Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૧૫૬)
યોગદષ્ટિસમુચય શાસ્ત્રમાં ઉપાદાનની વાત કહી છે તે વાત ખરી, પણ તે કાંઈ નિમિત્તને નિષેધ કરવા માટે કે એનું ઓછું મૂલ્યાંકન કરવા માટે કહી નથી, પણ જીવને પુરુષાર્થ જાગૃતિ અર્થે સાપેક્ષપણે કહી છે, એટલે કે શુદ્ધ નિમિત્તના પ્રબળ અવલંબનપૂર્વક આત્મપુરુષાર્થ જાગ્રત રાખવા માટે કહી છે. તે એટલે સુધી કે શ્રુતજ્ઞાનનું-આજ્ઞાનું અથવા જિન ભગવાનનું અવલંબન બારમાં ગુણઠાણાના છેલ્લા સમય પર્વત કહ્યું છે, તે પણ શુદ્ધ નિમિત્તનું સેવન કેટલું પ્રશસ્ત ને ઉપકારી છે એ સૂચવે છે. માટે યુક્ત પક્ષ એ છે કે શુદ્ધ નિમિત્તને આશ્રયથી ઉપાદાનની શુદ્ધિ પ્રગટ કરતા રહી જીવે આગળ વધવું જોઈએ, આત્મવિકાસ સાધવે જોઈએ. અને એ જ જિન ભગવાનને સનાતન રાજમાર્ગ છે. આ અંગે શ્રી વિશેષાવશ્યકમાં પ્રજ્ઞાનિધિ શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણજીએ તથા શ્રી અરનાથ–મલિનાથ-મુનિસુવ્રત જિન સ્તવમાં પરમ અધ્યાત્મરસપરિણત મહાત્મા દેવચંદ્રજી મહામુનિએ સૂમ મીમાંસા કરી સાંગોપાંગ નિર્ણય બતાવ્યો છે, તે મુમુક્ષુને અત્યંત મનનીય છે. અત્રે વિસ્તારભયથી તેનો પ્રાસંગિક નિર્દેશ માત્ર કર્યો છે :“કૌં કારણ યોગ કારજ સિદ્ધિ લહેરી,
કારણ ચાર અનુપ કાર્યાથી તેહ શહેરી...પ્રણામે શ્રી અરનાથ”–શ્રી દેવચંદ્રજી
કર્તા કારણના ગે કાર્યસિદ્ધિ પામે છે, માટે કાર્યને અર્થે હોય તે ચાર અનુપમ કારણે ગ્રહે છે. તેમાં મુખ્ય બે કારણ છે-ઉપાદાન અને નિમિત્ત. વસ્તુને નિજ સત્તાગત ધર્મ તે ઉપાદાન છે. તે ઉપાદાન પિતે ઉપાદાનકારણપણે ન પ્રગટે ત્યાં સુધી કાર્યસિદ્ધિરૂપ વસ્તુસ્વરૂપે પ્રગટતું નથી, અને ઉપાદાનકારણ પણ નિમિત્તકારણ વિના પ્રગટતું નથી. અર્થાત કર્તાના પ્રાગે નિમિત્તકરણના અવલબન-ઉપકારથી ઉપાદાન ઉપાદાનકારણપણે પરિણમે છે અને તેથી જ કાર્યસિદ્ધિ થાય છે. વળી ઉપાદાનકારણપણું ન થતું હોય તે નિમિત્તનું નિમિત્તકારણપણું પણ રહેતું નથી, અર્થાત્ નિમિત્ત નિમિત્તકારણ કહેવાતું નથી. જ્યારે તથારૂપ ઉપાદાનકારણ પ્રગટતું જતું હોય, ત્યારે જ તે ખરેખરૂ નિમિત્તકારણ કહેવાય છે, નહિ તે નહિ. આમ કરૂં પતે કાર્યરુચિ થઈ કાર્ય કરવા પ્રવર્તે–પુરુષાર્થ કરે અને શુદ્ધ પુષ્ટ નિમિત્ત કારણને વિધિપૂર્વક આશ્રય કરતે રહી, ઉપાદાનને ઉપાદાનકારણપણે પ્રગટાવતે જાય તો કાર્યસિદ્ધિ થાય; નિમિત્ત અને ઉપાદાનના સહકાર-સહયોગથી જ કાર્ય નીપજે. “નિજ સત્તાગત ધર્મ તે ઉપાદાન ગણતરી.” ઉપાદાને ઉપાદાન પરિણતિ નિજ વસ્તુની રે, પણ કારણ નિમિત્ત આધીન પુષ્ટ અપુષ્ટ દુવિધ તે ઉપદિ રે, ગ્રાહક વિધિ આધીન...એલડી. મુનિસુવત”
–શ્રી દેવચંદ્રજી દાખલા તરીકે —-ઘડે બનાવવામાં માટી છે તે ઉપાદાન છે, પણ દંડથક વગેરે નિમિત્ત ન મળે તે તે એની મેળે ઉપાદાન કારરુપણે પરિણમે નહિં, અને માટીમાંથી ઘડે કદી