________________ (2) ગદષ્ટિસમુચ્ચય દાન તપ શીલ વ્રત નાથ આ| વિના, થઈ બાધક કરે ભવ ઉપાધિ.”–શ્રી દેવચંદ્રજી અને આવા સતશ્રદ્ધાવાળા બંધનું એટલે દૃષ્ટિનું ફલ શું છે? તે માટે કહ્યું કે– (1) અસત પ્રવૃત્તિને વ્યાઘાત, (2) અને તેથી કરીને સપ્રવૃત્તિ પદની પ્રાપ્તિ , તે આ પ્રકારે :- 1. અસત્ પ્રવૃત્તિ વ્યાઘાત-સશ્રદ્ધાવાળે બેધ જે ઉપજ્યો, તે પછી તથા પ્રકારે પ્રવૃત્તિ થવાને પ્રત્યેક સંભવ છે. એટલે સશાસ્ત્રના બેધથી પ્રતિકૂળ-વિરુદ્ધ આચરણાને - વ્યાઘાત થાય છે–અંત આવે છે, અસત્ પ્રવૃત્તિ અટકી પડે છે, થંભી અસતપ્રવૃત્તિ જાય છે. અસતપ્રવૃત્તિને એટલે બધે આઘાત લાગે છે કે તે બિચારી વ્યાઘાત તમ્મર ખાઈને પડી જાય છે! મૂચ્છવશ થાય છે. કારણ કે આ શ્રદ્ધા ધનવાળો* આસનભવ્ય (નિકટ મોક્ષગામી) મતિમાન પુરુષ પરલોકવિધિમાં શાસ્ત્ર કરતાં બીજાની પ્રાયે અપેક્ષા રાખતા નથી. તેને જ પ્રમાણુ ગણું અસત્ પ્રવૃત્તિ છેડી દીએ છે, કારણ કે “આ મેહાંધકારભર્યા લેકમાં શાસ્ત્ર પ્રકાશ જ સન્માર્ગમાં પ્રવૃત્તિ કરાવનાર છે.” અને આમ અસત્ પ્રવૃત્તિ અટકી પડે છે, એટલા માટે જ આ બધ– 2. સપ્રવૃત્તિપદાવહ–હોય છે. સપ્રવૃત્તિપદને લાવી આપનાર–પમાડનારે હોય છે. જેમ જેમ અસત્ પ્રવૃત્તિ અટકતી જાય છે, તેમ તેમ સતુપ્રવૃત્તિપદ નિકટ આવતું જાય છે, પાસે ને પાસે ખેંચાતું જાય છે. અહીં “આવહ” એટલે લાવી આપનાર એ સપ્રવૃત્તિપદ શબ્દ યે છે તે અત્યંત સૂચક છે. આ યોગદષ્ટિનું આકર્ષણ જ એવું પ્રાપ્તિ પ્રબળ છે કે તે “પદ એની મેળે ખેંચાતું ખેંચાતું સમીપ પ્રાપ્ત થાય છે. જાણે નજરબંધીનું અજબ જાદૂ કર્યું હેયની ! એમ આ ગદષ્ટિ તે પદને ખેંચી લાવે છે! લેહચુંબકની જેમ અદ્દભુત આકર્ષણશક્તિથી આકર્ષે છે! એક વખત આ ગદષ્ટિરૂપ દિવ્ય નયનનો સ્પર્શ કર્યો કે બેડે પાર ! અત્રે સતુપ્રવૃત્તિપદ એટલે “વેદ્યસંવેદ્ય પદ (સમ્યક્ત્વ) સમજવું. આ દષ્ટિના * “परलोकविधौ शास्त्रात् प्रायो नान्यदपेक्षते / आसन्नभव्यो मतिमान् श्रद्धाधनसमन्वितः // तस्मात्सदैव धर्मार्थी शास्त्रयत्नः प्रशस्यते / ચોદે મોહાપરેડમિન્નાટો: પ્રવર્તે છે ? -મહર્ષિ હરિભદ્રાચાર્યજીકૃત શ્રીગબિંદુ