________________
મિત્રા દષ્ટિ: અખેદ-અદ્વેષ
(૧૦૭) હોય.” એટલે કે હિંસા કરનારો સૌથી પહેલી પોતાની જ હિંસા કરે છે, પછી બીજાની કરે કે ન કરે. આમ હિંસામાં અવિરમણ કે હિંસામાં પરિણમન તે હિંસા છે. તેથી પ્રમત્ત એગમાં પ્રાણવ્યપરોપણ સદા હોય છે.
અને આવું હિંસા-અહિંસાનું તાત્વિક સ્વરૂપ સમજાવવા માટે તેના ત્રણ પ્રકાર કહ્યા છે-હેતુ અહિંસા, સ્વરૂપ અહિંસા, અનુબંધ અહિંસા. જીવ-યતના-જયણા કરવી,
જીવ બચાવવાની કાળજી રાખવી તે અહિંસાને હેતુ છે, માટે તે હેતુ અહિંસાના અહિંસા છે. જીવને ઘાત ન કર, પ્રાણ ન હરવા તે સ્વરૂપ અહિંસા છે. ત્રણ પ્રકાર અનુબંધથી અહિંસા ફળરૂપે જે પરિણામે તે અનુબંધ અહિંસા છે. તેમાં
હેતુ અહિંસા ને સ્વરૂપ અહિંસા અનુબંધ (પરંપરા) વિનાનું શુભ ફળ આપે છે, પણ દઢ અજ્ઞાનને લીધે હિંસાને અનુબંધ કરે છે. અને સ્વરૂપથી જે નિરવ હોય અથવા સાવદ્ય હોય, તે ક્રિયા જ્ઞાનશક્તિવડે કરીને અનુબંધે અહિંસા આપે છે, અર્થાત તેથી અહિંસાની પરંપરા ચાલ્યા કરે છે. એટલા માટે જ કહ્યું છે કે- ઘઢ ના તો સલા પહેલું જ્ઞાન ને પછી દયા.
હેતુ અહિંસા જયણારૂપે, જંતુ અઘાત સ્વરૂપ; ફલરૂપે જે તેહ પરિણમે, તે અનુબંધ સ્વરૂપ...
મનમોહન જિનજી! તુજ વયણે મુજ રંગ.” હેતુ–સ્વરૂપ અહિંસા આપે, શુભ ફલ વિણ અનુબંધ દૃઢ અજ્ઞાન થકી તે આપે, હિંસાને અનુબંધ..મન સ્વરૂપથી નિરવ તથા જે, છે કિરિયા સાવદ્ય;
જ્ઞાનશક્તિથી તેહ અહિંસા, દિએ અનુબંધે સઘ.મન”–સા. 2. ગા. સ્ત. ઈત્યાદિ પ્રકારે અહિંસા આદિની તલસ્પર્શી મીમાંસા જૈનદર્શનમાં કરવામાં આવી છે. તેમાં ભાવનું મુખ્યપણું છે, અને એના ઉપરથી હિંસા-અહિંસાદિ અંગે ઉપજતા અનેક કોયડાને સરલતાથી નિકાલ થાય છે. વિશેષ જિજ્ઞાસુએ શ્રી પુરુષાર્થસિદ્ધિઉપાય, સાડા ત્રણસો ગાથાનું સ્તવન, તત્ત્વાર્થ સૂત્ર, ઉપદેશપદ વગેરે સ્થળો જેવા.
૨. અખેદ
ખેદ નામને પ્રથમ આશયદોષ અત્રે ટળે છે, એટલે અખેદ હોય છે. પ્રવૃત્તિ કરતાં ન થાવું તેનું નામ અખેદ છે. અત્રે આ અખેદ દેવકાર્ય, ગુરુકાય, ધર્મકાર્ય આદિમાં ઘટે છે. સદેવ, સદ્ગુરુ, કે સદ્ધર્મ સંબંધી કંઈ પણ કર્તવ્ય આવી પડે ત્યારે આ દષ્ટિવાળો પુરુષ તે તે કર્તવ્યમાં અદમ્ય ઉત્સાહથી, પૂર્ણ ઉલ્લાસથી, અત્યંત ઉછરંગથી પ્રવર્તે છે, અને તેમાં પ્રવર્તતાં થાકત નથી, દઢપણે મંડયો જ રહે છે. જેમ સંસારમાં રાચનારો-રચ્યાપચ્ચે રહેનારો