________________
મિત્રાદષ્ટિ : બીજથા પ્રીત-શુદ્ધ શ્રદ્ધા
(૧૪૩) અર્થ અને ગબીજનું શ્રવણ થતાં, સંવેગથકી સ્થિર આશયવાળી પ્રતિપત્તિ માન્યતા; અને તેને પરિશુદ્ધ એવો મહોદયવાળ ઉપાદેયભાવ --(આ પણ ગબીજ છે.)
વિવેચન
“બીજકથા ભલી સાંભળી, રોમાંચિત હોય દેહ રે;
એહ અવંચક યુગથી, લહિએ ધરમ સનેહ રે...વીર”–શ્રી દવ ૧૧ ઉપરમાં જે ગબીજ કહ્યા, તે ગબીજનું શ્રવણ થતાં, તે યોગ વિષયની કથા વાર્તા સાંભળતાં સંવેગથી–પરમ ભાલાસથી “આ એમ જ છે એવી જે માન્યતા થવી, પ્રતિપત્તિ
થવી, તે પણ ગબીજ છે. તે કથા સાંભળતાં એવો સંગ-ભાવાવેશરૂપ બીજકથાને પ્રેમ શ્રદ્ધાવિશેષ ઉપજે, એ પ્રેમ ફુરે કે-“આ મેં જે શ્રવણ કર્યું તે શુદ્ધ શ્રદ્ધા એમ જ છે, તત્તિ છે,’ એવા સહજ ઉદ્દગાર નીકળી પડે. આવી
પ્રતિપત્તિ, માન્યતા, સહણ, અંતરાત્માથી સ્વીકાર થે, તે પણ ગબીજ છે. અને આ પ્રતિપત્તિ-શ્રદ્ધા પણ સ્થિર આશયવાળી હોય. કારણ કે આ યોગદષ્ટિમાં વર્તનારા મુમુક્ષુના ચિત્તની સ્થિતિ એવી હોય છે કે તેમાં વિસ્રોતસિકાને એટલે કે ઉપર કહ્યું તેથી ઊલટા પ્રવાહને અભાવ-અસંભવ હોય છે, તેને ચિત્તનું વહેણ એકધારૂં પ્રસ્તુત માન્યતા ભણું સ્થિરપણે વહ્યા કરે છે; તેથી ઊલટું– ધું વહેણ થતું નથી.
અને એટલા માટે જ આ મુમુક્ષુ જોગીજન,જ્યારે ક્યાંય પણ પ્રભુભક્તિની, ગુરુભક્તિની કે મૃતભક્તિની વાર્તા ચાલતી હોય, ત્યારે તે પ્રેમમય ભક્તિરસમાં નિમગ્ન થાય છે, પરમ ભાલ્લાસમાં આવી જાય છે, તેના શરીરમાં રોમાંચ ઉલ્લસે છે–રૂંવાડા ખડા થાય છે, અને સંવેગમાં–અત્યંત આવેશમાં આવી જઈને તે બોલી ઊઠે છે–આ જે કહેવામાં આવે છે તે બધું ય એમ જ છે. પ્રભુભક્તિ આદિને ખરેખર ! એ જ અતુલ અચિંત્ય પ્રભાવ છે. અને આમ તે સાચા અંત:કરણથી માને છે, શ્રદ્ધે છે. આવી અંતરંગ શ્રદ્ધાસહણું અત્યંત આવશ્યક છે. કારણ કે તેવી શ્રદ્ધા વિનાનું ગબીજનું સેવન શું ફળ આપે? શુદ્ધ શ્રદ્ધા વિનાની જે કંઈ ક્રિયા કરવામાં આવે છે તે તે “છાર પણ લિપણું” જેવું છે, “એકડા વિનાના મીડા” જેવું છે. ગીરાજ આનંદઘનજીએ ગર્જના કરી છે કે
દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે? કિમ રહે? શુદ્ધ શ્રદ્ધાન આણે; શુદ્ધ શ્રદ્ધાન વિણ જેહ કિરિયા કરે, છાર પર લિંપણે તે જાણધાર તરવારની.”
ગ્રંથકાર મહર્ષિ તે હજુ એક ડગલું આગળ વધીને કહે છે કે બીજશ્રુતિમાં શ્રદ્ધાની વાત તે દૂર રહી, પણ તેના પ્રત્યે ઉપાદેય ભાવ --આ ગ્રહણ કરવા યોગ્ય છે એવો