Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
મિત્રા દષ્ટિ : સંશુદ્ધ પ્રભુભક્તિ-આજ્ઞાધન
(૧૧૩) “જિનવર પૂજા રે તે નિજ પૂજના છે.”
અજકુલગત કેસરી લહે રે, નિજ પદ સિંહ નિહાળ; તિમ પ્રભુભક્ત ભવિ લહે રે, આતમ શક્તિ સંભાળ.” “દીઠો સુવિધિ નિણંદ સમાધિરસ ભર્યો રે,
ભાસ્ય આત્મસ્વરૂપ અનાદિનો વિસર્યો છે.”—શ્રી દેવચંદ્રજી ' પ્રભુએ શુદ્ધ આત્મસ્વરૂપ વ્યક્તપણે પ્રગટ કર્યું છે, અને અન્ય જીવોને તે શક્તિરૂપે રહ્યું છે. એટલે પ્રગટ વ્યક્તિ સ્વરૂપી પરમાત્મા પ્રતિઈદ સ્થાને છે, આદર્શરૂપ છે, (Ideal). જેમ કુશલ શિલ્પી પ્રતિઈદ-આદર્શ (Model) દેખી, તે પ્રમાણે પિતાની કલાકૃતિ બનાવે છે, તેમ ભક્તિ-કલામાં કુશલ ભક્તજન પ્રતિદરૂપ પ્રભુને આદર્શ નિરંતર દૃષ્ટિ સમક્ષ રાખી, પોતાના શુદ્ધ આત્માની સાંગોપાંગ સકલ કલાપૂર્ણ નિષ્પત્તિ થાય એમ કરવા મથે છે.
પ્રતિછ પ્રતિઈદે જિનરાજને હોજી, કરતાં સાધક ભાવ;
દેવચંદ્ર દેવચંદ્ર પદ અનુભવે હોજી, શુદ્ધાતમ પ્રાગભાવ.” – શ્રી દેવચંદ્રજી ભક્તજન પ્રભુની ભક્તિ અનેક પ્રકારે કરે છે. પ્રભુનું શ્રવણ, કીર્તન, સ્મરણ, ચરણસેવન, અર્ચન, વંદન, દાસ્ય (દાસપણું), સખ્ય (સખા-મિત્રભાવ), અને આત્મનિવેદન–
એમ નવધા ભક્તિ અન્ય શાસ્ત્રોમાં કહી છે. જૈનશાસ્ત્રમાં દ્રવ્ય ને ભાવ ભક્તિ પ્રકાર એમ બે મુખ્ય વિશાળ ભેદમાં તેને સમાવેશ કરવામાં આવ્યા છે.
વંદન, નમન, અર્ચન, પૂજન, ગુણગ્રામ વગેરે દ્રવ્યભક્તિ છે. પ્રભુ સાથે અભેદ થવાની ઈચ્છા, પરભાવમાં નિષ્કામપણું, પિતાના આત્મામાં તથારૂપ આત્મગુણ-ભાવનું પરિણમવું-પ્રગટપણું થવું તે ભાવભક્તિ છે. દ્રવ્યભક્તિ ભાવભક્તિનું કારણે થાય છે, માટે અવશ્ય કર્તવ્ય છે. અત્રે મિત્રા દૃષ્ટિમાં મુખ્યપણે દ્રવ્યભક્તિ હોય છે.
દ્રવ્ય સેવ વંદન નમનાદિક, અર્ચન વળી ગુણ ગ્રામજી;
ભાવ અભેદ થવાની ઈહા, પરભાવે નિકામેજી.-શ્રી ચંદ્રપ્રભ”-–શ્રી દેવચંદ્રજી - પ્રભુની આરાધનાને શ્રેષ્ઠ ઉપાય છે તેની આજ્ઞાનું આરાધન કરવું એ જ છે, એ જ એની મોટામાં મોટી પૂજા છે. પ્રભુની આજ્ઞા * પાળવી એ જ એની ઉત્તમ સેવા છે.
* " यस्य चाराधनोपायः सदाज्ञाभ्यास एव हि । यथाशक्ति विधानेन नियमात्स फलप्रदः॥ अहिंसासत्यमस्तेयं ब्रह्मचर्यमसङ्गता। ગુમાસ્ત જ્ઞાનં સપુcવાન જાતે” –શ્રી હરિભદ્રસૂતિ અષ્ટક