તેને માસિકમ આ પ્રકારે –
વૃત્તિ-ગથાઇવૃત્તિ -પૂર્વે જેનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે એવા યથાપ્રવૃત્તિકરણમાં, જમે-ચરમ, છેલ્લા પચતવતી એવા, કામરરવતઃ–અલ્પમલપણરૂપ કારણને લીધે, માનવંથિમેઘ-જેને ગ્રંથિભેદ નિકટ છે એવા સંતને, સનત્તy-સમસ્ત હમણાં જ જે કહ્યું કે, કાચતે હ્ય – આ નિશ્ચય ઉપજે છે. ૪ “રિવારસર્વજ્ઞાતઃ પતિનારા મવંતુ ભૂતકાળrઃ |
g: પ્રથા ના સર્વત્ર જુવિને મવંતુ છે: "-- શ્રી બૃહત શાંતિસ્તવ