Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
આઠ પગદષ્ટિનું સામાન્ય કથન
(૯)
બેધ-દેહરૂપ સ્વયં જાણી રહેલા આ સમ્યગૃષ્ટિ પુરુષે જ બેધથી ચુત થતા નથી! આવું પરમ સાહસ તે સમ્યગૃષ્ટિએ જ કરી શકે !”
રત્નના સ્થિર પ્રકાશને જેમ વાયુ સ્પશી શકતું નથી કે એલવી શકતો નથી, તેમ સમ્યગ્ગદષ્ટિ આત્મજ્ઞાનીના સ્થિર ધરત્નને ઉપસર્ગરૂપ વાયુ સ્પશી શકતું નથી કે ઓલવી શકતું નથી. અને એટલા માટે જ આ દષ્ટિને બધ
૧. અપ્રતિપાતી–જેમ રનને પ્રકાશ અપ્રતિપાતી હોય છે-કદી ચાલ્યું જ નથી, તેમ આ દષ્ટિને બોધ પણ અપ્રતિપાતી હોય છે, એક વાર આવ્યા પછી પાછો પડી સ્તો નથી.
જેહ ન મરુતને ગમ્ય, ચંચલતા જે નવિ લહે હે લાલ;
જેહ સદા છે રમ્ય, પુષ્ટ ગુણે નવિ કૃશ રહે હો લાલ.”– શ્રી યશોવિજયજી ૨. પ્રવર્તમાન-પ્રયોગ વગેરેની કસોટીથી જેમ રત્નની કાંતિ ઓર ને એર ઝળકતી જાય છે, તેમ આ સમ્યગૃષ્ટિના બેધને આત્માનુભવરૂપ કસેટીએ ચઢાવી પ્રસિદ્ધ કરતાં તે ઉત્તરોત્તર બળવત્તર બનતું જાય છે, વૃદ્ધિ પામતું જાય છે.
પાત્ર કરે નહિં હેઠ, સૂરજ તેજે નવિ છિયે હે લાલ,
સર્વ તેજનું તેજ, પહેલાંથી વાધે પછે હે લાલ.”—શ્રી યશવિજ્યજી ૩. નિરપાય–તેલ ખૂટી જવાથી દવે ઓલવાઈ જાય છે, પણ તે તેલ ખૂટી જવારૂપ અપાય (હાનિ ) રત્નને નડતું નથી, તેથી તેને પ્રકાશ નિરપાય-નિબંધ હોય છે, કદી ઓલવાત નથી; તેમ અત્રે બે પરાવલંબની નહિં હોવાથી નિરપાય હોય છે, તેને કઈ પણ હાનિ–બધા પહોંચતી નથી, તે કદી ઓલવાત નથી-બૂઝાતે નથી; કારણ કે તેને કોઈ પર અવલંબન નથી કે જે ખસી જતાં તેને હાનિ પહોંચે, તે તે સ્વાવલંબની–આત્માવલંબની જ છે, એટલે તે સર્વથા બાધા રહિત છે. આ રત્નદીપક મનમંદિરમાં પ્રગટ કે બસ શત્રુબલ ખલાસ! મેહ અંધકારને સર્વનાશ! ને અનુભવ તેજને ઝળહળાટ ! તે દીવે જાગે તે જા ! ઓલવાય જ નહિ.
સાહેલાં હે કુંથુ જિનેશ્વર દેવ, રત્નદીપક અતિ દીપતે હો લાલ, સાવ મુજ મનમંદિરમાંહી, આવે જે અરિબલ જીપતે હે લાલ સાવ મિટે તે મેહ અંધાર, અનુભવ તેજે ઝળહળે છે લાલ સાવ ધૂમ કષાય ન રેખ, ચરણ ચિત્રામણ નવિ ચલે હે લાલ સારા પુદ્ગલ તેલ ન ખેપ, જેહ ન શુદ્ધ દશા દહે હે લાલ સા. શ્રી નવિજય સુશિષ્ય, વાચક યશ ઈહી પરે કહે હો લાલ.”
–શ્રી યશેવિયજી.