Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
આઠ ગદષ્ટિનું સામાન્ય કથન : પ્રતિપાતી-અપ્રતિપાતી દષ્ટિ
प्रतिपातयुताश्चाद्याश्चतस्रो नोत्तरास्तथा । सापाया अपि चैतास्तत्प्रतिपातेन नेतराः ॥ १९ ।। પ્રથમ ચાર પ્રતિપાતિ છે, બીજી ચાર ન તેમ;
અપાયયુત પ્રતિપાતથી, આ પણ-અન્ય ન એમ. ૧૯ અર્થ–પહેલી ચાર દષ્ટિએ પ્રતિપાતયુક્ત (પડી જાય એવી) છે, પાછલી ચાર દષ્ટિએ તેમ નથી અને તેના પ્રતિપાતે કરીને આ પહેલી ચાર દષ્ટિ અપાયવાળી પણ હોય છે,-બીજી તેમ નથી.
વિવેચન
આ જે આઠ દષ્ટિ કહી, તેમાંની મિત્રા આદિ પહેલી ચાર પ્રતિપાતી પણ હોય છે,
આવીને પાછી પડી જાય એવી “પણ” હોય, એટલે કે પડી જાય જ પહેલી ચાર પ્રતિ- એમ નહિ, પણ પડે પણ ખરી, એવી હોય છે. અને સ્થિર પાતી પણ હોય વગેરે જે પાછલી ચાર દષ્ટિ છે, તે અપ્રતિપાતી જ છે, આવ્યા
પછી પડે જ નહિં, ભ્રષ્ટ થાય જ નહિં, સ્થિર જ રહે એવી હોય છે. અને જે પહેલી ચાર કહી, તેમાં જે કદાચ પ્રતિપાત થાય-બ્રશ થાય, એટલે કે તે દષ્ટિ આવીને જે પાછી ચાલી જાય, તે અપાય એટલે નરકાદિ દુઃખરૂપ બાધા-હાનિ
વૃત્તિઃ-પ્રતિપાતયુતા-પ્રતિપાત યુક્ત, ભ્રંશયુક્ત (પાછી પડી જાય એવી), બાવાશ્ચરો-આદ્ય ચાર, મિત્રા આદિ પહેલી ચાર દષ્ટિએ. આ પણ તથાપ્રકારના કર્મવૈચિમને લીધે, પ્રતિપાતયુક્ત પણ હોય છે; પરંતુ પ્રતિપાતયુક્ત જ હોય એમ નથી. તેથી–તેના ઉત્તર ભાવથી-ન ઉત્તરારૂથા- ઉત્તર એટલે પાછળની ચાર દૃષ્ટિ તેમ નથી. એટલે સ્થિર આદિ ચાર તે પ્રકારે પ્રતિપાતયુક્ત નથી (પડતી નથી). કારણ કે આમ છે, તેથી કરીને-સાપાવા અપાયયુક્ત પણ છે,-દુર્ગતિના હેતુપણુએ કરીને, પ્રતા –તે આ જ (પહેલી ચાર દષ્ટિ) છે. કેવી રીતે? તે કે-અતિપન-પ્રતિપાતથી ભ્રંશવડે કરીને; નેતાઃ -ઈતર તેમ નથી, એટલે સ્થિર આદિ બીજી દષ્ટિએ અપાયુક્ત નથી.
શંકા–શ્રેણિક આદિને આને અપ્રતિપાત છતાં, અપાય કેમ થયા?.
સમાધાન-આ દૃષ્ટિના અભાવમાં (પૂ) ઉપાજેલા કામના સામર્થ્યથી. એટલા માટે જ પ્રતિપાતવડ કરીને સંભવમાત્રને અધિકત કરીને-અપેક્ષીને “સાપાય પણ એમ કહ્યું. તથાપિ પ્રાયેવૃત્તિના વિષષપણાથીઘણું કરીને આમ હોય છે, એટલા માટે સૂત્રને એમ ઉપન્યાસ–ગોઠવણી છે.
અથવા સદ્દષ્ટિને અઘાત હતાં અપાય પણ અનપાય જ છે, કારણ કે પાકવડે કરીને વજતંદુલની જેમ તેના આશયને કાયદુઃખના સર્ભાવમાં પણુ, ક્રિયાની ઉપપત્તિ હોત (રજઆત) છે. યોગાચાર્યે જ અત્ર પ્રમાણ છે. (પાકથી વતંદુલ ન પાકે, તેમ તેના ચિત્તને-આશયને દુ:ખ ઉપજતું નથી.) એટલે પ્રતિપાતવડ કરીને બીજી ચાર દૃષ્ટિ અપાયયુક્ત નથી એમ સ્થિત થયું.