Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ (86) ગદસિમુરિચય ભ્રમથી જેહ ન સાંભરે રે, કાંઈ અકૃત કૃત કાજ રે; તેહથી શુભ કિરિયાથકી રે, અર્થવિરોધી અકાજ રે....પ્રભુ તુજ.” 6. અન્યમુદ્દ–બીજે ઠેકાણે આનંદ-મોદ પામે છે. આત્મતત્વ કરતાં અન્ય સ્થળે આનંદિત થવું તે અન્યમુદ્, અથવા આમ માંડેલી ગક્રિયા અવગણને બીજે ઠામે હર્ષ ધરવો, તે પરમાર્થરૂપ ઈષ્ટ કાર્ય માં અંગારાના વરસાદ જેવો છે. માંડી કિરિયા અવગણી રે, બીજે ઠામે હર્ષ, ઈષ્ટ અર્થમાં જાણીયે રે, અંગારાને વર્ષ રે....પ્રભુ તુજ.” 7. ગ—રોગ, રાગ-દ્વેષ-મેહ એ ત્રિદોષરૂપ મહારગ–ભાવરોગ અથવા સાચી સમજણ વિના ક્રિયા કરવામાં આવે, તે શુદ્ધ કિયાને ઉછેદ થાય, એટલે શુદ્ધ ક્રિયાને પીડારૂપ અથવા લંગરૂપ એવો “ગ” ઉપજે. આવી રેગિષ્ટ અશુદ્ધ ક્રિયાનું ફલ વાંઝિયું છે. રેગ હોયે સમજણ વિના રે, પીડા-ભંગ સુરૂપ રે; શુદ્ધ ક્રિયા ઉછેદથી રે, તેહ વધ્ય ફલરૂપ રે...પ્રભુ તુજ.” 8. આસંગ-આસક્તિ. પરદ્રવ્ય તથા પરભાવના સંગમાં આસક્તિ ઉપજવી તે અથવા અમુક એક જ ગક્રિયાના સ્થાનમાં રંગ લાગવાથી, તે સ્થાનમાં જ–તે જ ક્રિયામાં આસક્તિ થઈ જવી તે આસંગ છે. જે ક્રિયા કરતો હોય, તેમાં “ઈદમેવ સુંદર' આજ સુંદર છે–રૂડું એ જે રંગ લાગવે, તેમાં જ ગુંદરીઆ થઈને ચુંટયા રહેવું, તે આસંગ દોષ છે, કારણ કે એમ એક જ સ્થળે જીવ જે ચૂંટી રહે-મંડયો રહે, તે પછી ત્યાં જ ગુણઠાણે સ્થિતિ રહે, આગળ ન વધે, પ્રગતિ (Progress) ન થાય. તેથી પરમાર્થરૂપ સુંદર ફળ (મોક્ષ) ન મળે. એક જ ઠામે રંગથી રે, કિરિયામાં આસંગ રે; તેહ જ ગુણઠાણે થિતિ રે, તેહથી ફલ નહીં ચંગ રે....પ્રભુ તુજ.” આમ સન્માર્ગરૂપ ગમાર્ગની સાધનામાં ચિત્તને પ્રથમ ખેદ ઉપજે, થાક લાગે, દઢતા ન રહે, એટલે તેમાં ઉદ્વેગ ઉપજે-અણગમે આવે, વેઠીઆની જેમ પરાણે કરે. એથી કરીને ચિત્તવિક્ષેપ થાય, ડામાડોળ વૃત્તિ ઉપજે, મન બીજે બીજે દોડ્યા કરે. આઠ દષની એટલે ચાલુ કામમાંથી મન ઊઠી જાય, ઉત્થાન થાય, ને ચારે કેર ભમ્યા સકલના કરે, બ્રાંતિ ઉપજે. એમ ભમતાં ભમતાં કે અન્ય સ્થળે તેને લીજજત આવે–અન્યમુદ્ર થાય. એટલે શુદ્ધ ક્રિયાને ઉછેદ થાય, પીડારૂપ–ભંગરૂપ રેગ લાગુ પડે, કિયા માંદી પડે, ને તે અમુક સ્થળે આસંગ-આસક્તિ ઉપજે, “અડ્રેડી દ્વારકા જ થઈ જાય! આમ આ આઠ આશયદષની પૂર્વાપર સંબંધરૂપ સંકલના ઘટાડી શકાય છે. તે દેષ જેમ જેમ છોડાય, તેમ તેમ અનુક્રમે આઠ દષ્ટિરૂપ આત્મગુણને આવિર્ભાવ થત જાય છે, પ્રગટપણું થતું જાય છે.