________________
બિરાદષ્ટિ ગબીજ ચિત્ત
(૧૨૫) અતિશય આસક્તિને શિથિલ-ઢીલી કરી નાખે એવું છે, માળી પાડી નાંખે એવું છે. જેમ કેઈ દરીઆમાં ડૂખ્યો હોય તે જરા ઉપર સપાટીએ આવે, તે તેને ડૂબેલી અવસ્થા ને ઉપરની અવસ્થા એ બન્નેનો સ્પષ્ટ તફાવત જણાય, રાહત અનુભવાય, એટલે ડૂબેલી અવસ્થાના તેના મેહની પકડ ઢીલી પડે, તેમ સંસાર-સાગરમાં ડૂબેલે જીવ જ્યારે ગબીજને પામે છે, ત્યારે તે ઉપર કંઈક ઉચ્ચદશાએ આવવારૂપ રાહત અનુભવે છે, અને તેની સંસાર સંબંધી આસક્તિ મંદ-શિથિલ–ઢીલી બની જાય છે.
(૨) તે ગબીજ ચિત્ત પ્રકૃતિનું પ્રથમ વિપ્રિય દર્શન છે. જ્યારે ગબીજની પ્રાપ્તિ થાય છે ત્યારે પ્રકૃતિનું-માયાજાલનું-સંસારનું પ્રથમ અપ્રિય દર્શન થાય છે, જે સંસાર પહેલાં મીઠો લાગતું હતું, તે જ હવે કડ-ખાર–અકારો લાગવા માંડે છે. જેમ સમુદ્રમાં ડૂબેલા માણસને ડૂખ્યા હોય ત્યાંસુધી આસપાસનું કંઈ પણ ભાન હોય નહિ, પણ ઉન્મજજન થતાં જે ઉપર સપાટી પર આવે કે તરત તેને આસપાસની પ્રકૃતિનું કંઈક દર્શન થવા લાગે; તેમ અહીં પણ આ જીવ જ્યાંસુધી સંસાર સમુદ્રની અંદર ડૂબેલે હોય, ત્યાંસુધી તે તેને વસ્તુસ્થિતિનું કંઈ પણ ભાન નથી હોતું, પણ ગબીજની પ્રાપ્તિ થતાં જે તે સંસારસાગરની સપાટી પર જરા ઊંચે આવે કે તરત તેને પ્રકૃતિનું–વિષમ કર્મવિપાકરૂપ સંસારનું અકારું દર્શન થવા માંડે છે, અને તે દર્શન થતાં, તે તે સંબંધી ઊહાપોહમાં-વિચારમાં પડી જાય છે કે આ બધું ચિત્ર-વિચિત્ર સંસારસ્વરૂપ શું હશે? આમ તેની વિચારદશા જાગ્રત થાય છે.
(૩) તે ગબીજ ચિત્ત પછી તે સંસારને સમુચછેદ જાણવા-પામવાના ઉપાયને આશ્રય કરે છે. જે સંસારસમુદ્રનું પાણી મીઠું જાણી તેણે અત્યાર સુધી હસે હોસે પીધું હતું, તે હવે ખારૂં ઝેર જેવું લાગતાં, તે સંસારને ઉછેર કેમ થાય? તેને ઉપાય જાણવા માટે તે પ્રવર્તે છે, અને તેને રેગ્ય એવા તત્વચિંતનમાં પડે છે. “તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાના દર્શન કરવા તે પ્રેરાય છે. જેમકે – “હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મહારૂં ખરું?
કેના સંબંધી વળગણ છે? રાખું કે એ પરિહરૂ? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જે કર્યા, તે સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંતતત્વ અનુભવ્યા”
–શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત શ્રી મેક્ષમાળા (૪) એટલે પછી તે ગબીજવાળું ચિત્ત રાગ-દ્વેષ–મોહની ગાઢ ગ્રંથિરૂપ પર્વત પ્રત્યે પરમ વજ જેવું બને છે, અને નિયમથી તે ગ્રંથિ પર્વતને ભેદે છે–ચૂરી નાંખે છે. આમ તેને સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે. એટલે—
ક પાઠાંતર–શફયતિશય પાઠ હોય, ત્યાં સંસારના શક્તિઅતિશયની શિથિલતા કરે એમ અર્થ કરો. એટલે સંસારની શક્તિ મેળા પડી જાય, એનું ઝાઝું જોર ન ચાલે.