________________
(૯૬)
ગદષ્ટિસમુચ્ચય પણ ઉપજે. જે પ્રતિપાત ન થાય, આવ્યા પછી પડે નહિં, તે નરકાદિ પ્રતિપાતી હેચ દુઃખરૂપ અપાય-આધા પણ ન હોય. આમ પહેલી ચાર દષ્ટિમાં બે તે જ સાપાય વિકલ્પ છે-કાં તે તે પ્રતિપાતી હોય, કાં તે અપ્રતિપાતી હેય; અને
પ્રતિપાતી હોય, તે જ સાપાય-અપાયવાળી હોય; અપ્રતિપાતી તે નિરપાય જ–અપાય રહિત જ, નરકાદિ બાધા રહિત જ હોય.
અત્રે કોઈ પ્રશ્ન કરે કે–શ્રેણિક મહારાજા ક્ષાયિક સમ્યકત્વના ધણી છતાં, સ્થિરારૂપ અપ્રતિપાતી દષ્ટિમાં વર્તતાં છતાં, નરક વગેરે દુઃખરૂપ અપાય-બાધા કેમ પામ્યા? તે તેને
ઉત્તર એ છે કે-પ્રસ્તુત દૃષ્ટિના અભાવમાં પૂર્વે તેમણે તેવા પ્રકારે શંકા-સમાધાન કર્મ ઉપાર્યા હતા, તેના વિપાક વશે તેવા તે સમ્યગદષ્ટિ મહાત્માને તેવી
નરકાદિ દુઃખરૂપ અપાયની પ્રાપ્તિ થઈ. અને આમ સ્થિરાદિ દષ્ટિવાળાને કવચિત્ તે અપાય હોય, તો પણ તે કાંઈ પ્રતિપાતથી હોતો નથી, પણ અપ્રતિપાત છતાં પૂર્વે બાંધેલા કર્મને લીધે હોય છે. વળી અત્રે જે અપાય ન હોય એમ કહ્યું છે તે પ્રાયેઘણું કરીને અપાય ન હોય, એ દૃષ્ટિએ કહ્યું છે, એટલે કવચિત્ અપવાદવિશેષે તેમ હોય પણ ખરૂં. પણ કોઈ પણ સંજોગોમાં સ્થિરાદિ દષ્ટિને પ્રતિપાત તે ન જ હોય.
અથવા તે બીજી રીતે જોઈએ તે તેવા શ્રેણિકાદિ જેવા મહાનુભાવોને આ અપાયબાધા તે અનપાય જ છે, અપાય જ નથી, બાધારૂપ જ નથી. કારણ કે વજન ચેખાને
પકાવવાથી કાંઈ તેના પર પાકરૂપ અસર થાય નહિં, તે પાકે નહિં; અપ્રતિપાતી તેમ શરીરદુ:ખરૂપ પાક હોવા છતાં, તેવા મહાજનના ચિત્તનેનિરપાય જ આશયને કંઈ પણ દુ:ખરૂપ અસર પહોંચતી નથી. તે અવધૂતે તે “સદા
મગનમાં” રહે છે ! એટલે પરમાર્થથી તેવા સમ્યગદૃષ્ટિ સમતાવંત જોગીજનોને તેવો કોઈ પણ અપાય સ્પર્શ નથી, જલમાં કમલની જેમ તેઓ નિલેપ જ રહે છે. કારણ કે તેઓ સર્વ અપાયથી–બાધાથી પર “ઉદાસીન એવી આત્મદશાની ઉચ્ચ કક્ષાએ બિરાજમાન હોય છે, કે તેવો અપાયરૂપ દુઃખભાવ તેમને પહોંચી શકતા નથી.
સુખકી સહેલી હૈ, અકેલી ઉદાસીનતા,
અધ્યાત્મની જનની, તે ઉદાસીનતા, –શ્રીમદ્ રાજચંદ્રજી * સુખ દુઃખરૂપ કરમ ફલ જાણે,
નિશ્ચય એક આનંદો રે, –શ્રી આનંદઘનજી
આમ જે દષ્ટિ પ્રતિપાતી નથી, આવ્યા પછી પડતી નથી, અપ્રતિપાતી જ રહે છે, તે તે અપાયરહિત, હાનિ-બાધારહિત, દુઃખરહિત જ હોય, એમાં કંઈ પ્રશ્ન જ રહેતું નથી, એમ સાબીત થયું. આ આકૃતિ ઉપરથી સમજાશે.