Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ આઠ ગદષ્ટિનું સામાન્ય કથાઃ આઠ આશય દેષ (85) ખેદ પ્રવૃત્તિ હો કરતાં થાકીએ રે.”—શ્રી આનંદઘનજી આવા ખેદથી ધર્મક્રિયામાં મનની દઢતા રહેતી નથી, કે જે દઢતા, ખેતીમાં પાણીની જેમ, ધમને મુખ્ય હેતુ છે. “કિરિયામાં બેદે કરી રે, દઢતા મનની નાંહિ રે; મુખ્ય હેતુ તે ધમને રે, જેમ પાણી કૃષિમહિરે..પ્રભુ તુજ વાણી મીઠડી રે.” –શ્રી યશોવિજયજીકૃત સા. ત્ર, ગ, સ્ત, 2. ઉગ–સન્માર્ગસાધક ક્રિયા પ્રત્યે માનસિક કંટાળે-અણગમ ઉપજો, સન્માગથી ઉદ્ભગ્ન થવું–ઉભગવું તે. એટલે બેઠા બેઠા પણ ક્રિયામાં ઉદ્વેગ-અણગમે ઉપજે છે. આમ યોગના ઠેષને લીધે, તે ક્રિયા કરે તે પણ રાજવેઠની જેમ ઝપાટાબંધ આટોપી લે છે–જેમ તેમ પતાવી દે છે! બેઠા પણ જે ઉપજે રે, કિરિયામાં ઉદ્વેગ, ગદ્વેષથી તે ક્રિયારે, રાજઠ સમ વેગ રેપ્રભુ તુજ.” 3. ક્ષેપ–ચિત્તને વિક્ષેપ, અસમાધાન ડામાડોળ વૃત્તિ. અમુક ક્રિયામાંથી વચ્ચે વચ્ચે બીજી ક્રિયામાં મનનું ફેકાવું–ચાલ્યા જવું, ઝાંવા-ઉધામા તે ક્ષેપ. જેમ શાલિને ઊખણતાંવારંવાર ઊખેડી ઊખેડીને વાવે તો ફલ ન થાય, તેમ આવી ક્ષેપવાળી ક્રિયાનું નિર્મલ ફલ મળતું નથી. વિચે વિશે બીજા કાજમાં રે, જાયે મન તે ખેપ રે, ઊખણતાં જિમ શાલિનું રે, ફલ નહિં તિહાં નિર્લેપ રે.... પ્રભુ તુજ.” 4. ઉત્થાન-ઊઠી જવું તે ઉથાન. સન્માર્ગમાંથી એટલે કે મોક્ષસાધક યુગમાગ કિયામાંથી ચિત્તનું ઊઠી જવું તે ઉત્થાન. આમ થવાનું કારણ શાંતવાહિતાને એટલે કે ચિત્તના એક અખંડ શાંત પ્રવાહનો અભાવ છે. આવા ઠરેલપણાના અભાવે જ્યાંથી મન ઊઠી ગયું છે એવી તે ગક્રિયા છોડી દેવા ગ્ય છે; પણ કલજજાદિથી છેડી શકાતી નથી. આ ઉથાન દેષ છે. મમતથી તે પકડી રાખે, આ ઉથાન દેષ છે. શાંતવાહિતા વિણ હવે રે, જે ગે ઉત્થાન રે; ત્યાગગ છે તેહથી રે, અણછડાતું ધ્યાન રે.....પ્રભુ તુજ.” 5. ભ્રાંતિ–ભમવું તે, ભ્રમ ઉપજ છે. પ્રસ્તુત ગક્રિયાને છોડી ચિત્તનું ચારેકેર ભ્રમણ-ભ્રામક વૃત્તિ, તે ભ્રાંતિ. અથવા છીપમાં રૂપાની જેમ ભ્રમણ થવી, તત્વને અતવ માનવારૂપ વિપર્યાસ થવો તે ભ્રાંતિ અથવા અમુક ક્રિયા કરી કે ન કરી એ ભ્રમથી ન સાંભરે, એટલે એવી શુભ ક્રિયાથકી પણ અર્થવિરોધી એવું અકાજ થાય, ઈષ્ટ ફલરૂપ પરમાર્થ કાર્ય ન થાય. આમ ભ્રાંતિનું સ્વરૂપ છે.