________________ (88) યોગદષ્ટિસમુચ્ચય 8. પ્રવૃત્તિ—તત્ત્વરૂપ પ્રવૃત્તિ, તદ્રુપ પ્રવૃત્તિ, આચરણ, અનુષ્ઠાન, ચારિત્ર, રમણ થાય. આત્મા સ્વરૂપમાં રમણ કરે. “આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ.”—શ્રી ગઢ સક્ઝાય “તે સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ...મૂળ મારગ.” –શ્રીમદ રાજચંદ્રજી આમ આ આઠ ગુણોને ઉત્તરોત્તર કમ છે, અને તે આઠ દૃષ્ટિમાં અનુક્રમે એકેકપણે પ્રગટે છે. સારાંશ-( Summary) --: દેહરા :- (8 યોગાંગ) –ોગ અંગ-ચમ નિયમ ને, આસન પ્રાણાયામ; પ્રત્યાહાર ને ધારણા, ધ્યાન સમાધિ—આમ. ( 8 દોષ) –ષ-ખેદ ઉદ્વેગ ને, ક્ષેપ તેમ ઉત્થાન; ભ્રાંતિ અન્યમુદ્ રેગ ને, આસંગે ઈમ જાણ; (8 ગુણ) –અદ્વેષ જિજ્ઞાસા અને, શુશ્રેષા શ્રવણ બેધ; મીમાંસા પ્રતિપત્તિ ને, પ્રવૃત્તિ ગુણ શોધ. (8 દૃષ્ટિ) –મિત્રા તારા ને બલા, દીકા સ્થિરા તેમ કાંતા પ્રભા અને પરા, દષ્ટિ આઠ છે એમ. પ્રથમ દૃષ્ટિમાં વેગનું, અંગ પ્રથમ યમ હોય; પ્રથમ દષને ત્યાગ ને, ગુણ પ્રથમ પણ જોય. આઠ દૃષ્ટિમાં એ ક્રમે, અંગ જવા આઠ; દોષ આઠ પરિવર્જવા, ગુણ જોડવા આઠ. હવે “ષ્ટિ’ શબ્દનો અર્થ બતાવવા માટે કહે છે - सच्छ्रद्धासंगतो बोधो दृष्टिरित्यभिधीयते / असत्प्रवृत्तिव्याघातात्सत्प्रवृत्तिपदावहः // 17 // વૃત્તિ:-સદૃદ્ધાવંત્તો ગોધ–સત શ્રદ્ધાસંયુક્ત બોધ. આ ઉપરથી અસત્ શ્રદ્ધાને વ્યવચ્છેદ-અપવાદ કહ્યો. અને અહીં અસત શ્રદ્ધા એટલે શાસ્ત્રબાહ્ય એવી, પિતાના અભિપ્રાયથી તથા પ્રકારના અસદુ ઊહરૂપવિકલ્પરૂપ શ્રદ્ધા ગ્રહવામાં આવી છે. એવી તે અસત શ્રદ્ધાના વિકલપણાથી–રહિતપણુથી “સત શ્રદ્ધાસંગત, એવા પ્રકારને જે બોધ-અવગમ (સમજણ) તે શું ? તે કે- દષ્ટિહિત્યમથીયરે- “દૃષ્ટિ” કહેવાય છે - દર્શન તે દૃષ્ટિ એમ જાણીને-નિષ્ઠયપાય પણએ કરીને, (તેમાં કઈ આલ અવલ આવતી નથી એથી કરીને). ફલથી આ જ કહે છે