Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
મિત્રાદષ્ટિ : સશુદ્ધ લક્ષણ
(૧૧૭) ચરમાવર્ત હો ચરમ કરણ તથા રે, ભવ પરિણતિ પરિપાક, દેષ ટળે વળી દષ્ટિ ખૂલે ભલી રે, પ્રાપતિ પ્રવચન, વાક.”—શ્રી આનંદઘનજી દેવચંદ્ર પ્રભુની હો કે, પુણ્ય ભક્તિ સંધે, આતમ અનુભવની હો કે, નિત નિત શક્તિ વધે.”– શ્રી દેવચંદ્રજી
એમ આ સમસ્ત સમય કહી દેખાડી, આ કથવાની ઈચ્છાથી કહે છે –
उपादेयघियात्यन्तं संज्ञाविष्कम्भणान्वितम् । फलाभिसन्धिरहितं संशुद्ध ह्येतदीदृशम् ॥ २५ ॥ ઉપાદેય મતિથી અતિ, સંજ્ઞા સ્થંભન સાથ;
ફલ અભિસંધિ રહિત આ સંશુદ્ધ એવું યથાર્થ. ૨૫ વૃત્તિ –કપાયા –ઉપાદેય બુદ્ધિથી, ગ્રહણ કરવા યોગ્ય-આદરવા યોગ્ય એવી બુદ્ધિવડે કરીને, અત્યન્ત–અત્યંતપણે સર્વના અપેહથી–ત્યાગથી (બીજા બધાને એક કોર મૂકી દઈને, ગૌણ ગણીને) તથા પ્રકારના પરિપાક થકી, સમ્યજ્ઞાનના પૂર્વરૂપપણાએ કરીને, ' સંજ્ઞાવિમળાવિતં–સંજ્ઞાન વિષ્ઠભણથી યુક્ત, સંજ્ઞાના સ્થંભનથી-નિરોધથી યુક્ત, ક્ષયપશમની વિચિત્રતાથી આહારઆદિ સંજ્ઞાના ઉદય અભાવથી યુક્ત. સંજ્ઞા આહાર આદિ ભેદથી દશ છે. અને તેવા પ્રકારે આષ વચન છે–
"काविहा णं भंते सन्ना पन्नत्ता। गोयमा दसविहा । आहारसन्ना, भय सन्ना, मेहणसन्ना, પરિdiદણના, હરતા, માખણના, માયાણના, મિસન્ના, રોહના, જેસના 2
“હે ભગવંત! સંજ્ઞા કેટલા પ્રકારની કહી છે? “હે ગૌતમ! દશ પ્રકારનીઃ આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા, ક્રોધસંજ્ઞા, માનસંજ્ઞા, માયા સંસા, લેભસંસા, એધસંજ્ઞા, લોકસંજ્ઞા.”
આ સંજ્ઞાથી સંયુક્ત આશયવાળું અનુષ્ઠાન સુંદર છતાં અભ્યદય (પુણ્યોદય) અથે થાય, પણ નિઃશ્રેયર મોક્ષ પ્રાપ્તિ અર્થે ન થાય-પરિશદ્ધિના અભાવને લીધે. આ નિઃશ્રેયસૂ-મોક્ષ તે ભવભાગમાં નિઃસ્પૃહ આશય થકી જન્મે છે–નીપજે છે, એમ યોગીઓ કહે છે.
શામિલંબિદિતં–ફલતી અભિસંધિથી રહિત,ભવાન્તર્ગત (સાંસારિક) ફલની અભિસંધિના–અભિપ્રામના અભાવે કરીન, ફલની કામના વિનાનું (નિષ્કામ ).
પ્રશ્ન-સંસાનું વિષ્કભન-સ્થભન થયે પૂર્વોક્ત ફલની અભિસંધિ અસંભવિત જ છે.
ઉત્તરતભવઅંતર્ગત એટલે કે તે ભવસંબંધી ફલની અપેક્ષાએ આ સત્ય છે; પણ અહીં તે તેનાથી અન્ય ભવાન્તર્ગત (બીજા ભર સંબંધી) એવા સામાનિક દેવ આદિ લક્ષણવાળા ફળને પણ અપેક્ષીને ગ્રહ્યું છે. કારણ કે તેની અભિસંધિના–કામનાના અસુંદરપણાને લીધે, તેનાથી ઉપાર્જન થયેલા આ ફલનું પણ સ્વતઃઆપોઆપ પ્રતિબંધપ્રધાનપણું છે.
અને એ અભિસંધિથી રહિત એવું આ સંશુદ્ધ કુશલચિત્ત આદિ અપવર્ગ–મોક્ષનું સાધન છે; પણ સ્વપ્રતિબંધસાર એવું તે તે તથાસ્વભાવપણુએ કરીને તે સ્થાનમાં જ રિથતિ કરાવનારું હોય છે, ગૌતમ સ્વામીના ભગવાન પ્રત્યેના બહુમાનની જેમ;-એવું હોય તેનું જ એનિષ્પાદકપણું છે ગસાધક પણું છે તેટલા માટે. ખરેખર ! શાલિબીજ ન હોય તેમાંથી કાળે કરીને પણ શાલિને અંકુર હાય નહિં.