Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
મિત્રાદષ્ટિ : ગુણીને અદ્વેષ, ઔચિત્યથી સર્વની સેવા
(૧૫૧) “હે છભ! તું પુણ્યશાળી જીવોનાં સુચરિત્રો ઉચારી પવિત્ર થા, સુપ્રસન્ન થા! બીજાની કીર્તાિ સાંભળવાનો રસ પામી મારા બંને કાનો આજે સુકર્ણ અર્થાત્ સફળ થાઓ ! અહો ! બીજાની ઉત્તમ લક્ષમી, બીજાનું ઐશ્વર્ય દેખી મારાં લોચને ઠરે, દ્રવો, એમાંથી હર્ષાશ્રુ આવો ! હે જીભ! હે કાન ! હે ચક્ષુ ! અસાર સંસારમાં આવી ભાવના એ જ તમારા જન્મનું પરમ સાર્થક છે.”
-શ્રી મનસુખભાઈ કરતચંદ્રકૃત શાંતસુધારસ વિવેચન. “ધન્ય ધન્ય તે જીવ પ્રભુ પદ સેવી છે, જે દેશના સુણે; જ્ઞાન ક્રિયા કરે શુદ્ધ, અનુભવેગે છે નિજ સાધકપણે, સેવો ઈશ્વર દેવ.”–શ્રી દેવચંદ્રજી મૈત્રી ભૂતમાં, ગુણીમાં પ્રમોદ, દુઃખી જીવોમાં કરુણા પ્રયોગ, માધ્યચ્ય વૃત્તિ વિપરીત પ્રત્યે, હે દેવ ! ધારા મુજ આત્મ નિત્યે.” -શ્રી અમિતગતિ આચાર્ય કૃત * સામાયિક પાઠ (ડે. ભગવાનદાસ અનુવાદિત)
૩. ઔચિત્યથી સર્વત્ર અવિશેષપણે સેવન શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે ઔચિત્યથી, ઉચિતપણાથી, જ્યાં જેમ ઘટે તેમ સેવા કરવી તે ત્રીજું લક્ષણ છે. “ઉચિતપણાને અનુસરવાથી અસંતૃપ્રવૃત્તિ દૂર થાય છે, ને સપ્રવૃત્તિમાં પ્રવર્તન થાય છે, તેથી કરીને ચોક્કસ કર્મક્ષય થાય છે.”X માટે જ આત્માથી હોય તે જ્યાં જ્યાં જે જે કરવું ઘટે છે, તે તે કરે, અને જ્યાં જ્યાં જે જે સમજવું ઘટે છે, તે તે સમજે.
“જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તિહાં સમજવું તે;
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ.”—શ્રી આત્મસિદ્ધિ અને તેમાં પણ અવિશેષથી-કઈ પણ જાતના ભેદભાવ વિના, સામાન્યપણે દીન-દુઃખી વગેરે સર્વ કોઈની પણ યથારોગ્ય સેવા કરવી, એ ઉચિત સેવા છે. અત્રે ઉચિતપણું, યથાયેગ્યપણું આમ સમજવું: મુનિ–સાચા સાધુગુણથી યુક્ત એવા સત્ પાત્ર પુરુષ પ્રત્યે જે સેવા કરવામાં આવે, ત્યાં ભક્તિભાવનું પ્રધાનપણું ઉચિત છે. દુઃખી, દીન, અપંગ વગેરે પ્રત્યે કંઈ સેવા કરવામાં આવે તેમાં અનુકંપા ભાવનું પ્રધાનપણું ઉચિત છે. * આ દીન-દુઃખી (મૂળ શ્લેક) * “સરવેy મૈત્રી કુળિg ઘઉં, દિપુ નીવેષ કૃપાપાä
माध्यस्थ्यवृत्ति विपरीतवृत्तौ, सदा ममात्मा विदधातु देव ॥" x "अस्यौचित्यानुसारित्वात्प्रवृत्ति सती भवेत् । - સંતવૃત્તિ નિયમાત્રઃ ચતઃ ”—શ્રી યોગબિન્દુ, * " अनुकंपाऽनुकंप्ये स्याद्भक्तिः पात्रे तु सङ्गता । - અન્યથાથીરતુ રાણામતિવા સક્ષમ ”—શ્રી યશોવિજયજીકૃત દ્વા દ્વા