________________ યોગદષ્ટિસમુચ્ચય અનંત આકાશ પણ તે નાની સરખી આંખથી દેખાય છે! તેમ આ આંતરચક્ષુરૂપ “ગદષ્ટિ” પણ જેમ જેમ ઉઘડતી જાય છે, ઉન્મીલન પામતી જાય છે, ખૂલતી જાય છે, તેમ તેમ તેની દષ્ટિમર્યાદાનું ક્ષેત્ર વધતું જાય છે, વધારે ને વધારે વિશાળ “દર્શન થતું જાય છે, ને છેવટે સંપૂર્ણ દૃષ્ટિ” ખૂલતાં અનત “દર્શન થાય છે. પણ આ થેડું કે ઝાઝું જે કાંઈ દેખાય છે, તે બધું ય “દર્શન” અથવા “દષ્ટિ” કહેવાય છે; એમાં માત્ર માત્રાને–અંશને ભેદ (Difference of degree) છે, દર્શનભેદ નથી. આ દર્શનની જાતિ એક છે. એટલા માટે “રાત પ્રવચનં' એ સૂત્ર પ્રમાણે “દૃષ્ટિ” એમ એકવચની પ્રયોગ કર્યો છે. આમ ગદષ્ટિ અથવા દર્શન એક છે, છતાં તેના ઉન્મીલન અંશ પ્રમાણે-ઉઘડવા પ્રમાણે તેના વિભાગ પાડ્યા છે. આવું દર્શન કે દષ્ટિ ક્યારે ઉઘડી કહેવાય? તેની અત્રે સ્પષ્ટ મર્યાદા બતાવી છે કે જ્યારે સતશાસ્ત્રની શ્રદ્ધાવાળે બેધ હોય ત્યારે.” આથી ઊલટું, સતુશ્રદ્ધા વિનાને જે બોધ છે, અથવા સ્વચ્છેદ કલ્પનારૂપ અસત્ શ્રદ્ધાવાળે જે બેધ છે, તે “દષ્ટિ” અથવા “દર્શન” કહી શકાય નહિં, કારણ કે આંખ ઉઘડી ન હોય ત્યાં સુધી જેમ અંધપણું જ છે, દેખવાપણું નથી, દર્શન નથી, તેમ દષ્ટિઅધપણું સતશાસ્ત્ર શ્રદ્ધાથી જ્યાં લગી આંતરદૃષ્ટિ ઉઘડી નથી, ઉન્મીલન પામી નથી, ત્યાંસુધી દષ્ટિઅંધપણું જ છે, દેખવાપણું નથી, દર્શન નથી. આ જીવને નેત્રરેણીની ઉપમા ઘટે છે. નેત્રરંગી એટલે કે જેને આંખો રોગ છે, એવો પુરુષ આંખ ઉઘાડી શકતો નથી, આંખ મીંચી જ રાખે છે, તેને ઉજાસ પણ ગમતે નથી. તેની જે કોઈ નિષ્ણાત નેત્રવેદ્ય (Eye-specialist) બરાબર ચિકિત્સા કરી યથાયોગ્ય અંજન વગેરે આંજીને દવા (Treatment) કરે, તે ધીરે ધીરે તેને નેત્રરેગીનું રેગ મટવાનો સંભવ છે. તે સદ્યને ને તેને આધીન ઔષધને જોગ દૃષ્ટાંત ન બને ત્યાં સુધી તેને રેગ કેમે કરીને મટે નહિં. તેમ આ જીવને દષ્ટિ અંધપણને-મિથ્યાદષ્ટિપણાને ગાઢ રોગ લાગુ પડ્યો છે. તે આંખ મીંચીને જ પડ્યો છે. તેનાથી જ્ઞાન-પ્રકાશ પણ દેખી શકાતો નથી! હવે તેને કોઈ મહાપુણ્યના જોગાનુજોગે કેઈ તેવા સદ્દગુરુરૂપ નિષ્ણાત સવૈદ્યને જેગ મળે, ને તે તેને રોગનું બરાબર નિદાન કરી, એગ્ય ચિકિત્સા કરે, જ્ઞાનરૂપ અંજન આજે, તે ધીરે ધીરે તે દષ્ટિઅંધની દષ્ટિ ખૂલતી જાય, ને છેવટે તે નેત્રરોગ સાવ મટી જાય. પણ આમાં માત્ર શરત એટલી જ છે કે–સવૈદ્યરૂપ સદ્દગુરુને શોધી કાઢી, તેની દવા દઢ શ્રદ્ધાથી, યથાવિધિ પથ્ય અનુપાન સાથે કરવામાં આવે, તે જ તે આત્મબ્રાંતિરૂપ મોટામાં મોટો રેગ જાય, તે આ પ્રમાણે