Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
મિત્રા દષ્ટિ : ગબીજ ગ્રહણ
(૧૦૯) करोति योगबीजानामुपादानमिहस्थितः । अवन्ध्यमोक्षहेतूनामिति योगविदो विदुः ॥ २२ ॥ એહ દષ્ટિમાં સ્થિર કરે, યોગ બીજ આદાન;
મેક્ષહેતુ અવંધ્ય જે, જાણે યુગ સુજાણ, ૨૨ અર્થ:-અહીં સ્થિતિ કરનારો મેગી યેગના બીજનું ગ્રહણ કરે છે, કે જે મેક્ષના અવધ્ય-અચૂક હેતુ છે, એમ ગવેત્તાઓ જાણે છે.
વિવેચન
યુગના બીજ ઈહાં રહે”—શ્રી ગ૦ દસઝાય આ મિત્રા દષ્ટિમાં સ્થિતિ કરતે થેગી, આ નીચે કહ્યા છે તે ગબીનું ગ્રહણ કરે છે. આ ગ–બીજે મેક્ષના અવંધ્ય-અમેઘ કારણ છે. જેમ બીજમાંથી વૃક્ષ નીપજે ને કાળાંતરે ચેકસ ફળની પ્રાપ્તિ થાય, તેમ અહીં એવા ગબીજે ગ્રહણ કરાય છે, ચિત્તભૂમિમાં રોપાય છે, કે જે મેક્ષમાર્ગરૂપ વૃક્ષસ્વરૂપે વિકાસ પામી-ફાલીલી, મેક્ષરૂપ ચક્કસ ફલ આપે જ છે. એક નાનું સરખું વડનું બીજ પણ યંગ્ય ભૂમિ–જલ વગેરેનો યેગ પામી, કેવા વિશાલ વટવૃક્ષરૂપે ફલેકૂલે છે? એક નાની સરખી આંબાની ગોટલી વાવી હોય, તે પણ વખત જતાં કેવડા મોટા આમ્રવૃક્ષરૂપે પરિણમી મિષ્ટ આમ્રફળ આપે છે? તેમ અહીં પણ એવા ગબીજે ગ્રહાય છે, કે જે ગ્ય ભાવ-જલસિંચન વગેરેવડે આગળ જતાં મેક્ષતામાં પરિણમી પરમ અમૃત ફળ ચોક્કસ આપશે જ. આમ આ રોગબીજ “અવધ્ય છે-વાંઝિયા નથી, પણ અવશ્ય મોક્ષરૂપ સફળ આપનારા થઈ પડે છે.
“બીજે વૃક્ષ અનંતતા રે લાલ૦ પસરે ભૂ-જલ યોગ રે; તિમ મુજ આતમસંપદા રે લાલ, પ્રગટે પ્રભુ સંગઠ” –શ્રી દેવચંદ્રજી
“વાચક યશ કહે સાંઈશું, ફલશે એ મુજ સાચું રે.”—શ્રી યશોવિજયજી આવા આ યોગબીજના ઉપાદાનરૂપ-ગ્રહણરૂપ નિમિત્ત પામીને, આ ગીપુરુષનું ઉપાદાન”જ સુધરી જાય છે ! આત્મભાવ જ પલટી જાય છે ! બાધકપણું મટીને સાધકપણું થાય છે. અત્યાર સુધી જે ભાવ બાધક થતા હતા, તે હવે આ ગબીજના પ્રતાપે
વૃત્તિ:- રેતિ–કરે છે, તત્ત્વકરણવડે, રવીનાના-ગબીજોનું,–જેનું લક્ષણ કહેવામાં આવશે તે ચોગબીનું, વા-ગ્રહણ, સુસ્થિતો-અહીં મિત્રા દૃષ્ટિમાં સ્થિત, મત્ર યોગી, એમ અર્થ છે. કેવા વિશિષ્ટ ગબીજોનું? તે માટે કહ્યું કે-અપશ્ચાત્તાપુ-અવંય મેક્ષહેતુઓનું, મોક્ષના જે અમેઘ– અચૂક કારણ છે તેનું, કારણ કે ગ–બીજ યોગ-ફળવાળું નથી એમ નથી (અપિ તુ ગફળવાળું છે જ). અને જે યોગ છે તેનું ફળ મોક્ષ છે. કુતિ બા–એમ યોગવિદે, એગના જાણકાર એવા વિશિષ્ટ જ યેગાચાર્યો, વિટુ-જાણે છે.