Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૧૫૮)
યોગદષ્ટિસમુરચય योगक्रियाफलाख्यं यच्छ्रयतेऽवञ्चकत्रयम् । साधुनाश्रित्य परममिषुलक्ष्यक्रियोपमम् ॥३४॥ અવંચકત્રય પરમ જે, લેગ ક્રિયા ફલ નામ; સાધુ આશ્રી–તે બાણની, લક્ષ્ય ક્યિા સમ આમ, ૩૪
અર્થ–સાધુઓને-સપુરુષોને આશ્રીને, વેગ ક્રિયા ને ફલ નામનું પરમ અવંચકત્રય (ત્રિપુટી) સંભળાય છે તેને બાણની લક્રિયાની ઉપમા છે.
વિવેચન નિર્મલ સાધુ ભગતિ લહી...સખી, યોગ અવંચક હોય... સખી. કિરિયાવંચક તિમ સહી સખી. ફલ અવંચક જોય રે સખી ચંદ્રપ્રભુ”-શ્રી આનંદઘનજી
ગાવંચક, કિયાવંચક અને ફલાવંચક એ ત્રણ પ્રકારના અવંચકની ત્રિપુટી શાસ્ત્રમાં કહેલ છે. આ અવંચક એક પ્રકારને અવ્યક્ત સમાધિવિશેષ-ગવિશેષ છે, નાના
પ્રકારના ક્ષપશમને લીધે ઉપજતે તેવા પ્રકારને આશયવિશેષ-ચિત્તત્રણ અવંચક પરિણામવિશેષ છે. “અવંચક” એટલે શું? અવંચક એટલે વંચે નહિ,
છેતરે નહિ તે જે કદી ખાલી ન જાય, ચૂકે નહિ, આડોઅવળો વાંકો જાય નહિ, એ અમેઘ, અચૂક, અવિસંવાદી, રામબાણ તે અવંચક. યોગ એવો કે કદી વંચે નહિં–ચૂકે નહિં-વાંકે જાય નહિ તે ચગાવચક, ક્રિયા એવી કે કદી વંચે નહિં– ફેગટ જાય નહિં–વાંકી જાય નહિ તે કિયાવંચક. ફલ એવું કે કદી વચે નહિં-ખાલી જાય નહિ –વાંકુ જાય નહિં, તે ફ્લાવંચક.
આ પરમ-ઉત્તમ એવું અવંચકત્રય સાધુઓને એટલે કે સાચા સાધુગુણથી શોભતા સપુરુષને આશ્રીને છે, સાચા “મુનિ' એવા જ્ઞાની પુરુષોને અવલંબીને છે, એમ તેનો સંબંધ સમજવાનું છે. એટલે કે સાચા સાધુસ્વરૂપ સપુરુષને-સદ્દગુરુને યોગ, જોગ, તથારૂપ ઓળખાણ તે ગાવંચક છે; તે યુગ કદી વચે નહિ. અમેઘ હોય, અવશ્ય - વૃત્તિઃ-nયાસ્ટાર્થ મા છૂયતેડક્વત્રથમૂ-કારણ કે યોગ, ક્રિયા ને ફલ નામનું અવંચકવ્રય આગમમાં સંભળાય છે,–“ચાવશ્વ: જિયાયa%; સ્ટાવઢઃ ' એ વચન ઉપરથી. આ અવ્યક્ત સમાધિ જ છે,–તેના અધિકારમાં પાઠ છે તેથી. આ ચિત્ર (જુદા જુદા) ક્ષય પશમથકી તથા પ્રકારનો આશયવિશેષ છે. અને આ સાધુનાશ્રિય-સાધુઓને આશ્રીને, સાધુઓ એટલે મુનિઓ; vમા–પરમ એવું' અવ સ્વરૂપથી તે આ પુસ્ત્રáપિકમુ-બાજુની લક્ષ્યક્રિયાની ઉપમાવાળું છે. બાણુની લક્ષ્યક્રિયા, તેની પ્રધાનતાએ કરીને, તેનાથી અવિસંવાદિની જ હોય,નહિં તે લક્રિયાપણાને અલગ હોય તેટલા માટે. (બાણ બરાબર તાકે એ જ લયક્રિયા, નહિં તો લક્ષ્યક્રિયા બને નહિં.) એમ સાધુઓને આશ્રીને વેગવંચક છે. તેના વેગનો અવિસંવાદી હોય છે; એમ તેની વંદનાદિ ક્રિયા અને તેના ફલતે આશ્રીને, આ એમ જ, દ્રવ્યથી છે.