Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૧૬૮)
સાજો રોગવિકારથી, બાધિત થાય ન જેમ; ઇષ્ટાર્થ પ્રવર્ત્ત-વૃત્તિથી, હિતમાં આ પણ તેમ, ૩૭
યોગદૃષ્ટિસમુચ્ચય
અર્થ :—અલ્પવ્યાધિવાળા પુરુષ જેમ લેાકમાં તેના વિકારાથી ખાધા પામતા નથી, અને ઇષ્ટ સિદ્ધિને અર્થે પ્રવૃત્તિ કરે છે, તેમ આ (યાગી ) વૃત્તિથી જ હિતમાં પ્રવૃત્તિ કરે છે.
વિવેચન
ઉપરમાં જે ઘણા ભાવમલની ક્ષીણતા થયે, અવંચક પ્રાપ્તિની વાત કહી, તેનુ' અહી અન્વયથી એટલે કે વિધિરૂપ પ્રતિપાદનપદ્ધતિથી ( Positive Affirmation ) સમન કર્યું; છે. તેમાં પ્રથમ આ દૃષ્ટાંત રજૂ કયુ” છે:-કાઈ એક મનુષ્ય છે. તે મેાટી બિમારીમાંથી ઊઠયો છે. તેને રાગ લગભગ નષ્ટ થયેા છે. તે લગભગ સાજો થઇ ગયા છે. માત્ર ખૂજલી વગેરે નાનાસના ક્ષુદ્ર-નજીવા મામૂલી વિકારે ખાકી છે, પણ તે રહ્યાસહ્યા તુચ્છ વિકારા તેને ઝાઝી માધા કરતા નથી, બહુ હેરાન કરતા નથી, તેમ જ તેના રાજના કામમાં આડખીલી-અટકાયત કરતા નથી. અને આવેા અલ્પ વ્યાધિવાળા, લગભગ સાજો થઇ ગયેલા પુરુષ પેાતાના કુટુંબના ભરણુપેાષણ ખાતર રાજસેવા, વેપાર વગેરે ઈષ્ટ કાર્યની સિદ્ધિ અર્થે પ્રવર્તે છે.
તે જ પ્રકારે આ મિત્રા દૃષ્ટિમાં વત્તતા યાગી વૃત્તિથકી જ ઇષ્ટ સિદ્ધિ અર્થે પ્રવૃત્ત છે. આ વૃત્તિ ધમચેાનિ-ધમના જન્મસ્થાનરૂપ છે, ધર્મની જન્મદાત્રી જનનીએ છે. અને તે વૃત્તિ ચાર છેઃ-(૧) ધૃતિ, (૨) શ્રદ્ધા, (૩) સુવિવિદિષા, (૪) વિજ્ઞપ્તિ. વૃત્તિ ચારી આવી ચાર પ્રકારની વૃત્તિને આ મિત્રા દૃષ્ટિવાળા યાગીને સ'ભવ હાય છે. એટલે એને પ્રથમ તેા ધર્મકાર્યમાં ધૃતિ હોય છે, ધીરજ હાય છે. પ્રભુના
"
ચરણુ શરણે ' તે ‘મરણ સુધીની છેક' દૃઢ ધીરજ ધારણ કરે છે; ફળની તાત્કાલિક અપ્રાપ્તિથી પણ તે નિરાશ થઇ અધીરજ ધરતા નથી; કારણ કે તેને દૃઢ શ્રદ્ધા છે આ પ્રભુભક્તિ આદિ ધમ કૃત્યનું ફળ અવશ્યમેવ માક્ષ છે, માટે એની સાધનાને પુરુષાથ કર્યા કરવા એ જ ઉચિત છે. એવી શ્રદ્ધાવાળા હેાવાથી તે ધતું વિશેષ ને વિશેષ સત્સ્વરૂપ જાણવાની ઉત્કંઠા ધરાવે છે, વિવિદિષા રાખે છે. અને તેવી જિજ્ઞાસાથી પ્રેરિત થઈને તે જાણવા માટે સદ્ગુરુને વિજ્ઞપ્તિ-વિનતિ કરે છે, અને તેથી કરીને તેને વિજ્ઞપ્તિ-વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આમ ધર્મની માતા જેવી ઉત્તરાત્તર શુભ વૃત્તિએ આ મહાત્મા મુમુક્ષુ જોગીજનને ઉદ્દભવે છે,
આ શુભ વૃત્તિએને અહી સંભવ હૈાવાથી, અલ્પ વ્યાધિવાળા પુરુષની જેમ આ ચેગી કાય વૃત્તિઓને દૃઢ નિરોધ કરે છે, દુષ્ટ અશુભ વૃત્તિને શકે છે, ને શિષ્ટ વૃત્તિઓના પ્રભાવે કરી સ્વરસથી જ હિતાય માં પ્રશ્નો છે, આત્માનું શુભ પ્રવૃત્તિ કલ્યાણ થાય એવા શુભ કાર્ય કરે છે. તે યથાશક્તિ દાન દ્દીએ છે, સદાચાર આદિપ શીલ પાળે છે, અને ‘સવ' જગતનું કલ્યાણુ