________________
આઠ યોગદષ્ટિનું સામાન્ય થન
(૬૭) બલા નામની ત્રીજી દષ્ટિમાં જે બેધ છે, તેને કાષ્ઠના-લાકડાના અગ્નિકણની ઉપમા ઘટે છે, કારણ કે મિત્રા ને તારા એ બે દષ્ટિ કરતાં અત્રે બોધ જરા વિશિષ્ટ-વધારે બળવાળે
હોય છે, તેથી (૧) જેમ કાષ્ઠના અગ્નિકણનો પ્રકાશ જરા વધારે વાર ટકે છે, કાષ્ઠ અગ્નિ અને જરા વધારે બળવીર્યવાળો હોય છે, તેમ આ દષ્ટિને બોધ કંઈક સમ બલા વધારે સ્થિતિવાળો હોઈ વધારે વાર ટકે છે, અને કંઈક વધારે બળ–સામર્થ્ય
વાળો હોય છે. (૨) એટલે અહીં પ્રગસમયે ટુ-નિપુણ જેવી સ્મૃતિ હોય છે, લગભગ દઢ યાદગીરી હોય છે, (૩) અને તેથી અર્થ પ્રયોગ-પ્રજનભૂત પ્રયાગની પ્રીતિથી સક્રિયાને કંઈક યત્ન હોય છે
૪. દીપ્રા દૃષ્ટિ
ગદષ્ટિ થી કહીછ, દીપ પ્રભા સમ જ્ઞાન.”—શ્રી ગo સક્ઝાય
ચોથી દીપ્રા નામની દૃષ્ટિમાં જે બોધ હોય છે, તેને દીપપ્રભાની ઉપમા ઘટે છે. જેમ દીપકને પ્રકાશ તૃણ, ગોમય (છાણા), ને કાષ્ઠના અગ્નિ કરતાં ઘણું વધારે હોય છે, તેમ આ દષ્ટિને બંધ પણ ઉપર કહી તે મિત્રા, તારા ને બલા એ ત્રણ દષ્ટિ કરતાં વધારે દીપ પ્રભા વિશેષતાવાળો હોય છે. એટલે (૧) આ બોધ વધારે લાંબી સ્થિતિવાળે હોય જેવી દીપ્રા છે, લાંબા વખત ટકે છે અને વધારે બળવાન વીર્યવાળો–સામર્થ્યવાળો હોય
છે. (૨) અને તેથી કરીને તથા પ્રકારના આચરણરૂપ પ્રાગ વખતે પટુ-નિપુણ મૃતિ રહે છે. (૩) એમ છતાં હજુ અહીં વંદન વગેરે ક્રિયા દ્રવ્યથી હોય છે, ભાવથી નહિં, કારણ કે તેવા પ્રકારના વિભાગથી દ્રવ્ય-ભાવને પ્રગટ ભેદ છે:
“વ્ય સેવ વંદન નમનાદિક, અર્ચન વળી ગુણગ્રામોજી; ભાવ અભેદ થવાની ઈહા, પરભાવે નિકામેજી.”–શ્રી દેવચંદ્રજી
વળી દીપકનો પ્રકાશ જેમ બાહ્ય કારણ પર અવલંબે છે, તેમાં તેલ હોય ત્યાં સુધી તે પ્રકાશે છે, તેલ ખૂટી જતાં ઓલવાઈ જાય છે, તેમ આ દૃષ્ટિને બંધ પણ બાહ્ય પ્રેરક કારણોને અવલંબતો હોવાથી, તે દૂર થતાં, તેને અપાય થવાનો સંભવ છે. દીપકને પ્રકાશ અસ્થિર હોય છે, એક સરખો પ્રકાશ નથી, તેમ આ દૃષ્ટિને બોધ પણ અસ્થિર હોય છે, ક્ષયેશમ પ્રમાણે ન્યૂનાધિક થયા કરે છે. દીપકનો પ્રકાશ વાયુના સપાટાથી ઓલવાઈ જવાને સંભવ છે, તેમ અત્રે પણ વિષમ બાહ્ય કારણોના ગથી બોધ ચાલ્યા જવાને સંભવ છે. આમ અનેક પ્રકારે દીપપ્રભાની સાથે દીપ્રા દષ્ટિનું સાધર્યું છે.
આમ આ ચાર દષ્ટિ સુધી જ “પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનક હોય છે. તેમાં પણ