Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ (94) ગદષ્ટિસમુચ્ચય લીધે, આઠ પ્રકારની સામાન્યથી કહી છે અને તે પણ અત્યંત સ્થૂલ ભેદની અપેક્ષાએ કહેલ છે. દાખલા તરીકે– આંખ આડેને પડદો જેમ જેમ દૂર થતો જાય, તેમ તેમ વધારે ને વધારે ચેકનું દેખાતું જાય છે, છેવટે સંપૂર્ણ પડદો ટળી જતાં પૂરેપૂરું દેખાય છે. આમ પડદો દૂર થવાની અપેક્ષાએ એક જ દૃષ્ટિના-દર્શનના જુદા જુદા ભેદ પડે છે. તે જ પ્રકારે આવરણ અપાય કર્મ પ્રકૃતિના ઉપશમ, ક્ષયપશમ, ક્ષય આદિ પ્રમાણે જેમ જેમ કર્મનું આવરણ ખસતું જાય છે, પડદો દૂર થતો જાય છે, તેમ તેમ વધારે ને વધારે સ્પષ્ટ નિર્મલ દર્શન થતું જાય છે, ને છેવટે સંપૂર્ણ આવરણ–પડદો ટળી જતાં સંપૂર્ણ દર્શન થાય છે. આમ આવરણ ટળવાના ભેદથી, આ દષ્ટિના આઠ સ્થૂલ ભેદ સામાન્યથી પડયા છે. પણ સૂફમભેદની અપેક્ષાએ જો બારીકીથી જોઈએ, તે તેના વિશેષ ભેદ ઘણા ઘણા છે, અનંત છે, કે જેને કહેતાં પાર ન આવે. કારણ કે મિત્રાથી માંડી પરાદષ્ટિ સુધી, કર્મના પશમ આદિ પ્રમાણે, દર્શનના પ્રકાર અનંત છે. ષટ્રસ્થાનપતિત–ષગુણઅનંત ભેદ હાનિ-વૃદ્ધિને નિયમ અહીં લાગુ પડે છે. જેમકે-(૧) અનંતભાગવૃદ્ધિ, (2) અસંખ્યાતભાગવૃદ્ધિ, (3) સંખ્યાતભાગવૃદ્ધિ, (4) સંખ્યાતગુણવૃદ્ધિ, (5) અસંખ્યાતગુણવૃદ્ધિ, (6) અનંતગુણવૃદ્ધિ. તેમજ-અનંતભાગહાનિ આદિ છ પ્રકાર. આમ મિત્રાના કનિષ્ઠમાં કનિષ્ઠ પ્રકારમાં ઓછામાં ઓછું (Minimum) એક અંશ (Unit) દર્શન માનીએ, તે પછી તેમાં આ નિયમ પ્રમાણે હાનિ-વૃદ્ધિના અનંત સગો (Permutations & Combinations) થતાં, અનંત ભેદ થાય. આમ કેગના સ્થાન પણ અસંખ્ય છે. અલ્પવીય ક્ષે પશમ અછે, અવિભાગ વણારૂપ રે; વડગુણ એમ અસંખ્યથી, થાયે રસ્થાન સ્વરૂપ રે... મન મોહ્યું અમારું પ્રભુગુણે. સુહમ નિગદી જીવથી, જાવ સન્ની વર પજજત્ત રે; યોગના ઠાણ અસંખ્ય છે, તરતમ મોહે પરાયત્તરે મન” –શ્રી દેવચંદ્રજી આકૃતિ–૪ 0I | | | ' ' આવરણ અપાય. અને અહીં દૃષ્ટિસમુચ્ચયમાં