________________
(૧૨૬)
ગદષ્ટિસમુચ્ચય મહાદિની વૃમિ અનાદિની ઉતરે હો લાલ,
અમલ અખંડ અલિપ્ત, સ્વભાવ જ સાંભરે હો લાલ, તત્ત્વરમણ શુચિ ધ્યાન, ભણી જે આદરે હો લાલ,
તે સમતારસ ધામ, સ્વામી મુદ્રા વરે હો લાલ.... દીઠે સુવિધિ જિણંદ સમાધિરસે ભયે હો લાલ.—મુનિવર્ય શ્રી દેવચંદ્રજી “દર્શન દીઠે જિનતણે રે, સંશય ન રહે વેધ; દિનકર કરભર પ્રસરતાં રે, અંધકાર પ્રતિષેધ...વિમલ જિન મુજ મન તુજ પદ પંકજે રે, લીને ગુણ મકરંદ રંક ગણે મંદર ધરા રે, ઇંદ્ર ચંદ્ર નાગેન્દ્ર...વિમલ જિન”-ચોગીરાજ આનંદઘનજી આવું નિમલ આત્મદર્શન અત્રે થાય છે.
(૫) અને પછી તે ગબીજવાળું ચિત્ત ભવરૂપ ભાવ કારાગૃહને પલાયનની ‘કાલઘંટા બને છે. સમ્યગદર્શન પ્રાપ્ત થયું, એટલે પછી ભવરૂપ કારાગૃહને-બંદીખાનાને દૂર કરનારી નાશની કાલઘંટા વાગી એમ સમજવું, સંસારનું આવી બન્યું એમ જાણવું, કારણ કે –
“તરસ ન આવે તે મરણ જીવન તણો, સીઝે જે દરિશન કાજ; દરિશન દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ.”
તુજ મુજ અંતર અંતર ભાંજશે, વાજશે મંગલ સૂર; જીવ સરેવર અતિશય વધશે, આનંદઘન રસપૂર.”—શ્રી આનંદઘનજી આતમ ઘર આતમ રમે રે, નિજ ઘર મંગલમાલ રે...દયાલરાય !” –શ્રી દેવચંદ્રજી
આવા સંશુદ્ધ ગબીજ ચિત્તને અત્રે ચરમાવ7માં પ્રારંભ થાય છે. કારણ કે તેવા પ્રકારની કાળલબ્ધિ વગેરેને પરિપાક થયે હોય છે, તેથી તેના તે સ્વભાવપણાએ કરીને આ સંશુદ્ધ ચિત્ત આદિ ફળ પાકવાની શરૂઆત જેવાં છે. જેમ આમ્રફળ તેને કાળપરિપાક થતાં પાકવા માંડે છે, તેમ મોક્ષરૂપ ફળ અહીં છેલ્લા પુદ્ગલાવર્તામાં પાકવાની શરૂઆત થાય છે.
કાળલબ્ધિ લહી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ એ જન જીવે રે જિન! જાણો રે, આનંદઘન મત અંબ....પંથડે”
–શ્રી આનંદઘનજી આવી કાળલબ્ધિને પાક અત્રે પ્રારંભાઈ ચૂકે છે, એટલે આનંદઘનમતરૂપ આંબાને હવે મોક્ષરૂપ ફલ પાકવાની ઝાઝી વાર નથી. એ કાળલબ્ધિનું ગમે તેમ છે, પણ ભક્તજન તે ભક્તિના આવેશમાં ગાય છે કે –