________________
મિત્રાદષ્ટિ : ઉપાદાન અને નિમિત્ત
(૧૫૭)
પણ મને નહિં તેમ જીવને નિજ સત્તાગત ધર્માં તે ઉપાદાન છે. નિજ સત્તાએ સર્વ જીવ સિદ્ધ સમા છે, પણ તે શક્તિથી છે. તે ઉપાદાનની વ્યક્તિ માટે-પ્રગટપણા માટે અર્થાત્ ઉપાદાન ઉપાદાનકારણપણે પરિણમે તે માટે તે નિમિત્ત કારણની અવશ્ય જરૂર છે. શુદ્ધ એવુ પુષ્ટ નિમિત્તકારણ વિધિપૂર્વક ન સેવે તે અનંતકાળે પણ કદી સિદ્ધિ થાય નહિં, ઉપાદાન પ્રગટે નહિ. તેમ જ ઉપાદાનનું દુક્ષ્ય કરી માત્ર નિમિત્ત સેન્યાથી પણ કાર્યસિદ્ધિ થાય નહિ. અન્નેના સહકારથી જ સિદ્ધિ નીપજે.
ઉપાદાન આતમ સહી રે, પુષ્ટાલબન દેવ.....જિનવર પૂજો
ઉપાદાન કારણપણે રે, પ્રગટ કરે પ્રભુ સેવ....જિન॰ શ્રી સ ́ભવ.”
“ નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણી,
પ્રભુ અવલઅન સિદ્ધિ, નિયમા એહ વખાણી...પ્રણમા”—શ્રી દેવચદ્રજી
માટે તાપ કે ઉપાદાનનુ નામ લઇ, જે એ નિમિત્ત છેડી દીએ, તેએ સિદ્ધિ પામતા નથી, ને ભ્રાંતિમાં ભૂલા ભમે છે. આ અચલ સિદ્ધાંત જ્ઞાની પુરુષાએ કહ્યો છે. સદ્ગુરુની આજ્ઞા, જિનદશા અને પ્રસ્તુતમાં આ અવ'ચકત્રય એ નિમિત્તકારણ છે. તે નિમિત્તકારણ સેવ્યા વિના–આરાધ્યા વિના આત્મજાગૃતિ આવે નહિ. આ અંગે પરમ તત્ત્વષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીના ટકાટ્લી વચનામૃત છે કેઃ—
“ સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણમાંય. ઉપાદાનનું નામ લઈ, જે એ ત્યજે નિમિત્ત;
પામે નહિ સિદ્ધત્વને, રહે બ્રાંતિમાં સ્થિત.”—શ્રી આત્મસિદ્ધિ
અર્થાત્ “ સદ્ગુરુ આજ્ઞા આદિ તે આત્મસાધનનાં નિમિત્તકારણ છે, અને આત્માનાં જ્ઞાનદનાદિ ઉપાદાન કારણ છે; એમ શાસ્ત્રમાં કહ્યુ' છે; તેથી ઉપાદાનનુ' નામ લઇ જે ફાઇ તે નિમિત્તને તજશે તે સિદ્ધપણાને નહીં પામે, અને ભ્રાંતિમાં વર્ત્યા કરશે, કેમકે સાચા નિમિત્તના નિષેધાથે તે ઉપાદાનની વ્યાખ્યા શાસ્ત્રમાં કહી નથી, પણ ઉપાદાન અજાગ્રત રાખવાથી તારૂ સાચા નિમિત્ત મળ્યા છતાં કામ નહીં થાય, માટે સાચા નિમિત્ત મળ્યે તે નિમિત્તને અવલંબીને ઉપાદાન સન્મુખ કરવું, અને પુરુષા રહિત ન થવું; એવા શાસ્ત્રકારે કહેલી તે વ્યાખ્યાના પરમાથ છે.”
—શ્રીમદ્ રાજચંદ્ર
• અવ’ચક ઉદયથી’ એમ કહ્યુ એટલે એનું સ્વરૂપ પ્રતિપાદન કરવા કહે છે—