Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
મિત્રા દષ્ટિ : પહેલું યોગાંગ-યમ
(૧૯૩) ખરેખરી વૃત્તિ અત્ર હોય છે. આ મિત્રા નામની પહેલી દૃષ્ટિમાં જે મંદ દર્શન દર્શન-સતુશ્રદ્ધાવાળે બંધ હોય છે, તે મંદ-સ્વલ્પ શક્તિવાળો હેઈ, એને
તૃણ અગ્નિકણની ઉપમા ઘટે છે. જેમ તૃણઅગ્નિકણને પ્રકાશ ઈષ્ટ પદાર્થનું દર્શન કરાવવા સમર્થ થતું નથી, તેમ આ દષ્ટિને બંધ તત્વથી પરમાર્થથી ઈષ્ટ પદાર્થનું દર્શન કરાવી શકતો નથી. કારણ કે જેમ તૃણ અગ્નિને પ્રકાશ પદાર્થની કંઈક બરાબર સૂઝ પડે તેટલે વખત ટકતા નથી, જોતજોતામાં વિલય પામી જાય છે, તેમ આ દૃષ્ટિને બોધ પણ તેને સમ્યપણે પ્રયોગ કરી શકાય એટલે વખત સ્થિતિ કરતો નથી-ઝાઝીવાર ટકતું નથી. જેમ તૃણ અગ્નિનો પ્રકાશ અલ્પ–મંદ-ઝાંખ હોય છે, તેમ આ દૃષ્ટિને બેધ મંદ વિયવાળો અલ્પ સામર્થ્યવાળ હોય છે. જેમ તૃણઅગ્નિપ્રકાશ ચમકીને ચાલ્યો જાય છે, દઢ સ્મૃતિસંસ્કાર રહેતા નથી, તેમ અત્રે પણ બાધ અલ્પજીવી ને અલ્પવીય હોવાથી તેને પટુ
મૃતિસંસ્કાર રહેવા પામતો નથી. અને આમ તૃણઅગ્નિપ્રકાશ સર્વથા વિકલપાંગળો હાઈ તેનાથી કંઈ ખરું કાર્ય બનવું સંભવતું નથી, તેમ આ દૃષ્ટિમાં બેધનું વિકલપણું–અપૂર્ણપણે હોઈ અત્રે ભાવથી વંદન આદિ કાર્ય બનતા નથી,-દ્રવ્ય વંદનાદિ હોય છે.
“એહ પ્રસંગથી મેં કહ્યું, પ્રથમ દષ્ટિ હવે કહીએ રે; જિહાં મિત્રા તિહાં બેધ જે, તુણ અગનિસે લહીએ રે..વીર....”
- શ્રી યોગo દ સજઝાય -૫
અને આ મિત્રા પ્રથમ દષ્ટિ છે, એટલે એમાં પૂર્વે કહેલા નિયમ પ્રમાણે (૧) ગનું પ્રથમ અંગ-યમ, (૨) ખેદ નામના પ્રથમ દોષને ત્યાગ-અખેદ, (૩) અને અદ્વેષ નામનો પ્રથમ ગુણ પ્રાપ્ત થાય છે. તે આ પ્રકારે :–
૧. પહેલું ગાંગ: યમ યમનું બીજું નામ વ્રત છે. તે પાંચ છે-અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય ને અપરિ. ગ્રહ; અને તે પ્રત્યેકના વળી તરતમતાના કારણે–વધતા ઓછા દશાભેદને લીધે ચાર ચાર પ્રકાર છે : ઈચ્છાયામ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ ને સિદ્ધિયમ. (આનું સ્વરૂપ આગળ ઉપર ગ્રંથના છેડે મહાત્મા ગ્રંથકાર કહેવાના છે.) પ્રથમ દૃષ્ટિવાળે યેગી દેશથી કે સર્વથી આ અહિંસાદિ યમનું અવશ્ય પાલન કરનાર હોય, અણુવ્રતી કે મહાવતી હોય. તે ખરેખર અહિંસક, સત્યવાદી, અસ્તેયવંત, બ્રહ્મચર્યધારક અને નિષ્પરિગ્રહી હોય. આ અહિંસાદિ યમસંપન્ન ગીને અહિંસાદિ યમ કેવા હેય, તેનું સ્વરૂપ સમજવા માટે તેનું શાકીય લક્ષણ અવશ્ય જાણવું જોઈએ. એટલે અત્રે પ્રસંગથી પ્રથમ પાતંજલ યોગસૂત્ર અનુસાર તેની કંઈક વ્યાખ્યા કરવામાં આવે છે :