________________
મિત્રાદષ્ટિ : વિધિથી પુરુષની સેવા
(૧૩૧)
શકાય છે. એવી સેવાને સુઅવસર મળવો એ પરમ અહોભાગ્યની વાત છે. વૈિયાવચ્ચ પણ વ્યાવૃત્ત ભાવ એ વૈયાવૃજ્યનું લક્ષણ છે, વ્યાવૃત્તભાવ એટલે જેમાંથી અહત્વ ગબીજ મમત્વ આદિ ભાવે વ્યાવૃત્ત-નિવૃત્ત થયા છે, પાછા હઠી ગયા છે તે. વૈયા
વચ્ચ-સેવાધર્મ એવો હોવો જોઈએ કે તેમાં અહંકાર, મમકાર, આશંસા (ફલ–આશા) વગેરે દુષ્ટ ભાવો દૂર થઈ ગયા હોય. અથવા તે “તેઓને વ્યાધિ વગેરે આવી પડેશે, તેને પોતાની શક્તિ પ્રમાણે સમ્યફ પ્રતીકાર કરવો, નિવારણ કરવું, તેનું નામ વયાવૃત્ય-વૈયાવચ્ચ છે. આવું વૈયાવચ્ચ સદ્ગુરુ-સસાધુ આદિ પ્રત્યે આહાર-ઔષધદાન વગેરે વડે શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે કરવા ગ્ય છે. આ વિધિમાં ખાસ કરીને નીચેના મુદ્દા વિવેકપૂર્વક લક્ષમાં રાખવા ગ્ય છે –
(૧) એક તે પુરુષ વિશેષ–જે પુરુષ પ્રત્યે વૈયાવચ્ચ કરવાનું છે, તેની વય, શરીરપ્રકૃતિ, અવસ્થા-દશા વગેરે ધ્યાનમાં રાખવા જોઈએ. (૨) બીજું તેને ઉપકાર કેવા પ્રકારે થઈ શકે? કેમ કર્યું હોય તો આ સત્પષ આત્મસાધનમાં નિરાબાધપણે પ્રવર્તી શકે ?
ઇત્યાદિ અપેક્ષા પણ લક્ષમાં લેવી જોઈએ. (૩) તે પ્રકારે પરમ નિરપેક્ષ, વિધિ પ્રમાણે દેહાદિમાં પણ સર્વથા નિઃસ્પૃહ-નિરીહ મુનિ આદિ પ્રત્યે ઉપકાર કરતાં એટલે શું ? વાસ્તવિક રીતે હું આ મ્હારા પિતાના આત્માને જ ઉપકાર કરું છું,
આ વડે કરીને હારા આત્માને જ આ સંસારસમુદ્રમાંથી ઉદ્ધાર કરૂં છું; હું ધન્ય છું કે આજે મને આવા પરમ સુપાત્ર મહાત્મા સત્ પુરુષની સેવા કરવાને પરમ સુઅવસર સાંપડયે -ઈત્યાદિ પ્રકારે પિતાના જ આત્માને ઉપકાર ચિંતવો જોઈએ. (૪) આ જે વૈયાવચ્ચ-સેવા હું કરું છું, તે ભગવાનની આજ્ઞાનું પાલન કરું છું, એમ ભાવવું જોઈએ. (૫) આ વૈયાવચ્ચ સર્વથા નિરાશંસપણે કોઈ પણ જાતની આ લેકપરલેકની કામના સિવાય, ફલની અભિસંધિ વિના, ફલ તાક્યા વગર, કરવું જોઈએ. હું સેવા કરીશ-તે આ મુનિ આદિ મને કંઈ લબ્ધિ-સિદ્ધિ બતાવી આપશે, મને કઈ તિષ મંત્ર-તંત્ર વગેરે ચમત્કાર દેખાડશે, મને એવો કોઈ રૂડા આશીર્વાદ આપશે કે “જા બચ્ચા! હારું કલ્યાણ થશે, કે જેથી કરીને હું ધન-પુત્ર આદિ એહિક સિદ્ધિ પામીશ, અથવા પરલોકમાં મને આથી કરીને આવું આવું ફલ પ્રાપ્ત થશે -ઈત્યાદિ પ્રકારે આ ભવ–પરભવ સંબંધી આશંસા, દુષ્ટ ખોટી આશા વૈયાવચ્ચમાં–સેવાધર્મમાં ન હોવી ઘટે. અને એટલા માટે જ અહીં કહ્યું કે આમાં ખાસ કરીને શુદ્ધ આશય હે જોઈ રખે, શુદ્ધ ચિત્તવૃત્તિ જ હોવી જોઈએ.
આ સદ્ગુરુના સેવા-ભક્તિ અંગે સંત જ્ઞાનેશ્વરજી કહે છે કે-“એ ગુરુસેવા તે સર્વ ભાગેની જન્મભૂમિ જ છે. કારણ કે શેકવડે ચૂસાયેલા જીવને એ બ્રહ્મસ્વરૂપ * “વાધ્યાપુન તેડપિ તેવાં વિધીય / स्वशक्त्या यत्प्रतीकारे वैयावृत्त्यं तदुच्यते ।।"
–શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત તત્ત્વાર્થસાર,