Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ આઠ ગદષ્ટિનું સામાન્ય કથન: યુગના આઠ ગુણ. (87) અથવા બીજી રીતે અધ્યાત્મ પરિભાષામાં આ દેષ ઘટાવીએ તે-(૧) આત્મતત્ત્વની સાધનામાં જીવની દઢતા ન રહે-ખેદ ઉપજે, (2) તે સાધનામાં ઉદ્વેગ-અણગમા આવે, (3) એટલે ચિત્તવિક્ષેપ પામી પરવસ્તુમાં–પરભાવમાં દોડ્યા કરે, ઉધામા નાખે, (4) અને આત્મભાવમાંથી ઉઠી જાય (ઉત્થાન), (5) એટલે પછી બ્રાંતિ–વિપર્યાસ પામી ચારે કોર પરભાવમાં ભમ્યા કરે, (6) ને એમ કરતાં તેમાં આનંદ પામે-રમણતા અનુભવે (અન્યમુદ્દ), (7) એટલે રાગ-દ્વેષ–મેહરૂપ ત્રિદોષ–સનિપાત (રોગ) લાગુ પડે, (8) અને પરવસ્તુમાં– પરભાવમાં આનંગ-આસક્તિ ઉપજે. ઈત્યાદિ પ્રકારે આની યથામતિ ઘટના કરી શકાય છે . અને આ દેષ દૂર થવાને કમ પણ પરસ્પર સંકળાયેલ છે, તે આ પ્રમાણે : (1) ધર્મક્રિયામાં પ્રથમ તે મનની દઢતા રહે, ખેદ ન થાય, (2) તે ઉદ્વેગ-અણ ગમે ન ઉપજે, ઠરૂપ ન લાગે; (3) એટલે વિક્ષેપ ન ઉપજે, (4) અને ચિત્ત તેમાંથી ઊઠી ન જાય; (5) એટલે ચારે કોર ભમે નહિં, (6) અને અન્ય સ્થળે આનંદને પ્રસંગ બને નહિં; (7) એટલે પછી ક્રિયાને રેગ લાગુ પડે નહિં, (8) અને અમુક સ્થળે આસક્તિ–આસંગે પણ ઉપજે નહિં. - આઠ ગુણનું સ્વરૂપ - 1. અદ્વેષ–ષ ન હોવે તે અષ. સત તત્ત્વ પ્રત્યે દ્વેષ-મત્સર અભાવ એ પ્રથમ ગુણ છે, સન્માર્ગ શ્રેણીનું પ્રથમ પગથિયું છે, પ્રથમ ભૂમિકા છે. “સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અષ અખેદ.” “ષિ અરોચક ભાવ.”—અવધૂત શ્રી આનંદઘનજી આમ “સ” પ્રત્યે અરુચિભાવ-અણગમો તે શ્રેષ, અને તેવી અરુચિ-અણગમાને અભાવ તે અષ. આ નકારાત્મક (Negative) પણ ગુણ છે. તે ઉપજે તે પછી 2. જિજ્ઞાસા-સત્ તત્વને જાણવાની અંતરંગ ઈચ્છા, ઉત્કંઠા, તાલાવેલી, તમન્ના ઉપજે એટલે પછી– 3. શુશ્રષા–તત્ત્વને સાંભળવાની ઉત્કટ ઇચ્છા પ્રગટે, એટલે પછી– 4. શ્રવણ-સતત્ત્વને સાંભળવાનું બને. એટલે પછી– 5. બધ-તત્ત્વને બેધ-જ્ઞાન થાય, ઉપદેશ લાગે-ચેટ, પ્રતિબંધ પામે-બૂઝે. એટલે પછી– 6. મીમાંસા-થયેલા તત્વબોધનું મીમાંસન-સૂમ વિચારણા-ચિંતન-ઊહાપોહ થાય. હેય, ઉપાદેય આદિને સૂક્ષ્મ વિવેક પ્રગટે. એટલે પછી— 7. પ્રતિપત્તિ-આદેય તત્વનું અવગાઢ ગ્રહણ–અંગીકરણ થાય, અંતરાત્માથી તત્વ વિનિશ્ચયરૂપ માન્યપણું થાય, અનુભવન થાય. એટલે પછી