Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
મિત્રાદષ્ટિ-સિદ્ધાન્ત લેખન-પૂજનાદિ
(૧૪) તારશ્ય સ્મરણમાં ન રહે તેથી, તેમ જ કેટલાક ભાવોનું સ્વરૂપ જાણવામાં પરાવર્તનની જરૂર હોય છે તેથી, અને અનુપ્રેક્ષાનું બળ વૃદ્ધિ પામવાને અર્થે વીતરાગકૃત–વીતરાગ શાસ્ત્ર એક બળવાન ઉપકારી સાધન છે.”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬૯૪ (૭૫૫)
ઉદૂગ્રહ-વિધિપૂર્વક શાસ્ત્રસિદ્ધાંતનું ઉદ્ગહણ. આમાં ઉપધાન ક્રિયાને સમાવેશ થાય છે. તે તે શાસ્ત્રના અધિકારી થવા માટે, આત્મશુદ્ધિ અથે કરવામાં આવતી તે જ્ઞાનપૂર્વકની શુદ્ધ કિયા છે. તેમાં સિદ્ધાન્તના બહુમાનપૂર્વક જ્ઞાનારાધનને પરમ ઉદાર હેતુ રહે છે. પણ જે માત્ર બાહ્ય આડંબર ને ક્રિયાજડપણામાં જ તેની પર્યાપ્તતા માનવામાં આવતી હોય, તે તેને મૂળ ઈષ્ટ ઉદ્દેશ વિસરાઈ જાય છે, ને “સાપ ગયા ને લીસોટા રહ્યા” તેના જેવું થાય છે! “ધામધૂમે ધમાધમ ચલી, મોક્ષમારગ રહ્યો દૂર રે” (શ્રી યશોવિજયજી)-તેના જેવી કરુણ સ્થિતિ થઈ પડે છે!
પ્રકાશના પિતાને જે સિદ્ધાન્તને બોધ થયો હોય, તે બીજા સુપાત્ર જિજ્ઞાસુ, મુમુક્ષુ, આત્માથી જીવ પાસે પ્રકાશવો, કહી દેખાડવો–પ્રગટ કરવો તે. કેઈ જીવને ક્ષયપશમ પ્રબળ હોય, સમજણ સારી હોય, તે નિરભિમાનપણે ઊંચેથી સ્વાધ્યાય કરતો હોય એવી રીતે તે તેના અર્થનું વિવેચનાદિરૂપે પ્રકાશન કરે, તે વક્તા શ્રોતા બન્નેને લાભકર્તા થાય છે, સ્વ–પરને ઉપકારી થાય છે. * શ્રોતાને લાભ થાય કે ન થાય, પણ વક્તાને તે થાય જ છે; આ ગ્રંથના અર્થનું પ્રકાશન એ જ એને પરમાર્થલાભનું કારણ છે.
સ્વાધ્યાય—એટલે સઝાય તેના વાચના આદિ આ ચાર પ્રકાર છે –
(૧) વાંચના–એટલે વિનય સહિત નિર્જરા તથા જ્ઞાન પામવાને માટે સૂત્ર સિદ્ધાંતના મર્મન જાણનાર ગુરુ કે સપુરુષ સમીપે સૂત્ર તત્ત્વનું વાંચન લઈએ, તેનું નામ વાંચના આલંબન. (૨) પૃચ્છના–અપૂર્વ જ્ઞાન પામવા માટે, જિનેશ્વર ભગવંતને માર્ગ દીપાવવાને તથા શંકાશલ્ય નિવારવા માટે, તેમ જ અન્યના તત્રની મધ્યસ્થ પરીક્ષા માટે, યથાયોગ્ય વિનય સહિત ગુર્નાદિકને પ્રશ્ન પૂછીએ તેને પૃચ્છના કહીએ. (૩) પરાવર્તાનાપૂર્વે જિનભાષિત સૂત્રાર્થ જે ભણ્યા હોઈએ તે સમરણમાં રહેવા માટે, નિજેરાને અર્થ, શુદ્ધ ઉપગ સહિત શુદ્ધ સૂત્રાર્થની વારંવાર સઝાય કરીએ, તેનું નામ પરાવર્તનાલંબન. (૪) ધર્મકથા-વીતરાગ ભગવાને જે ભાવ જેવા પ્રણીત કર્યા છે, તે ભાવ તેવા લઈને, ગ્રહીને, વિશેષ કરીને, નિશ્ચય કરીને, શંકા, કંખા અને વિતિગિચ્છા રહિતપણે, પિતાની નિર્જરાને અર્થે સભા મધ્યે તે ભાવ તેવા પ્રણીત કરીએ, કે જેથી સાંભળનાર, સહનાર બને ભગવંતની આજ્ઞાના આરાધક થાય, એ ધર્મકથાલંબન કહીએ.” –શ્રી મોક્ષમાળા, પાઠ ૭૫
* “મવત્તિ ધર્મ હોતુ: ચૈાત્તતા હિતશ્રવાર તૃત્રતાડનુઘવુદ્રયા વતુરાત્તતમવત્તિ ! ”—શ્રી ઉમાસ્વાતિ મહારાજ