________________
(૧૪૬)
યોગદુષ્ટિ સમુચ્ચય તે આત્મસ્વભાવનું મલન–સ્થંભન કરે છે, એટલા માટે તે “માલ” કહેવાય છે. તેમાં પણ ઘણું પુદ્ગલપરાવત્ત કરાવે એટલે ભાવમલ દૂર થયો હોય ત્યારે જ આ ગબીજની પ્રાપ્તિ થાય છે. આ આ આત્મમલિનતારૂપ ભાવમલ જ્યારે ઘણે ઘણે ક્ષીણ થઈ ગયો હાય, ને ચિત્તભૂમિ ચોકખી થઈ હોય, ત્યારે જ પ્રાયે મનુષ્યોને આ ગબીજ સાંપડે છે. અહીં મનુષ્યને એમ કહ્યું, તેનું કારણ-ઘણું કરીને તેઓ જ આના મુખ્ય અધિકારી હોય છે, –એ છે. બાકી તે ચારે ગતિમાં આ ભાવમલની ક્ષીણતા સંભવે છે. એટલે ચારે ગતિમાં ગબીજનું ગ્રહણ હોઈ શકે છે.
અને આમ આત્માનો અંદરને મેલ ઘણો ઘણે સાફ થઈ ગયે, ચિત્ત-ભૂમિમાં ગબીજનું વાવેતર થાય છે, એટલા માટે જ અહીં કહ્યું કે-“અવ્યક્ત ચૈતન્ય મહતું કાર્ય કરે નહિં; અર્થાત્ જેનું ચૈતન્ય હજુ અવ્યક્ત છે–પ્રગટ્યું નથી, એ બાલ જીવ ક્યારેય પણ આ ગબીજ ગ્રહણ કરવા જેવું મોટું કાર્ય કરવા સમર્થ થાય નહિં. કારણ કે જેનામાં હજુ ચૈતન્યની સ્પષ્ટ કુરણું–જાગ્રતિ થઈ નથી, જેનામાં હિત-અહિતના વિવેકનું ભાન આવ્યું નથી, જેને આત્મા હજુ ગાઢ મોહનિદ્રામાં પડ્યો છે, જેને આત્મા જાગ્યે નથી,-એ બાલ અજ્ઞાની જીવ ક્યારેય મેટું કામ કેમ કરી શકે ? આહાર-નિદ્રાજ્ય-મૈથુન આદિ સંજ્ઞાને પરવશ તે બિચારે પિતામાંથી જ પરવારતે ન હોય, તે બીજું શું કરી શકે ? તે આ પ્રકારે.
નિગદમાં તેમ જ એકે દ્રિયમાં જીવ અત્યંત મૂચ્છિત અવસ્થામાં હોય છે. બેઈદ્રિય, તેઇદ્રિય, ચઉરિદ્રિય એ વિલ અવસ્થામાં પણ ચૈતન્યની અવ્યક્ત દશા હોય છે. અસલી
પંચંદ્રિયમાં પણ તે જ સંમૂરિષ્ઠમ જેવી સ્થિતિ હોય છે. સંજ્ઞી પંચેંજિનદર્શનાદિ ક્રિયમાં જલચર, સ્થલચર, ને ખેચર વગેરે તિર્યંચ પર્યાને વિષે પણ
ગબીજની હિતાહિતનું ભાન પ્રાયે હોતું નથી, પામર ગમારપણું હોય છે. દેવમાં દુર્લભતા સુખવિલાસનિમગ્નતા-સુખમાં ગરકાવપણું હોય છે. અને નરકમાં દુઃખ
નિવાસનિમગ્નતા-દુ:ખમાં ડૂબવાપણું હોય છે, એટલે એ આડે બીજું કાંઈ સૂઝતું નથી, તેમજ ધર્મ પ્રાપ્તિના ઉત્તમ નિમિત્તો પણ ત્યાં મળવા દુર્લભ છે. મનુષ્યમાં પણ અનાર્ય જાતિને વિષે તેની પ્રાપ્તિ અસંભવિત છે. આર્યજાતિમાં પણ ઊંચું ધર્મસંસ્કારસંપન્ન કુલ પામવું દુર્લભ છે. તે મળે તે પણ સત્ય ધર્મનું શ્રવણ પ્રાપ્ત થવું મહાદુર્લભ છે. શ્રવણ થાય તે પણ તે પ્રત્યે શ્રદ્ધા ચુંટવી ઘણી ઘણી દુર્લભ છે. શ્રદ્ધા ચોંટે તે પણ તે પ્રમાણે સંયમમાં વીર્યની ફુરણ થવી પરમ દુર્લભ છે. આમ ઉત્તરોત્તર દુર્લભતા છે. તેમાં ઘણે ભાવમલ ક્ષીણ થયે હેય, પરમ પુણ્યદય પ્રગટ્યો હોય, ત્યારે જ આ ઉત્તમ યોગ
सहजं तु मलं विद्यात्कर्मसंबन्धयोग्यताम् । आत्मनोऽनादिमत्त्वेऽपि नायमेनां विना यतः ॥ तस्मादवश्यमेष्टव्या स्वाभाविक्येव योग्यता । तस्यानादिमती सा च मलनानं मल उच्यते ॥"
શ્રી ગબિન્દુ, બ્લેક ૧૬૪–૧૭૦