Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૧૩૦)
યોગદષ્ટિસમુચ્ચય આમ જેનામાં ભાવ-દીવ પ્રગટયો છે, એવા જાગતી જોત જેવા સાક્ષાત્ ગીસ્વરૂપ ભાવ આચાર્યાદિ પ્રત્યે સંશુદ્ધ એવું કુશલ ચિત્ત રાખવું, તેમને ભાવથી નમન વગેરે કરવું,
એ ઉત્તમ ગબીજ છે. જેમ જિનભક્તિ ઉત્તમ ગબીજ છે, તેમ સદગુરુ-ભક્તિ સદ્દગુરુભક્તિ પણ ઉત્તમ યોગબીજ છે, એમ મહાત્મા ગ્રંથકારને પરમ ચોબીજ આશય છે. આ સદગુભક્તિનો મહિમા શાસ્ત્રકારોએ અત્યંત
અત્યંત ગાય છે, તે એટલે સુધી કે શ્રી સદ્ગુરુને જિન તુલ્ય કહ્યા છે* તિરથવાસનો સૂર સન્ન નો નિગમ મારૂ (શ્રી ગચ્છાચાર પન્ના), ને કેઈ અપેક્ષાએ જિનનું સ્વરૂપ સમજાવનાર પણ શ્રી સદ્ગુરુ છે, એટલે તેને ઉપકાર અધિક છે એમ સમજીને તેથી પણ અધિક કહ્યા છે. પંચપરમેષ્ઠિમાં અરિહંતપદ સિદ્ધ પહેલાં મૂકયું, તે પણ પ્રત્યક્ષ સદ્ગુરુને મહિમા સૂચવે છે, કારણ કે જીવને આત્મકલ્યાણને મુખ્ય ધોરી રાજમાર્ગ એ જ છે, જીવના સ્વચ્છેદ આદિ અનેક મહાદેષ સદ્ગુરુશરણમાં જતાં અલ્પ પ્રયાસે જાય છે, માન આદિ જે આત્માને પરમ વૈરી છે તે પણ તેથી સહેજે ટળે છે; સંતચરણના આશ્રય વિના, અનંત સાધન કરતાં છતાં, જે અનંત ભવભ્રમણ અટકતું નથી, તેને સંતચરણ આશ્રયથી અલ્પ સમયમાં અંત આવે છે. આ જ્ઞાની પુરુષને દઢ નિર્ધાર હોવાથી, તેઓએ સદ્ગુરુભક્તિને પરમ ગબીજ ગયું છે. કારણ કે
સેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ તે પામે પરમાર્થને, નિજ પદને લે લક્ષ. પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહિં, પક્ષ જિન ઉપકાર એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મ વિચાર. સગુરુના ઉપદેશ વિણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વિણ ઉપકાર ? સમયે જિનસ્વરૂપ. પ્રત્યક્ષ સદ્ગુરુ શ્વેગથી, સ્વછંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણું થાય. સ્વચ્છેદ મત આગ્રહ તજી, વ સલ્લુસલક્ષ સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્દઘુરુ શરણમાં, અ૯પ પ્રયાસે જાય.”
શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રીઆત્મસિદ્ધિ
અને આવા મહામહિમ વંત પરમ ઉપકારી ભાવાચાર્ય, ભાવમુનિ વગેરેનું વૈયાવૃજ્ય કરવું, વૈયાવચ્ચ–સેવાશુશ્રષા કરવી, તે પણ ઉત્તમ ગબીજ છે, એમ સહેજે સમજી