________________
મિત્રાદષ્ટિ : બાણની લક્ષ્યક્રિયાની ઉપમા
(૧૬૧) છે ! (૩) અથવા સદ્ગુરુ મળ્યા હોય, પણ પિતાનામાં તેવી યોગ્યતા ન હોય, તો પેગ ન મળ્યા બરાબર થાય છે. લગન વેળા ગઈ ઊંઘમાં તેના જેવું થાય છે!
અને બીજું એ સમજવાનું છે કે બાણનું નિશાન-લક્ષ્ય એક જ હોય છે. તે નિશાનથી આડુંઅવળું-વાંકુંચૂકું, ઉપર નીચે બાણ જાય, તે નિશાન-વિધાતું નથી, ખાલી જાય છે,
અફળ જાય છે, અથવા આડા-અવળા અલક્ષ્ય વિધવારૂપ અનેક ફળ લક્ષ્ય એક જ થાય છે, પણ એક ઈષ્ટ લક્ષ્ય પામવારૂપ ફળ મળતું નથી. તેમ પરમાર્થમાં
પણ એક જ નિશાન છે, એક જ લક્ષ્ય છે. અને તે શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા મોક્ષ એ જ એક લક્ષ્ય છે. એટલે જે યેગ, જે ક્રિયા તે એક મોક્ષ પ્રત્યે લઈ જાય, તે જ સફળ છે, બાકી બીજી બધી અફળ છે. અથવા તે એક મોક્ષરૂપ ફળને ચૂકી જઈ, ચારે ગતિમાં રખડવારૂપ અનેક ફળ* આપનારી છે. આમ અવંચક એવા રોગ, ક્રિયા ને ફલની એકતા છે, અને વંચક એવા ગ, ક્રિયા ને ફલની અનેકતા છે.
એક કહે સાધિયે વિવિધ કિરિયા કરી, ફલ અનેકાંત લેચન ન દેખે; ફલ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિમાંહે લેખે...ધાર તરવારની”
–શ્રી આનંદઘનજી આમ એક જ લક્ષ્યના અનુસંધાન–જેડાણરૂપ જે યોગ બને, તેના જ અનુસંધાનરૂપ ક્રિયા જે કરવામાં આવે, અને તેના જ સંધાનરૂપ એક મેક્ષફળ જે મળે, તે એ ત્રણે અવંચક છે. પણ એક જ લક્ષ્યના અનુસંધાનરૂપ ગ ન હોય, વિવિધલક્ષી અનેકાંત કિયા હોય, અને તેથી કરીને વિવિધ અનેકાંત ફળ-ચારે ગતિમાં રડવડવારૂપ ફળ મળે, તે એ ત્રણે વંચક છે. અને આ લક્ષ્યનું ભાન પણ સદ્ગુરુ સન્દુરુષના સમાગમ ભેગથી થાય છે, માટે સાચા સદૂગુરુને ચોગ તથારૂપ ઓળખાણ તે કારણનું પણ કારણ હોવાથી ગાવંચક છે, તે સત્પરુષ સદ્ગુરુના સેવા, ભક્તિ આદિ કરવા તે ક્રિયાવંચક છે, અને પરંપરાએ તેના ફલરૂપે મોક્ષની પ્રાપ્તિ થવી તે ફલાવંચક છે.
“જીવને જ્ઞાની પુરુષનું એાળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લાભ મળાં પડવાને પ્રકાર બનવા છે, કે જેમ બની અનુક્રમે તે પરિક્ષીણપણાને પામે છે. પુરુષનું એાળખાણ જેમ જેમ જીવને થાય છે, તેમ તેમ મતાભિગ્રહ, દુરાગ્રહતાદિ ભાવ મેળા પડવા લાગે છે, અને પિતાના દેશ જેવા ભણી ચિત્ત વળી આવે છે. વિકથાદિ ભાવમાં નીરસપણું લાગે છે કે જુગુપ્સા ઉત્પન્ન થાય છે. x x x જીવને * "जे अबुद्धा महाभागा वीरा असमत्तदंसिणो । असुद्धं तेर्सि परकतं सफलं हाइ सव्वा ।। जे य बुद्धा महाभागा वीरा सम्मत्तदंसिणे । सुद्धं तेसिं परत तं अफलं हाइ सव्वसा" ।।
શ્રી સૂયગડાંગ સૂત્ર (પરમાર્થ માટે-જુઓ-શ્રીમદ રાજચંદ્ર, પત્રાંક, ૩૯૧. ઉપદેશનોંધ ૩૨)