________________
(૧૩૬)
યોગદષ્ટિસમુચ્ચય અથવા ચિત્તચંચળતારૂપ વિકાર ઉપજાવે જ્યાં સુધી વૈરાગ્ય જળના સિંચનથી ચિત્તભૂમિ યથેચ્છ ભીંજાઈ ન હોય, ત્યાંસુધી તત્ત્વજ્ઞાનરૂપ સિદ્ધાંત બોધનું બીજ તેમાં કયાંથી વાવી શકાય ? ન જ વાવી શકાય; છતાં તે ત્યાં પ્રક્ષેપવામાં આવે છે તે કરે નહિં, વ્યર્થ જાય.”
ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન. વૈરાગ્યાદિ સફળ છે, જે સહ આતમજ્ઞાન; તેમ જ આતમજ્ઞાનની પ્રાપ્તિ તણું નિદાન.” શ્રીમદ્ રાજચંદ્રજી પ્રભુત
શ્રી આત્મસિદ્ધિ એટલા માટે આ સહજ ભવ ઉદ્વેગને-સાચા અંતરંગ વૈરાગ્યને પણ ઉત્તમ ગબીજ કહ્યું તે યથાર્થ છે. અને આમ અત્યાર સુધી જે બીજ કહ્યા તે આ પ્રમાણે–
“ગના બીજ ઈહ ગ્રહે, જિનવર શુદ્ધ પ્રણામે રે; ભાવાચારજ સેવના, ભવ ઉદ્વેગ સુઠામે રે....વીર”–શ્રી ગ૦ સજઝાય ૨-૮
૨. દ્રવ્ય અભિગ્રહ પાલન તથા દ્રવ્ય અભિગ્રહનું પાલન–સેવન એ પણ ઉત્તમ યોગબીજ છે. નિર્દોષ આહાર, ઔષધ, શાસ્ત્ર, ઉપકરણ આદિનું મુનિ વગેરે સત્પાત્રને સંપ્રદાન કરવું, સમ્યફપ્રકારે વિધિ
પ્રમાણે દાન કરવું, ઈત્યાદિ દ્રવ્ય અભિગ્રહ છે, શુભ સંકલ્પ છે. ભાવ સુપાત્ર-ક્ષેત્રે અભિગ્રહ તે ગ્રંથિભેદ થયા પછી વિશિષ્ટ ક્ષપશમવંતને હોય છે, અને આ દાન-બીજ દષ્ટિવાળાને હજુ ગ્રંથિભેદ થયે નથી, એટલે તેને ભાવ અભિગ્રહ સંભવતે
નથી, તેથી અહીં દ્રવ્ય અભિગ્રહનું ગ્રહણ કર્યું છે. આત્મધ્યાનમાં નિમગ્ન, દેહમાં પણ કિચિંતુ મૂછ નહિ ધરાવનારા, અને સંયમના હેતુથી જ દેહયાત્રામાત્ર નિર્દોષ વૃત્તિ ધરાવનારા, એવા એકાંત આત્માર્થને જ સાધનારા સાચા સાધુ મુનિવરને, યથાશક્તિ વિધિપૂર્વક યોગ્ય દાન વગેરે દેવું, તેને અત્યંત મહિમા શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યો છે. જેમ પૃથ્વીમાં પડેલું નાનું સરખું વડનું બીજ કાળે કરીને, છાયાથી શોભતું ને ઘણું ફળથી મીઠું એવું મોટું ઝાડ બની જાય છે, તેમ સુપાત્ર પુરુષને યેગ્યકાળે ભક્તિથી આપેલું અલ્પ દાનરૂપ બીજ પણ કાળે કરીને. મેટા વૈભવરૂપ છાયાથી શોભતા તથા ઘણુ ફળથી મીઠા એવા મહા મોક્ષમાર્ગરૂપ વૃક્ષમાં પરિણમી મક્ષ ફલ આપે છે.
x “ क्षितिगतमिव बटबीजं पात्रगतं दानमल्पमपि काले । फलति च्छायाविभव बहुफलमिष्टं शरीरभृताम् ।।"
–શ્રી સમંતભદ્રાચાર્યજીત રત્નકરંડશ્રાવકાચાર