________________
મિત્રાદષ્ટિ : સદગુરુ ભક્તિનો મહિમા
(૧૨૯) કે–જે આત્મજ્ઞાની સમદશી વીતરાગ પુરુષ હોય, જે પૂર્વ પ્રારબ્ધ પ્રમાણે સર્વથા ઈચ્છારહિતપણે અપ્રતિબંધ ભાવથી વિચારતા હોય, અને પરમશ્રત એવા જે પુરુષની વાણી કદી પૂવે ન સાંભળી હોય એવી અપૂર્વ હોય, તે જ સાચા સદ્દગુરુ છે. છત્તીત ગુણો ગુરુ મક્સ ” તે જાણે છે કે-જે આત્મજ્ઞાની આત્માનુભવી હોય, જે નિરંતર આત્મભાવમાં રમણ કરનારા–આત્મારામી હોય, જે વસ્તુગતે વસ્તુનું સ્વરૂપ પ્રકાશનારા હોય, જ્ઞાની સપુરુષના સનાતન સંપ્રદાયને અનુસરનારા જે સદા અવંચક હોય, અને જે સમકિતી પુરુષ સારભૂત એવી સંવર કિયાના આચરનારા હોય, તે જ સાચા શ્રમણ છે, તે જ સાચા સાધુ છે, તે જ સાચા મુનિ* છે, તે જ સાચા નિગ્રંથ છે, બાકી બીજા તે “ દ્રવ્યલિંગી વેષધારીઓ છે. આમ તે જાણતા હોઈ, તેવા સાચા ભાવયોગીઓને જ, ભાવાચાર્ય આદિને જ તે માને છે, તેમના આદર-ભક્તિ કરે છે. તે નથી જેવા બેસતા કે આણે સફેદ કપડા પહેર્યા છે કે પીળા પીતાંબર છે કે તાંબર? લંગોટી છે કે દિગંબર છે? કારણ કે ધર્મ કાંઈ કપડામાં સંતાઈ ગયે નથી! એટલે તેમાં તે ખાળવા જતા નથી ! તેઓ તે ગમે ત્યાં સાચું ભાવ–સાધુપણું દેખે ત્યાં નમી પડે છે અને આવા ભાવગીને જ મુખ્યપણે આ માર્ગમાં સ્થાન છે. ભાવગીને જ “ભાવ” અહીં પૂછાય છે; દ્રવ્યાચાર્ય આદિનું કંઈ દ્રવ્ય” અહીં ઉપજતું નથી! કારણ કે –
“આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્યલિંગી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મત સંગી રે....વાસુપૂજ્ય.” સયલ સંસારી ઇંદ્રિયરામી, મુનિ ગુણ આતમરામી રે; મુખ્યપણે જે આતમરામી, તે કહિયે નિષ્કામી રેશ્રી શ્રેયાંસ” “આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સાર રે; સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવ આધાર રે. શાંતિજિન”—શ્રીઆનંદઘનજી આત્મજ્ઞાન સમદશિતા, વિચરે ઉદય પ્રયોગ; અપૂર્વવાણી પરમથુત, સદ્ગુરુ લક્ષણ યેગ્ય.” “આત્મજ્ઞાન ત્યાં મુનિ પણું, તે સાચા ગુરુ હોય;
બાકી કુલગુરુ કલ્પના, આત્માર્થી નહિં જય.”—શ્રી આત્મસિદ્ધિ “ સંમંતિ પાસ, તેં નોતિ પાસ”—શ્રી આચારાંગ સૂત્ર
“કારજ સિદ્ધ ભયે તિનકો જિર્ણ, અંતર મુંડ મુંડાય લિયા રે.”—શ્રી ચિદાનંદજી x“પરમઠ્ઠો વહુ સમજો યુદ્ધો ને ઍવી મુળ જાળી
તદ્ધિ દર સાવે મુળ વંતિ નિ વાળું ''શ્રી કુંદકુંદાચાર્યજીકૃત સમયસાર * " पणविहसम्मचरणवयववहारायारसमिइसज्झाए। इगसंवेगा अ रओ, छत्तीसगुणा गुरू जयउ ।।"
–શ્રી વજુવામીપ્રશિષ્યકૃત ગુરુગુણછત્તીસી,