Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન : સામવૃત્તિ પદ (93) પ્રતાપે “અસંવેદ્ય પદ' ( મિથ્યાત્વ) છૂટી જઈ, ઘસવેદ્ય પદ પ્રાપ્ત થાય છે. જે કે “વેદ્યસંવેદ્ય પદ' પાંચમી સ્થિર દૃષ્ટિથી શરૂ થાય છે, તો પણ અહીં દષ્ટિનું–બધનું સામાન્યથી કથન હેઈ, આ કહ્યું છે એમાં દોષ નથી. અથવા તે સપ્રવૃત્તિપદ એટલે શિલેશીપદ ગણીએ તોપણ વિરોધ નથી, કારણ કે પરમાર્થથી તે તેની પ્રાપ્તિ થવી એ જ પરમાર્થ કાર્યરૂપ સતપ્રવૃત્તિપદ છે. “પદ” એટલે કદી પણ ન ખસે એવું સ્થિર નિશ્ચલ સ્થાન. આમ અવશ્ય કરીને આ “દૃષ્ટિ”ના પ્રભાવે “વેદ્યસંવેદ્યપદ” કે શિલેશીપદરૂપ નિશ્ચલ સ્થાનની પ્રાપ્તિ થાય છે. આ દૃષ્ટિરૂપ પારસમણિના જાદુઈ સ્પર્શથી આ જીવરૂપ લેહ શુદ્ધ સુવર્ણ બની જાય છે! “નિયમા કાંચનતા લહે રે....મન મોહના રે લાલ. લેહ ક્યું પારસ પામ રે....ભવિ બેહનારે લાલ.”—શ્રી દેવચંદ્રજી અને આ દષ્ટિ પરિસ્થૂલ ભેદથી આઠ પ્રકારની છે, નહિં તે બહુ ભેદવાળી છે, એમ બતાવવા માટે કહે છે - इयं चावरणापायभेदादष्टविघा स्मृता / सामान्येन विशेषास्तु भूयांसः सूक्ष्मभेदतः // 18 // આવરણ અપાય ભેદથી, છે આ આઠ પ્રકાર; સામાન્યથી-વિશેષ તે, સૂક્ષ્મ ભેદ બહુ ધાર, 18 અર્થ:–અને આ દૃષ્ટિ-આવરણ અપાયના એટલે કે અવિરણ ટળવાના ભેદને લીધે, -સામાન્યથી આઠ પ્રકારની કહી છે. અને વિશેષ ભેદે સૂમભેદથી ઘણા ઘણા છે. વિવેચન ઉપરમાં જે “દષ્ટિ” એમ એકવચની પ્રયોગ કર્યો તે દષ્ટિ, આવરણ ટળવાના ભેદને વૃત્તિ - -અને આ એટલે હમણું જ કહ્યા તે લક્ષણવાળી દૃષ્ટિ, માવાળાTચમેત :-આવરણ અપાયના ભેદથકી, આવરણ દૂર થવાના ભેદને લીધે-પરિસ્થલ નીતિથી, Zવિધા ઋતા-પૂર્વાચાર્યોએ આઠ પ્રકારની કહી છે. સામાન્ય સામાન્યથી –સૂક્મક્ષિકાને, સૂક્ષ્મદષ્ટિને અનાદર કરીને (બારીકીથી જોયા વિના). વિશેષાસુવિશેષ તે, સદ્દષ્ટિના વિશેષ ભેદો તે, મૂળાં-અતિ બહુ, ઘણું ઘણું છે, સૂક્ષ્મમેત - સૂમભેદને લીધે,દર્શન આદિના અનંતભેદપણને લીધે, કારણ કે પરસ્પર સ્થાન પતિતપણાએ કરીને તેઓનું કથન છે,