Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન: સતશ્રદ્ધાયુક્ત બેધ (89) સત્ શ્રદ્ધાયુત બેધ છે, તે “દૃષ્ટિ” કહેવાય; અસત્ પ્રવૃત્તિ બાધથી, સપ્રવૃત્તિ પદદાય. 17. અર્થ ––સતુશ્રદ્ધાથી સંગત એ જે બોધ તે “દુષ્ટિ” કહેવાય છે. અને તે અસત્ પ્રવૃત્તિને વ્યાઘાતથી (અટકવાથી) સતપ્રવૃત્તિપદાવહ એટલે સતપ્રવૃત્તિપદ પમાડનારે એ હોય છે. વિવેચન અહીં “દષ્ટિ' એટલે ? તેની સ્પષ્ટ વ્યાખ્યા કહી છે. સતશ્રદ્ધાથી યુક્ત એવે જે બેધ તેનું નામ “દષ્ટિ છે. અહીં “સત્ શ્રદ્ધા” એમ ખાસ કરીને કહ્યું, તે અસત્ શ્રદ્ધાનો અપવાદ-નિષેધ કરવા માટે છે. સતુશાસ્ત્રને આધાર છેડી પોતાના સત્ શ્રદ્ધાયુક્ત અભિપ્રાયે કરીને–પિતાના સ્વચ્છ કરીને, પિતાની મતિકલ્પના પ્રમાણે બોધ તે દષ્ટિ જ્યાં અસત્ બેટા તર્ક વિતર્ક-વિકલ્પ કરવામાં આવે છે, એવી શાસ્ત્રબાહ્ય જે શ્રદ્ધા તે અસતુશ્રદ્ધા છે. આવી અસત્ શ્રદ્ધા આ “દષ્ટિ”માં હોતી નથી. એમાં તે સતશાસ્ત્રના આધારવાળી, સશાસ્ત્રને અનુકૂળ, આપ્ત પુરુષની આગમરૂપ આજ્ઞાને અનુસરનારી, એવી સશ્રદ્ધા–સાચી શ્રદ્ધા જ હોય છે. આવી સત શ્રદ્ધા હોય તે જ તે બેધને દષ્ટિ નામ ઘટે છે. દષ્ટિ” એટલે દર્શન–દેખવું તે છે. આમાં નિપ્રત્યાયપણું હોય છે, કઈ પણ આડખીલી હોતી નથી, એટલા માટે તે “દર્શન” અથવા “દૃષ્ટિ' કહેવાય છે. પછી ભલે આ થોડી ઉઘડી હોય કે ઝાઝી ઉઘડી હોય, પણ તે ખૂલતાં જે કાંઈ દેખાય છે દષ્ટિ એટલે તે દેખાય છે, દીઠું એટલે બસ દીઠું, તેમાં કઈ પ્રત્યવાય નડતું નથી. દર્શન આમ “દષ્ટિ” એટલે “દર્શન” એમ કહ્યું તે યથાર્થ છે. આ બરાબર સમ જવા આંખને ચર્મચક્ષુને દાખલો લઈએ - આંખ બંધ હોય તે કાંઈ દેખાતું નથી, પછી આંખ જરાક ઉઘડે તે પાસેને પદાર્થ ઝાંખો ઝાંખો દેખાય છે, પછી વધારે ઉઘડે તે તેથી વધારે દેખાય છે, એમ જેમ જેમ આંખ ખૂલતી જાય છે, તેમ તેમ વધારે ને વધારે દેખાતું જાય છે, છેવટે સંપૂર્ણ આંખ ખૂલતાં -અસહ્મવૃત્તિ ચાધારાતઅસત પ્રવૃત્તિના વ્યાઘાતથી (અટકી જવાપણાથી). એટલે કે તેવા પ્રકારની શ્રાદ્ધતાથી-શ્રદ્ધાનંતપણાથી શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિના વ્યાઘાતથી–અટકી જવાપણાને લીધે, શું? તે કે સત્રવૃત્તિપાવડ–સતપ્રવૃત્તિપદને આણનારે, લાવનારે. એટલે શાસ્ત્રથી અવિરુદ્ધ એવા પ્રવૃત્તિપને આણી આપનાર. અદ્યસંવેદ્યપદના પરિત્યાગવડે કરીને ઘસ વિદ્યપદ પમાડનારો એમ અર્થ છે. સ્થિર આદિ દષ્ટિનું વેદ્યપદરૂપપણું છતાં આના સામાન્ય લક્ષણપને લીધે એમ પણ અદેષ છે. અથવા સત પ્રવૃત્તિપદ એટલે પરમાર્થથી શેલેશીપદ છે. એટલે આ દૃષ્ટિના તતપદાવહપણામાં તે પદ પમાડવાપણામાં કોઈ દોષ નથી.