Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
મિત્રાદષ્ટિ : સંતચરણ આશ્રય વિના પંચક
(૧૬૩)
આટલું બધું એ બિચારાએ અનંતવાર કર્યું હશે! પણ તેના હાથમાં હજુ કાંઈ આવ્યું નહિ! તેના હાથે તે ખાલી ને ખાલી ! મિક્ષ તે હતો એટણે જ દૂર પડયો છે !
કારણ કે એક મૂળભૂત કારણ જે કરવાનું સૌથી પ્રથમ અગત્યનું હતું, તદપિ ક હાથ તેને તેને વેગ ન બને; સાચા સદ્દગુરુને તેને વેગ ન મળ્યો, એટલી હજુ ન પર્યો” એક ખામી રહી ગઈ ! એટલે એના એ બધાં સાધન સ્વરૂપે સાચા છતાં,
તેને તે બંધનરૂપ બની એળે ગયા, શૂન્યમાં પરિણમ્યા! હજાર કે લાખે વિજળીની બત્તી ગઠવી હોય, પણ એક “મેઈન સ્વીચ” (મુખ્ય ચાવી) ચાલુ ન હોય, તે બત્તી પ્રગટે નહિં, અંધારું જ રહે તેમ અનંત સાધને કરે, પણ સદ્ગુરુને વેગ ન હોય, તે જ્ઞાન–દી પ્રગટે નહિં, અંધારૂં જ રહે. આ અંગે—જાણે સાક્ષાત્ જગદ્ર ગર્જના કરતા હોય, એ પ્રગટ ભાસ આપતા પરમ વેધક વચને શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રકાશ્યા છે
“યમ નિયમ સંયમ આપ કિયે, પુનિ ત્યાગ બિરાગ અથાગ લિ. વનવાસ લિયે મુખ મૌન રિયે, દઢ આસન પા લગાય દિયે. મન–પન નિધિ સ્વર્બોધ કિયે, હઠ જોગ પ્રાગ સુતાર ભયે; જપભેદ જપ તપ ત્યૌહિ તપે, ઉરસેહિ ઉદાસિ લહી સબપે. સબ શાસ્ત્રના કે નય ધારિ હિયે, મતમંડન ખંડન ભેદ લિયે, વહ સાધન બાર અનંત કિયે, તદપિ કછુ હાથ હજુ ન પ. અબ કયાં ન બિચારત હે મનસે, કછુ એર રહા ઉન સાધનસેં; બિન સદ્દગુરુ કેય ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાત કહે ? કરુના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુગમકી; પલમેં પ્રગટે મુખ આગલસેં, જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસે; તનસેં, મનસું, ધનસું, સબસે, ગુરુદેવકિ આન સ્વઆત્મ બસે; તબ કારજ સિદ્ધ બને અપને, રસ અમૃત પાહિ પ્રેમઘને.”
–શ્રીમદ્ રાજચંદ્રજી આમ સંતચરણના આશ્રય વિના સમસ્ત સાધનક્રિયાદિ પરમાથે નિષ્ફળ ગયા છે, વંચક બન્યા છે, ઠગનારા બન્યા છે. ભાવયોગી એવા સાચા સતપુરુષને-ભાવસાધુને
આશ્રય કરવામાં આવે, તે જ સસ્વરૂપને લક્ષ થવાથી અવંચક ગ, સંતચરણ અવંચક ક્રિયા ને અવંચક ફલ થાય. એટલા માટે જ અત્રે મહાત્મા આશ્રય વિના શાસ્ત્રકારે “સાધુને આશ્રીને’–સંતને આશ્રય કરીને, એ શબ્દો વંચક પર ખાસ ભાર મૂક્યો છે. કારણ કે આ અવાચક ત્રિપુટીની પ્રાપ્તિ થયા
પૂર્વેના જીવને જે જે યોગ થયા છે, જીવે છે જે ક્રિયા આચરી છે, જીવને જે જે ફળ મળ્યા છે, તે બધાય ઉપર બતાવ્યા પ્રમાણે વંથક-છેતરનારા થયા છે;