Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૧૩૮)
યોગષ્ટિસમુચ્ચય
પ્રવ્રજ્યા પૂર્વે સ'વત્સર દાન દીધું હતુ.. અરે! દીક્ષા લીધા પછી પણ તે પરમકૃપાળુ મહાવીર દેવે અનુકંપાવિશેષથી બ્રાહ્મણને દેવ વસ્ત્ર આપી દીધુ હતુ! ×
૩. વિધિથી સિદ્ધાન્ત લેખનાદિ
સિદ્ધાન્ત, સદાગમ, સત્શાસ્ત્રરૂપ વિષયને આશ્રીને લેખન આદિ કરવા, કરાવવા તે પણ ઉત્તમ ચાગબીજ છે; પણુ કામશાસ્ત્ર, અર્થશાસ્ત્ર વગેરે અસત્શાસ્ત્રને આશ્રીને લખવું-લખાવવુ વગેરે તે યાગમીજ નથી, એટલા માટે સિદ્ધાન્તને આશ્રી’ એમ કહ્યું. ‘અસત્શાસ્ત્ર તા મનને વ્યામેાહ પમાડી એકદમ મેહસાગરમાં ફેકી દે છે, ક્ષણભર કાનને મીઠું લાગે છે, પણ પછી તે અવિદ્યાનું ઝેર ફેલાવી જીવને સૂચ્છિત કરે છે; એવા અસશાસ્ત્રનું આત્માથીને શું પ્રયેાજન ? જગત્પ્ન્ય એવું સત્શાસ્ત્ર વિદ્યમાન સતે કર્યા સુબુદ્ધિ પુરુષ કુશાસ્ત્રાથી પેાતાના આત્માની વિડંબના કરે ?' એમ શુભચદ્રાચાય જીએ શ્રી જ્ઞાનાવમાં કહ્યું છે. એટલા માટે અત્રે તે અસત્શાસ્ત્રને નિષેધ કર્યાં. આત્માથી તેા સત્શાસ્ત્રના જ લેખનાવિડે તેના ભક્તિ–મહુમાન કરે.
આ સિદ્ધાન્તના લેખનાદિ પણ વિધિથી હાવા જોઈ એ. વિધિથી એટલે ન્યાયેાપાર્જિત -ન્યાયથી સાચી પ્રમાણિક નીતિથી કમાયેલા ધનનેા જ આવા સત્કામાં સદુપયાગ થવો જોઇએ. લેાકેાને લૂટીને, ચૂસીને, છેતરીને, કાળા બજાર કરીને, અનેક પ્રકારના ફૂટવટાવ–અપ્રમાણિકતા આચરીને કમાયેલા ધનને આવા સત્કાર્યોંમાં સ્થાન જ નથી. કોઈ એમ જાણતા હાય કે હું અનેક પ્રકારે છળપ્રપ’ચ કરી હમણાં તા પૈસા ભેગા કરૂં, અને પછી આવા ધર્માંકામાં વાપરીશ, તે તે બ્રાંતિમાં જ રમે છે, મૂર્ખના સ્વર્ગમાં જ ( Fool's Paradise) વસે છે! કારણ કે ન્યાયેાપાર્જિત ધન એ તે સન્માર્ગને અનુસરનાર માર્ગાનુસારીનું પ્રાથમિકમાં પ્રાથમિક લક્ષણ છે, પ્રથમ પગથિયુ છે, પ્રથમ ભૂમિકા છે, કક્કાના પહેલા અક્ષર છે. એ જ અત્રે વિધિ કહ્યો છે. અને તે ધનના પણ વિવેકપૂર્વક સત્પ્રયાગ–ઉત્તમ સદુપયોગ થવા જોઇએ. જે જે પ્રકારે તે સિદ્ધાંત–શાસ્રનું બહુમાન, ભકિત, ગૌરવ, માહાત્મ્ય વધે, જે જે પ્રકારે આત્મામાં તેમજ જગમાં તેની પ્રભાવના થાય, તે તે પ્રકારે તે તે સથેાને અનુરૂપ-છાજે એવા બાહ્યઅભ્યંતર સર્વાંગસુંદર સાધના, લેખનાદિમાં યાજવાના વિવેક વાપરવા જોઈએ;-એ વિધિ છે. આ અંગે શ્રી મનસુખભાઇએ બહુ મનનીય શબ્દો કહ્યા છે:—
વિધિથી એટલે
* " धर्माङ्गत्वं स्फुटीकर्तुं दानस्य भगवानपि । अत एव वतं ग्रहन् ददौ संवत्सरं वसु ॥ " શ્રી દ્વા દ્વા
" ज्ञापकं चात्र भगवान्निष्क्रान्तोऽपि द्विजन्मने । देवदूष्यं ददद्धीमाननुकंपा विशेषतः ॥ " શ્રી હરિભદ્રસૂરિષ્કૃત અષ્ટક.