________________
યોગદૃષ્ટિસમુચ્ચય
અથઃ—પ્રયાણભ ́ગના અભાવને લીધે, રાત્રે નિદ્રા જેવા ચરણના વિધાત, દિવ્યભાવથી–દેવજન્મના કારણે, ઉપજે છે.
(૯૮)
વિવેચન
અને અપ્રતિપાતી–નહિં પડતી એવી દૃષ્ટિ પ્રાપ્ત થયે, મુક્તિમર્ગ પ્રત્યેનું પ્રયાણુગમન તે અખડપણે અભ’ગપણે ચાલ્યા જ કરે છે, યાવત્ મુક્તિની પ્રાપ્તિ હાય છે. પણ જો કર્મના ભેાગવટો કાંઇ બાકી હાય, તે તે ભાગવી લેવા માટે વચમાં અભ’ગ પ્રયાણુ વિસામારૂપ દેવ મનુષ્યના ભવ કદાચ ધરવા પણ પડે, આમ ચારિત્રમાં વિધાત–વિષ્રરૂપ પ્રતિબંધ આવી પડે; પરંતુ તે તે ભવને તે તે કઉત્ક્રય વ્યતીત થતાં, પુનઃ મુક્તિમાર્ગે પ્રયાણ આગળ ધપે છે.
જેમ કોઇ એક મનુષ્ય કનેાજ જવા નિકળ્યો હાય, તેને લાંબું છેટું હાઇ વચમાં એ, ચાર કે વધારે વિસામા કરવા પડે, રાત્રિવાસ કરવા પડે, અને તે રાતવાસાથી તેને માશ્રમ પણ દૂર થઈ જાય, પાછું સવારે પ્રયાણ ચાલુ થાય, અને રાતવાસા એમ અખડ-અભંગ પ્રયાણ કરતાં કરતાં તે છેવટે કનાજ પહાંચે; તેમ જેવા ભવ અપ્રતિપાતી એવી આ સ્થિરા આદિ દૃષ્ટિમાં વર્તતા યાગી મુક્તિનગરે જવા નીકળ્યો છે; તેને કદાચ કમને ભેગ અવશેષ-ખાકી રહ્યો હાય, તેા દેવ-મનુષ્યના એ–ચાર કે વધારે ભવ કરવારૂપ શયનવડે રાત્રિવાસ કરવા પડે; પાછા
કના ઉદય દૂર થતાં, મુક્તિમાર્ગે પ્રયાણ પુન: ચાલુ થાય, અને એમ અખંડ અભંગ ગમન કરતાં તે છેવટે મુક્તિપુરે પ્હોંચે, ‘સ્વરૂપ સ્વદેશ જાય જ.'
“ જાશુ` સ્વરૂપ સ્વદેશ રે”—મહાતત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી
“ એ સાચી સમજ ( સમ્યક્ત્વ ઉપજ્યા પછી, સ્થિરા દૃષ્ટિ પામ્યા પછી જીવ ભવ ભલે કરે, પણ તે ભવ તેને મુક્તિ પ્રતિ જતાં ન જ શકે; તે ભવ બીજા ભાવી ભવની પરિપાટી ન જ ઉપજાવે. સાચી સમજ ન થઇ હાય, સમ્યગ્દૃષ્ટિ ન થઇ હોય ત્યાંસુધી પ્રત્યેક ભવ બીજા નવા ભવ કરવાનાં કારણ થાય જ; અનંત અનુબંધ થયા જ કરે. પણ સાચી સમજ આવ્યે એ અનંત અનુષધ નાશ પામે; અને પૂર્વ ઉપાજેલાં કર્મ સભ્યપ્રકાર સાધ્યદૃષ્ટિએ, ભેાગવી લેવા, ખેરવી નાંખવા, આગલું કર્માં પુદ્ગલનું લીધેલું પાછું સર્વથા ચુકાવી આપવા, તેના દેણાથી માકળા થવા, એકાદ બે કે વધારેમાં વધારે પંદર ભવ કરવા પડે તે ભલે, પણ તેથી મુક્તિની અટકાયત ન જ થાય. મુક્તિના રસ્તે તા તે પડી ચૂકયે છે. સાચી સમજ આળ્યે, સત્યનું સત્યરૂપે ભાન થયે, અસત્યનું અસત્યરૂપે ભાન થયે, તેને લાઇનકલીઅર (Line-clear) મળી જ ચૂકી છે.’
શ્રી મન:સુખભાઇ કીર કૃત શાંતસુધારસ વિવેચન